હોમપેજક્રાઈમ'મોંમાં કપડું ઠૂસીને જાનવરોની જેમ ચૂંથી': દિલ્હીમાં 6 વર્ષની બાળકી પર ત્રણ...

‘મોંમાં કપડું ઠૂસીને જાનવરોની જેમ ચૂંથી’: દિલ્હીમાં 6 વર્ષની બાળકી પર ત્રણ મુસ્લિમ સગીરોએ આચર્યું દુષ્કર્મ, પરિવારે ઑપઇન્ડિયાને વર્ણવી આપવીતી

ગલીમાં આ ઘટના બની ત્યાં તેમનો એકમાત્ર હિંદુ પરિવાર રહે છે, જ્યારે બાકીના તમામ પડોશી મુસ્લિમ સમુદાયના છે. જોકે આ આખો વિસ્તાર હિંદુ બહુમતીવાળો છે, પરંતુ તે ખાસ ગલીમાં તેઓ સામાજિક અને સુરક્ષાની દૃષ્ટિએ પોતાને ખૂબ નબળા અનુભવે છે.

- Advertisement -

દેશની રાજધાની દિલ્હીમાં સાંજ પડતાં જ માનવતાને શરમસાર કરતી એક ઘટના સામે આવી છે. અહીંના ભજનપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં માત્ર 6 વર્ષની બાળકી સાથે પડોશમાં રહેતા ત્રણ સગીર મુસ્લિમોએ સામૂહિક દુષ્કર્મ (ગેંગરેપ) આચર્યું છે. બર્બરતા એ હદે નિર્દય હતી કે જ્યારે બાળકી લોહીથી લથપથ થઈ ગઈ ત્યારે એક આરોપીએ તેને ઘરના દરવાજા પર છોડી દીધી અને જૂઠું બોલ્યું કે તે ‘ઈ-રિક્ષા સાથે ટકરાઈને પડી ગઈ છે’. દર્દથી રડતી તે નાની બાળકી જેવી ઓરડામાં દાખલ થઈ કે તરત તેની માતાની આંખો સામે જ બેહોશ થઈને પડી ગઈ. પોતાની દીકરીની આ હાલત જોઈને માતાના પગ તળેથી જમીન ખસી ગઈ.

દીકરીનાં કપડાં લોહીથી ભીંજાયેલાં જોઈને માતા તેને હોસ્પિટલ લઈ જવા દોડી, પરંતુ રસ્તામાં જ વિચાર બદલીને તે બાળકીને સીધી જાફરાબાદ પોલીસ સ્ટેશન લઈ ગઈ. ત્યાં તેણે પોલીસને આખી વાત કહી. આશ્ચર્યની વાત એ કે જે આરોપીઓને પકડવા માટે પોલીસને માત્ર 10 મિનિટનો રસ્તો કાપવાનો હતો, ત્યાં પહોંચવામાં પોલીસને 10 કલાક લાગ્યા. આ વિલંબના પરિણામે પોલીસ માત્ર બે આરોપીઓને જ કસ્ટડીમાં લઈ શકી, જ્યારે ગેંગરેપનો મુખ્ય આરોપી ઘટનાના 10 દિવસ પછી પણ દિલ્હી પોલીસની પકડથી માઈલો દૂર છે.

ગ્રાઉન્ડ રિપોર્ટ

આ ભયાનક ઘટનાની હકીકત જાણવા ઑપઇન્ડિયાની ટીમ ગયા બુધવારે (28 જાન્યુઆરી 2026) પીડિત પરિવારનાં ઘરે પહોંચી હતી. ભજનપુરા વિસ્તારની એક નાની અને બદબૂદાર ગલીના છેડે આ પરિવાર એક મોટા ઓરડામાં રહેવા મજબૂર છે. આ ગલી આગળથી બંધ છે, જે વિસ્તારના ગૂંગળામણભર્યા વાતાવરણને દર્શાવે છે. ઓરડાની અંદરનું દૃશ્ય હૃદયવિદારક હતું. પીડિત બાળકી ધાબળો ઓઢીને બેડ પર બેભાન અવસ્થામાં સૂતી હતી, જ્યારે ગહન ચિંતા અને લાચારીમાં ડૂબેલાં માતા-પિતા બેડના અલગ-અલગ ખૂણે બેસીને પોતાનાં ભાગ્ય અને કાયદાવ્યવસ્થાને કોસી રહ્યાં હતાં.

- Advertisement -

પીડિતાના પિતાએ જણાવ્યું કે 18 જાન્યુઆરી 2026ની સાંજે આશરે 7 વાગ્યે જ્યારે તેઓ બજારમાંથી શાકભાજી લેવા જઈ રહ્યા હતા ત્યારે તેમની બાળકીએ સાથે જવાની જીદ કરી. પિતાએ તેને ઘરની બહાર એક દુકાનમાંથી કેટલીક વસ્તુઓ અપાવી અને બજાર તરફ નીકળી ગયા. જ્યારે તેઓ પાછા આવી રહ્યા હતા ત્યારે તેમણે જોયું કે એક આરોપી અને તેનો પરિવાર તેમની સામે જ ભાગી રહ્યો હતો, પરંતુ ત્યારે તેમને ખબર ન હતી કે તે ભાગી રહેલો શખ્સ તેમના પરિવારની ખુશીઓ લૂંટી ચૂક્યો છે. ઘરે પહોંચતાં તેમને ખબર પડી કે તે જ શખ્સ અને તેના બે સાથીઓએ તેમની દીકરી સાથે દુષ્કર્મ આચર્યું છે. પિતાનું કહેવું છે કે મુખ્ય આરોપી હાલમાં બિહારના દરભંગામાં ખુલ્લેઆમ ફરી રહ્યો છે, પરંતુ પોલીસ તેને પકડવામાં કોઈ રસ દાખવી રહી નથી. આ આઘાતને કારણે ન પિતા રિક્ષા ચલાવવા જઈ શકે છે ન માતા કામ પર જઈ શકે છે. બંને વારાફરતી બસ પોતાની દીકરીના ઘાને સહલાવી રહ્યાં છે.

નરાધમોએ બાળકીને જાનવરોની જેમ ચૂંથી– માતા

પીડિત માતાએ તે સાંજનું દૃશ્ય યાદ કરતા જણાવ્યું કે તેઓ ઘરે જ હતાં ત્યારે એક આરોપી તેમની દીકરને ગોદમાં ઉઠાવીને લાવ્યો અને એક્સિડન્ટની ખોટી વાર્તા ઘડી. માતાએ જ્યારે જોયું કે બાળકીના પ્રાઇવેટ પાર્ટમાંથી લોહી વહી રહ્યું છે તો તેમનું માથું ફરી ગયું. તેમણે આરોપીને પૂછ્યું કે જો ટક્કર લાગી હોય તો ચહેરા કે માથા પર ઈજા કેમ નથી? આ પછી તે આરોપી બાળકીને ત્યાં જ છોડીને ભાગી ગયો. માતાએ જણાવ્યું કે આરોપીઓએ બાળકીને જાનવરોની જેમ ચૂંથી હતી. તેના શરીર પર દાંતના નિશાન હતા, કપડાં ફાટેલાં હતાં અને કાન પર સોજો હતો.

જ્યારે માતા પોલીસ સાથે ઘટનાસ્થળે પહોંચી ત્યારે ત્યાંનું દૃશ્ય જોઈને કંપી ગઈ. એક ચૂડીની ફેક્ટરીની છત અને દિવાલો પર લોહીના ડાઘા હતા, જે રાડો પાડી-પાડીને તે સાંજની બર્બરતાનો પુરાવો આપી રહ્યા હતા. પોલીસે ઘટનાસ્થળનો વિડીયો તો બનાવ્યો પરંતુ પકડવામાં એટલો વિલંબ કર્યો કે મુખ્ય આરોપીને ફરાર થવાની તક મળી ગઈ. હદ તો ત્યારે થઈ જ્યારે ઘટનાના આગલા દિવસે એક આરોપીની માતા પીડિત પરિવારનાં ઘરે આવીને સહાનુભૂતિ દાખવવાને બદલે તેમને ઢંકાવવાં લાગી અને કહ્યું કે ‘તારી દીકરી સાથે જે થયું તે ઠીક જ થયું, એવું જ થવું જોઈએ.’

ત્રણ આરોપીએ મોંમાં કપડું ઠૂંસીને લૂંટી આબરૂ

બેડ પર સૂતેલી તે 6 વર્ષની બાળકીએ જ્યારે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું ત્યારે ત્યાં હાજર દરેક વ્યક્તિની આંખો ભીની થઈ ગઈ. બાળકીએ જણાવ્યું કે ત્રણ છોકરા હતા જેમણે તેની સાથે ગંદું કામ કર્યું. તેને ડરાવી-ધમકાવી અને તેની ચીસો દબાવવા માટે તેના મોંમાં કપડું ઠૂંસી દીધું. આરોપીઓએ માત્ર કાયદાનું ઉલ્લંઘન જ નહીં કર્યું, પરંતુ માનવતાના દરેક તે માપદંડને તોડી નાખ્યા જે સમાજને સુરક્ષિત બનાવે છે.

આ પીડિત પરિવાર મૂળ ઉત્તરાખંડના રુદ્રપુર જિલ્લાનો છે અને છેલ્લા 15 વર્ષથી દિલ્હીમાં આજીવિકાની શોધમાં સંઘર્ષ કરી રહ્યો છે. પિતા પેડલવાળી રિક્ષા ચલાવીને પોતાના પરિવારનું પેટ પાળે છે, જ્યારે માતા કાગળ બનાવવાની ફેક્ટરીમાં મજૂરી કરે છે. આ પરિવાર છેલ્લા ત્રણ વર્ષથી ભજનપુરાના આ ભાડાના ઓરડામાં રહે છે. પિતા જણાવે છે કે તેમના પાંચ બાળકો હતા (3 છોકરીઓ, 2 છોકરા) પરંતુ આઠ મહિના પહેલાં 14 વર્ષના સૌથી મોટા દીકરાનું બીમારીને કારણે મૃત્યુ થયું હતું. ગરીબીને કારણે તે પોતાના બાળકોની સારવાર પણ કરાવી શક્યા નહીં. હવે આ ઘટનાએ તેમની બચેલી હિંમત પણ તોડી નાખી છે.

પિતા જણાવે છે કે જે ગલીમાં આ ઘટના બની ત્યાં તેમનો એકમાત્ર હિંદુ પરિવાર રહે છે, જ્યારે બાકીના તમામ પડોશી મુસ્લિમ સમુદાયના છે. જોકે આ આખો વિસ્તાર હિંદુ બહુમતીવાળો છે, પરંતુ તે ખાસ ગલીમાં તેઓ સામાજિક અને સુરક્ષાની દૃષ્ટિએ પોતાને ખૂબ નબળા અનુભવે છે. તેમની 12 વર્ષની મોટી દીકરી હવે ઘરે રહીને નાના ભાઈ-બહેનોની સંભાળ રાખે છે, કારણ કે માતા-પિતા આ આઘાતમાંથી ઉભરી શક્યા નથી.

પાડોશીઓ બોલ્યા – આરોપીઓને ફાંસીની સજા થવી જોઈએ

વિસ્તારના લોકોમાં પણ આ ઘટના અંગે ભારે રોષ વ્યાપ્ત છે. ગલીમાં રહેતી એક હિંદુ મહિલાએ રોષ વ્યક્ત કરતા કહ્યું કે આરોપીઓને એવી સજા મળવી જોઈએ કે જેને જોઈને આવા નરધામોને કંપારી છૂટી જાય. તેમને તડપાવીને ચોકમાં લાવીને મારવા જોઈએ.

બીજી તરફ બજારમાં ચા વેચતી એક મુસ્લિમ મહિલાએ પણ આરોપીઓ માટે ફાંસીની માંગ કરી. તેણે કહ્યું કે ‘આજે તે બાળકી સાથે થયું છે, કાલે અમારી દીકરીઓ સાથે પણ થઈ શકે છે.’

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં