Tuesday, December 3, 2024
More
    હોમપેજગુજરાતકટ્ટર વામપંથી અને હિંદુ વિરોધી છબી ધરાવતા લેખકને 'અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-2024'માં...

    કટ્ટર વામપંથી અને હિંદુ વિરોધી છબી ધરાવતા લેખકને ‘અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-2024’માં ખાસ આમંત્રણ: સોશિયલ મીડિયામાં ભારે વિરોધ

    આ ઇવેન્ટમાં આગામી 7 ડિસેમ્બરના રોજ કટ્ટર વામપંથી અને હિંદુ વિરોધી છબી ધરાવતા વિલિયમ ડેલરિમ્પલને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે. વિલિયમ ડેલરિમ્પલ એક વિવાદાસ્પદ ઇતિહાસકાર છે. તેઓ હંમેશા ઇસ્લામિક કટ્ટરપંથનું સમર્થન કરતા નજરે પડે છે.

    - Advertisement -

    નેશનલ બુક ટ્રસ્ટ, દિલ્હી (National Book Trust) અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના (AMC) સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ગુજરાતનો સૌથી મોટો ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર (Event Centre Sabarmati Riverfront) ખાતે યોજાઈ રહ્યો છે. ગત શનિવારે (30 નવેમ્બર 2024) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ ઇવેન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. જોકે શરૂ થયાના બીજા જ દિવસે આ બુક ફેસ્ટિવલને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. રોષનું કારણ કટ્ટર વામપંથી અને હિંદુ વિરોધી તથાકથિત ઇતિહાસકાર વિલિયમ ડેલરિમ્પલને (William Dalrymple) આપવામાં આવેલું ખાસ આમંત્રણ છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર આ ઇવેન્ટમાં આગામી 7 ડિસેમ્બરના રોજ કટ્ટર વામપંથી અને હિંદુ વિરોધી છબી ધરાવતા વિલિયમ ડેલરિમ્પલને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે. વિલિયમ ડેલરિમ્પલ એક વિવાદાસ્પદ ઇતિહાસકાર છે. તેઓ હંમેશા ઇસ્લામિક કટ્ટરપંથનું સમર્થન કરતા નજરે પડે છે. વિલિયમ ડેલરિમ્પલે કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરમાં ધારા-370 (Article 370) હટાવવા બદલ પણ ભારતનો વિરોધ કર્યો હતો. તેઓ મુઘલ સામ્રાજ્યના કટ્ટર સમર્થક પણ છે અને તેનું મહિમામંડન કરતા કેલાક પુસ્તકો પણ લખ્યા છે.

    ઠેર-ઠેર પોસ્ટરોથી થઈ રહી છે જાહેરાત, લોકોએ નોંધાવ્યો વિરોધ

    નેશનલ બુક ટ્રસ્ટ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદના રસ્તાઓ પર પોસ્ટરો લગાવીને આની જાહેરાત પણ કરવામાં આવી છે. સાથે-સાથે વિવિધ સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ કરીને પણ વિલિયમ ડેલરિમ્પલને આમંત્રિત કર્યા હોવાની જાહેરાત કરી છે. આ કાર્યક્રમ 7 ડિસેમ્બરના રોજ સાંજે 7:15 વાગ્યે યોજાવાનો છે.

    - Advertisement -

    વિલિયમ ડેલરિમ્પલને ‘અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-2024’ આમંત્રણ આપવામાં આવતા સોશિયલ મીડિયામાં લોકો રોષ જતાવી રહ્યા છે અને સરકારને આમ કરવા પાછળનું કારણ પૂછી રહ્યા છે. એક હર્ષિલ નામના યુઝરે વિલિયમ ડેલરિમ્પલના ફોટાવાળા પોસ્ટરને શેર કરીને લખ્યું કે, જાણીતા મુઘલ સમર્થક અને હિંદુ વિરોધીને અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-2024માં આમંત્રણ આપવામાં આવ્યું છે. શું સરકાર દિલ્હી રમખાણોનું પુસ્તકનું પ્રકાશન અટકાવવામાં તેની ભૂમિકા અને બ્રિટેને લૂંટેલી વસ્તુઓ પરત ન આપવાની તેમની અપીલ ભૂલી ગઈ છે? શા માટે મોદી સરકારના મંત્રાલય પીએમ મોદીને નજરઅંદાજ કરી રહ્યા છે?”

    જાણીતા લેખિકા અને વક્તા શેફાલી વૈદ્યએ પણ આ વિષયને લઈને નારાજગી જતાવી છે. તેમણે X પર હર્ષિલની પોસ્ટ શેર કરતા લખ્યું છે કે, “હું આ બધાથી થાકી ચૂકી છું. દર બે મહીને ભાજપ શાસિત રાજ્યોની સરકારો કે પછી તેમના તાબામાં આવતી કલ્ચરલ મિનિસ્ટ્રી અને શિક્ષણ મંત્રાલય જેવી સંસ્થાઓ કરદાતાઓના રૂપિયે આયોજિત કાર્યક્રમમાં વિલિયમ ડેલરિમ્પલ જેવા હિંદુ દ્વેષી લોકોને આમંત્રિત કરે છે. જે લોકો તમારા પ્રત્યે ઘૃણા રાખે છે તે લોકોને સ્થાન આપવાની તમારી આટલી તીવ્ર ઈચ્છા કેમ છે મને એજ નથી સમજાઈ રહ્યું.”

    કોણ છે વિલિયમ ડેલરિમ્પલ?

    નોંધનીય છે કે વિલિયમ ડેલરિમ્પલ એક વિવાદાસ્પદ ઇતિહાસકાર છે. તેમણે હંમેશા ભારતનો અને હિંદુ ધર્મનો વિરોધ કર્યો છે. તે મુઘલોના પ્રશંસક છે અને મુઘલોના મહિમંડન કરતા કેટલાક પુસ્તકો પણ લખ્યા છે. તેમણે ભારત સરકારના જમ્મુ કાશ્મીરથી કલમ 370 હટાવવા પર પણ વિરોધ કર્યો હતો અને CAA લાગુ કરવા પર પણ તેમને વાંધો હતો. બ્રિટને ભારત પાસેથી લૂંટેલા કિંમતી વસ્તુઓના પરત આપવાના નિર્ણય કર્યો ત્યારે પણ તેમણે આમ ન કરવા અપીલ કરી હતી.

    આટલું જ નહીં, દિલ્હી હિંદુ વિરોધી રમખાણો પર વરિષ્ઠ વકીલ મોકીના અરોડા દ્વારા લખવા આવેલી ‘દિલ્હી રાયટ્સ 2020: ધ અનટોલ્ડ સ્ટોરી’નું પ્રકાશન અટકાવી દેવાનો આરોપ પણ તેમના પર લાગી ચુક્યો છે. કુખ્યાત ઇસ્લામી કટ્ટરવાદી આશિત તાસીરે તેનો ખુલાસો કર્યો હતો કે આ બ્લુમ્સબરીએ (Bloomsbury) આ પુસ્તકનું પ્રકાશન વામપંથી ટોળકીના દબાવના કારણે રદ કર્યું હતું અને તેમાં વિલિયમ ડેલરિમ્પલ દ્વારા અતિ મહત્વની ભૂમિકા ભજવવામાં આવી હતી.

    શું રહેશે અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-2024માં

    ઉલ્લેખનીય છે કે હાલ પાલડી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે યોજાઈ રહેલા અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-2024માં ભારતના છત્તીસગઢ, મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરાત, ઉત્તર પ્રદેશ, તેલંગાણા, રાજસ્થાન, બિહાર, કર્ણાટક, મધ્યપ્રદેશ, હરિયાણા, તમિલનાડુ, ઝારખંડના વિવિધ ભાગોમાંથી 147 જેટલા પ્રકાશકો, વિતરકો, પુસ્તક વિક્રેતાઓના પુસ્તકો રાખવામાં આવ્યા છે. ઇવેન્ટમાં માત્ર પુસ્તકો જ નહીં પરંતુ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 24 દેશોની બાળકોને પ્રોત્સાહિત કરે એવી 40 મિનિટથી લઈને એકથી બે કલાક સુધીની ફિલ્મો પ્રદર્શિત કરાઈ રહી છે.

    નેશનલ બુક ટ્રસ્ટની વેબસાઈટ અનુસાર 5 તબક્કામાં 100થી વધુ સાહિત્યિક સત્રો સાથે પ્રજ્ઞા શિવર (ચિલ્ડ્રન્સ પેવેલિયન), શબ્દ સંસાર (લેખકોનો કોર્નર), જ્ઞાન ગંગા (સર્જનાત્મક કાર્યશાળાઓ માટે સાહિત્યિક મંચ), આંતરરાષ્ટ્રીય સાહિત્ય. સ્ટેજ, રસોઈ સાહિત્ય સ્ટેજ (રસોઇ ઔર કિતાબ), રંગમંચ (સાંસ્કૃતિક સ્ટેજ) અને અભિક્લાપનું (ડિઝાઇન+) આયોજન અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-2024માં કરવામાં આવ્યું છે. ભારત ઉપરાંત સ્પેન, શ્રીલંકા, પોલેન્ડ, ડેનમાર્ક, સ્કોટલેન્ડ, સિંગાપોર, યુએઇના જાણીતા લેખકો પણ અલગ અલગ તબ્બકાઓમાં આ ફેસ્ટિવલમાં ભાગ લઈ રહ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં