ભણવા ન જવું પડે એ ઇરાદે ગાયબ થઈ ગયો હતો બિહારનો ફૈઝાન, પણ બાપને મેસેજ કરીને કહ્યું હતું– ટ્રેનમાં મારપીટ થઈ રહી છે

બિહારમાં મદરેસામાં ભણતા ફૈઝાન રજાને લઈને ઘટસ્ફોટ થયો છે કે ટ્રેનમાંથી આવતી વખતે પોતે જ ‘ગાયબ’ થઈ ગયો હતો અને અબ્બુ સાથે ફોન પર એવી જાણકારી ફેલાવી હતી કે તેની સાથે ટ્રેનમાં મારપીટ થઈ રહી છે.

વાસ્તવમાં ફૈઝાન બકરીદ પર ઉત્તર પ્રદેશના મઉથી બિહાર જઈ રહ્યો હતો. જાણકારી એવી ફેલાવવામાં આવી કે ટ્રેનમાં થયેલા એક કથિત ઝઘડા બાદ તે ગાયબ થઈ ગયો. જોકે હવે તેના બાપે જણાવ્યું છે કે તે ભણતરના તણાવના કારણે જાતે જ ભાગી ગયો હતો કારણ કે તેનું મન મદરેસામાં ભણવામાં લાગતું ન હતું.

ફૈઝાનના પિતા ઈમ્તિયાઝ અહમદે જણાવ્યું કે તેમના પુત્રએ તેમને કહ્યું હતું કે ટ્રેનમાં તેનો કોઈ સાથે ઝઘડો થયો ન હતો. વાસ્તવમાં તેને લાગ્યું હતું કે થોડા દિવસ ઘરેથી ભાગી જાય તો પરિવાર પરેશાન થઈ જશે અને એ બહાને ભણવા નહીં મોકલે.

આ પહેલાં ફૈઝાન ગાયબ થઈ ગયો એવી વાતો સોશિયલ મીડિયા પર ફેલાઈ અને કોઈ અકસ્માતની તો કોઈ ટ્રેનમાં હિંદુઓએ ‘જય શ્રીરામ’ બોલવા મજબૂર કરવાની વાત કહેતું રહ્યું. ઈસ્લામીઓએ એમ પણ કહી દીધું કે જય શ્રીરામ નહીં બોલવા પર ફૈઝાનને ધક્કો મારી દેવામાં આવ્યો. પણ હકીકત જુદી જ નીકળી.