મહારાષ્ટ્ર અને ઝારખંડ સાથે ગુરુવારે (21 નવેમ્બર) ઉત્તર પ્રદેશ, પંજાબ, કેરળ અને ઉત્તરાખંડની અમુક વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી પણ યોજાઈ હતી. જેમાં UPમાં અમુક ઠેકાણે ઘર્ષણના સમાચારો સામે આવ્યા અને તેને લઈને વિપક્ષી પાર્ટીઓએ પોતાના એજન્ડા ચલાવવાના પણ પ્રયાસ કર્યા. આ બધાની વચ્ચે ભાજપ ધારાસભ્ય શલભમણિ ત્રિપાઠીએ (Shalabh Mani Tripathi) એક યાદી જાહેર કરી, જેમાં મોરાદાબાદમાં (Moradabad) સક્રિય પત્રકારોનાં નામ છે.
આ યાદીમાં ખાસ બાબત એ છે કે તમામ પત્રકારો મુસ્લિમ સમુદાયમાંથી આવે છે. ત્રિપાઠીએ આને ‘મીડિયા જેહાદ’ ગણાવ્યો.
તેઓ X પર લખે છે, “કાપકૂપ કરેલા વિડીયો અને તસવીરો મારફતે UP પેટાચૂંટણીમાં જે મોરાદાબાદથી સૌથી વધુ જુઠ્ઠાણું ફેલાવવામાં આવ્યું, ત્યાં કવરેજ કરતા પત્રકારોની સૂચિ પણ જોઈ લો.” ત્યારબાદ તેમણે લખ્યું- ‘મીડિયા જેહાદ.’
कंटे छंटे वीडियो व तस्वीरों के जरिए यूपी उपचुनाव में जिस मुरादाबाद से सर्वाधिक झूठ फैलाया गया, वहां कवरेज कर रहे पत्रकारों की सूची भर देख लीजिए !! #मीडियाजिहाद pic.twitter.com/YZ0F6OlpKF
— Dr. Shalabh Mani Tripathi (@shalabhmani) November 21, 2024
યાદીમાં ન્યૂઝ18, રિપબ્લિક ભારત વગેરે મેઈનસ્ટ્રીમ મીડિયાની ચેનલોથી માંડીને સ્થાનિક અખબારો અને ચેનલોનાં અને તેમને ત્યાં કામ કરતા પતરકારોનાં નામ છે. PTI, IANS જેવી ન્યૂઝ એજન્સીઓમાં પણ સમુદાય વિશેષના પતરકારોનાં નામ છે. યાદીમાં કુલ 32 નામો છે, જે તમામ મુસ્લિમ સમુદાયનાં છે. ઉપરાંત, એમ પણ કહેવામાં આવ્યું કે, મોરાદાબાદમાં 100થી વધુ મુસ્લિમ યુટ્યુબરો પણ સક્રિય છે.
નોંધવું જોઈએ કે આ પહેલાં શલભમણિએ બહરાઈચના પત્રકારોની એક યાદી જાહેર કરી હતી, જેમાં પણ મેઈનસ્ટ્રીમ મીડિયાથી લઈને નાના-મોટાં મીડિયા સંસ્થાનોમાં તમામ મુસ્લિમ પત્રકારો જ હતા. આ એ સમય હતો, જ્યારે દુર્ગા પૂજા વિસર્જન દરમિયાન બહરાઈચમાં મુસ્લિમ ટોળાએ હિંદુઓ પર હુમલો કરી દીધો હતો અને એક રામગોપાલ મિશ્રા નામના યુવાનની હત્યા થઈ હતી.
बहराइच से ख़बरें भेज रहे पत्रकारों के नाम भर पढ लीजिये,समझ आ जाएगा कि ख़बरें कितनी निष्पक्ष व सच्ची हैं,यूट्यूबरों की जमात अलग से जुटी है,पूरा सिस्टम ही भिड़ा है दंगाइयों को बचाने में,झूठ फैलाने में !! pic.twitter.com/5JcFGYdfzn
— Dr. Shalabh Mani Tripathi (@shalabhmani) October 14, 2024
યાદી જાહેર કરતાં ત્રિપાઠીએ X પર લખ્યું હતું કે, બહરાઈચથી સમાચાર મોકલતા પત્રકારોનાં નામ વાંચી લો, સમજાય જશે કે સમાચારો કેટલા નિષ્પક્ષ અને સાચા છે. યુટ્યુબરોની જમાત અલગથી લાગેલી છે. ઉપદ્રવીઓને બચાવવા માટે અને જુઠ્ઠાણું ફેલાવવા માટે આખી એક સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે.”
તેમણે રામગોપાલ વિશે કહ્યું હતું કે, તેનો લીલો ઝંડો ઉતારવાનો વિડીયો તો સામે આવ્યો, પણ તેનાથી બરાબર પહેલાં એ જ ઘરથી દુર્ગા પ્રતિમા પર હુમલા, પથ્થરમારો અને ફાયરિંગ અને ગોપાલની નૃશંસ હત્યાનો વિડીયો કેમ ગાયબ કરી દેવામાં આવ્યો, તેનો જવાબ બહરાઈચના પત્રકારોની આ યાદીમાં મળી જશે.