Tuesday, April 30, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપૂરગ્રસ્તોની મદદ કરવા પાકિસ્તાની સ્ટાર્સની અપીલ, લોકોએ પૈસા તો ન આપ્યા પણ...

    પૂરગ્રસ્તોની મદદ કરવા પાકિસ્તાની સ્ટાર્સની અપીલ, લોકોએ પૈસા તો ન આપ્યા પણ ઉપરથી ટ્રોલ કર્યા, પૂછ્યું- તમે શું કરશો?

    સોશિયલ મીડિયા પર માત્ર અપીલ જ કરતા રહેવાના કારણે પાકિસ્તાની યુઝરોએ અભિનેતાઓ-ક્રિકેટરોને ટ્રોલ કર્યા હતા.

    - Advertisement -

    ભયાનક પૂરના કારણે પાડોશી દેશ પાકિસ્તાનના હાલ બેહાલ છે. દેશના ઘણા વિસ્તારોમાં જનજીવન ખોરવાઈ ગયું છે તો બીજી તરફ જીવન જરૂરિયાતની ચીજો અને શાકભાજી-કરિયાણાના ભાવ પણ આસમાનને આંબી રહ્યા છે. દરમ્યાન, પાકિસ્તાનની ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અભિનેતાઓ અને ક્રિકેટરો સોશિયલ મીડિયા ઉપર મદદ માંગવા આગળ આવ્યા હતા, પરંતુ આ પાકિસ્તાની સ્ટાર્સે યુઝરોના જ રોષનો ભોગ બનવું પડ્યું હતું અને ટ્રોલ થઇ ગયા હતા.

    પાકિસ્તાની સ્ટાર માહિરા ખાને પોતાના ટ્વિટર હેન્ડલ પરથી એક ફાઉન્ડેશનનું ટ્વિટ ક્વોટ કરીને લખ્યું હતું કે, યોગદાન નાનું કે મોટું, જેટલું આપી શકીએ એટલું આપીએ. આ ઉપરાંત, અભિનેતા હુમાયુ સઈદે પણ એક ટ્વિટ કરીને લખ્યું હતું કે, ‘આખા પાકિસ્તાનમાં વરસાદ અને પૂરના કારણે સ્થિતિ ચિંતાજનક બની ગઈ છે. હું સરકારને અપીલ કરું છું કે જલ્દીથી આ બાબતે કાર્યવાહી કરવામાં આવે અને પૂરગ્રસ્ત ભાઈ-બહેનો માટે જરૂરી મદદ પહોંચાડે. આપણે બધાએ સાથે મળીને પૂરગ્રસ્ત લોકોને શક્ય તેટલી મદદ કરવી જોઈએ.’

    આ ઉપરાંત, ક્રિકેટર શહીન શાહ આફ્રિદીએ પણ ટ્વિટ કર્યું હતું અને લખ્યું હતું કે, આ કપરા સમયમાં તમામ નાગરિકોને વિનંતી છે કે તેઓ શક્ય તેટલી રકમ દાન આપે. તેમણે આખા રાષ્ટ્રએ સાથે મળીને આ મુસીબત સામે લડવાની વાત કહી હતી. જોકે, આ એકેય ‘સેલિબ્રિટી’એ પોતે શું કરશે તેનો એક શબ્દ પણ લખ્યો ન હતો, જેના કારણે યુઝરો ભૂરાયા થયા હતા.

    - Advertisement -

    પાકિસ્તાની સ્ટાર્સે ટ્વિટ કર્યા બાદ લોકોએ મદદની તો વાત ન કરી પણ ઉપરથી આ બંનેને જ ટ્રોલ કર્યા હતા અને કહ્યું હતું કે, માત્ર ટ્વિટ કરવાથી કશું થશે નહીં અને તેમણે ટ્વિટ કરીને શિખામણ આપવાની જગ્યાએ પોતે પણ યોગદાન આપવું જોઈએ. 

    એક યુઝર એટલો ગુસ્સે થઇ ગયો હતો કે તેણે માહિરા ખાનને ‘મનહૂસ ઔરત’ ગણાવી દીધી હતી અને ચૂપ રહેવા કહી દીધું હતું. 

    હુમાયુ સઈદના ટ્વિટના જવાબમાં મોહમ્મદ કાસીફમેરાજ નામના એક યુઝરે કહ્યું કે, તેણે જે ફિલ્મોમાંથી પૈસા કમાયા છે એ દાન કરવા જોઈએ કે જાતે જઈને મદદ કરવી જોઈએ. 

    કાઝી રિઝવાન નામના યુઝરે કહ્યું કે, માત્ર ટ્વિટ કરવાથી શું થશે? તેમણે એ પણ પ્રશ્ન કર્યો કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો શું દાન આપશે? 

    અન્ય એક યુઝરે પણ અભિનેતાને બેવડાં વલણ ધરાવનારો કહીને માત્ર ટ્વિટ કરવાની જગ્યાએ દાન આપવાની વાત કરી હતી. 

    આયેશા ગુલઝાર નામની યુઝરે કહ્યું કે, તેઓ માત્ર અપીલ જ કરતા રહેશે અને સરકારને કંઈ નહીં કહે કે તેમની પાસે પણ આપવા માટે કશું જ નથી. 

    શહીન શાહ આફ્રિદીના ટ્વિટ નીચે એક યુઝરે કૉમેન્ટ કરતાં કહ્યું કે, આખી પાકિસ્તાનની ક્રિકેટ ટીમે એક મહિનાનો પગાર દાન આપી દેવો જોઈએ. આ ઉપરાંત, નદીમ નામના એક યુઝરે પણ ખેલાડીઓને પોતાની રીતે દાન આપવા માટે કહ્યું હતું અને ઉમેર્યું હતું કે તેમ કરવાથી સામાન્ય લોકોને પણ પ્રેરણા મળશે. ખાલી કહેવાથી કોઈ ફેર પડશે નહીં.

    મીર આદિલ ખાન નામના એક યુઝરે કહ્યું કે, માત્ર લોકોની મદદ કરવા માટે કહેવાથી કામ નહીં થાય. તેમણે આરોપ લગાવ્યો કે ક્રિકેટરો અને અભિનેતાઓ માત્ર ટ્વિટ જ કરતા રહે છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં