છેલ્લા થોડા દિવસોથી ચૂંટણી પ્રક્રિયા અને ચૂંટણી પંચ વિશે એલફેલ બફાટ કરતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને (Rahul Gandhi) ચૂંટણી પંચે (Election Commission) ફરી એક વખત ફટકાર લગાવી છે અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે કાં તો તેઓ તમામ આરોપો લેખિતમાં આપીને એફિડેવિટ દાખલ કરે અથવા દેશની માફી માંગે, તેમની પાસે ત્રીજો કોઈ વિકલ્પ ઉપલબ્ધ નથી.
રવિવારે (17 ઑગસ્ટ) યોજાયેલી એક પ્રેસ કૉન્ફરન્સમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે આ વાત કહી હતી. તેમણે એ પણ સમજાવ્યું કે આખરે શા માટે રાહુલ ગાંધીને એફિડેવિટ દાખલ કરવા માટે કહેવામાં આવી રહ્યું છે.
મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું, “લોક પ્રતિનિધિત્વ કાનૂન અનુસાર, જે બધા માટે બરાબર છે, મારા માટે પણ છે, તમારા માટે પણ છે અને કોઈ પણ સાંસદ કે ધારાસભ્ય માટે પણ, જો તમે એ જ મતવિસ્તારના મતદાર હો તો તમને સમય રહેતાં ફરિયાદ કરવાની પૂરતી તક મળે છે. તમે ફોર્મ 6 ભરી શકો છો, ફોર્મ 7 કે 8 ભરી શકો છો. તમારા બૂથ લેવલ એજન્ટને પણ અધિકાર પ્રાપ્ત હોય છે કે તેઓ દસ-દસ ફોર્મ પણ બૂથ લેવલ ઑફિસરને આપી શકે છે. શરત એટલી કે તમે એ વિસ્તારના મતદાર હોવા જોઈએ.”
#WATCH | Delhi: Chief Election Commissioner Gyanesh Kumar says, "…If you are not an voter of that constituency, then you have only one option in the law and that is The Registration Of Electors Rules, rule number 20, sub-clause (3), sub-clause (b) which says that if you are not… pic.twitter.com/gRpmjM9dO6
— ANI (@ANI) August 17, 2025
તેમણે આગળ જણાવ્યું, “જો તમે આ વિધાનસભા ક્ષેત્રના મતદાર ન હો અને તમે ફરિયાદ આગળ વધારવા માંગતા હો તો એકમાત્ર વિકલ્પ હોય છે– રજિસ્ટ્રેશન ઑફ ઇલેક્ટર રૂલ્સ, રૂલ સંખ્યા 20, સબ કલોઝ (3) અને સબ ક્લોઝ (b). જે કહે છે કે, તમે જો વિસ્તારના મતદાર ન હો તો એક વિટનેસ તરીકે ફરિયાદ દાખલ કરાવી શકો છો અને ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઑફિસરને એક ઓથ આપવી પડશે, જે વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ કરી હોય તેની સામે એડમિનિસ્ટર કરાવવી પડે છે. આ કાયદો બહુ પહેલેથી બન્યો છે અને સૌ માટે બરાબર લાગુ પડે છે.”
#WATCH | Delhi: On Rahul Gandhi's allegations against ECI, Chief Election Commissioner Gyanesh Kumar says, "…An affidavit will have to be given or an apology will have to be made to the country. There is no third option. If the affidavit is not received within 7 days, it means… pic.twitter.com/AJVbxEdPja
— ANI (@ANI) August 17, 2025
મુખ્ય ચૂંટણી અધિકારીએ કહ્યું કે, “મીડિયા સમક્ષ એમ કહેવું કે જો મતદાર યાદીમાં તમારું નામ વધુ એક વખત હોય તો તમે બે વખત મતદાન કર્યું હશે અને કાયદાકીય ગુનો આચર્યો હશે. તમામ મતદારોને અપરાધી બનાવવામાં આવે અને ચૂંટણી પંચ શાંત રહે…એ સંભવ નથી. એફિડેવિટ દાખલ કરવું પડશે અથવા દેશની માફી માંગવી પડશે, ત્રીજો કોઈ વિકલ્પ નથી. જો સાત દિવસમાં એફિડેવિટ નહીં મળે તો તેનો અર્થ એ થશે કે તમામ આરોપો નિરાધાર છે. મતદારોને ફર્જી કહેનાર વ્યક્તિએ માફી માંગવી પડશે.”


