Wednesday, November 20, 2024
More
    હોમપેજદુનિયાપાંચ દાયકા બાદ ગુયાના પહોંચ્યા ભારતીય વડાપ્રધાન, પ્રોટોકોલ તોડીને મંત્રીઓ સાથે આવકારવા...

    પાંચ દાયકા બાદ ગુયાના પહોંચ્યા ભારતીય વડાપ્રધાન, પ્રોટોકોલ તોડીને મંત્રીઓ સાથે આવકારવા પહોંચ્યા રાષ્ટ્રપતિ ઈરફાન અલી: પીએમ મોદીને સર્વોચ્ચ સન્માન પુરસ્કાર પણ એનાયત કરશે

    PM મોદીની ગુયાના મુલાકાત પર ભારતીય રાજદૂત અમિત એસ તેલંગે કહ્યું કે, "વડાપ્રધાનની મુલાકાત ગુયાના અને ભારત બંને માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારતના વડાપ્રધાન છેલ્લા 5 દાયકા, એટલે કે 56 વર્ષ પછી અહીં મુલાકાત માટે આવ્યા છે. બંને દેશો વચ્ચે વર્ષો સારા સંબંધો છે."

    - Advertisement -

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) બુધવારે (20 નવેમ્બર) દક્ષિણ અમેરિકાના ગુયાના (Guyana) પહોંચ્યા હતા. છેલ્લા 56 વર્ષમાં પ્રથમ વખત કોઈ ભારતીય વડાપ્રધાન આ દેશની મુલાકાતે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યોર્જટાઉન પહોંચ્યા ત્યારે રાષ્ટ્રપતિ ઈરફાને (Dr. Mohamed Irfaan Ali) એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. તેઓ PM મોદીને ભેટી પડ્યા હતા, જેનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. ગુયાનાના રાષ્ટ્રપતિની સાથે એક ડઝનથી વધુ કેબિનેટ મંત્રીઓ પણ PM મોદીનું સ્વાગત કરવા હાજર રહ્યા હતા.

    નોંધનીય છે કે, PM મોદી ગુયાનાના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય બેઠકમાં ભાગ લેવાના છે. ઉપરાંત તેઓ ગુયાના સંસદની વિશેષ બેઠકને પણ સંબોધિત કરવાના છે. PM મોદીએ તેમનું સ્વાગત કરવા બદલ સોશિયલ મીડિયા માધ્યમ X પર પોસ્ટ કરીને ગુયાનાના રાષ્ટ્રપતિ ડૉ. ઈરફાન અલી અને વડાપ્રધાન માર્ક એન્થોની ફિલિપ્સનો આભાર માન્યો હતો.

    PM મોદીની ગુયાના મુલાકાત પર ભારતીય રાજદૂત અમિત એસ તેલંગે કહ્યું કે, “વડાપ્રધાનની મુલાકાત ગુયાના અને ભારત બંને માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારતના વડાપ્રધાન છેલ્લા 5 દાયકા, એટલે કે 56 વર્ષ પછી અહીં મુલાકાત માટે આવ્યા છે. બંને દેશો વચ્ચે વર્ષો સારા સંબંધો છે. જે ઐતિહાસિક રીતે પણ ખૂબ જ મજબૂત છે.” તેમણે એમ પણ કહ્યું હતું કે, વડાપ્રધાનની ગુયાનાની મુલાકાત બંને દેશો વચ્ચે વર્ષોથી અસ્તિત્વમાં રહેલી ગાઢ મિત્રતાને બતાવવા માટે પૂરતી છે.

    - Advertisement -

    તેમણે ગુયાનામાં વધી રહેલ ભારતીયો અંગે વાત કરતા કહ્યું હતું કે, “ગુયાનામાં ભારતીય સમુદાયની સંખ્યા વધી રહી છે. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વિવિધ વ્યવસાયોમાં કામ કરતા લોકો ઉપરાંત વેપાર અને વાણિજ્ય સાથે સંકળાયેલા ઘણા લોકોનો સમાવેશ થાય છે. વડાપ્રધાનની આ મુલાકાતને લઈને બંને દેશોના લોકો ખૂબ જ ઉત્સાહિત છે.”

    આ દરમિયાન જ PM મોદીને વધુ 2 રાષ્ટ્રોના સર્વોચ્ચ સન્માન મળવા જઈ રહ્યા છે. ગુયાના PM મોદીને ‘ધ ઓર્ડર ઑફ એક્સેલન્સ’ એનાયત કરશે, જે ત્યાંનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે. જ્યારે બાર્બાડોઝ તેમને ‘ઓર્ડર ઑફ ફ્રીડમ ઑફ બાર્બાડોઝ’થી સન્માનિત કરશે. નોંધનીય છે કે ગુયાના પહોંચતા પહેલાં PM મોદીને નાઇજીરીયાએ તેનું સર્વોચ્ચ સન્માન ‘ગ્રાન્ડ કમાન્ડર ઑફ ધ ઓર્ડર ઑફ ધ નાઇજર’ (GCON) એનાયત કર્યું હતું.

    ઉલ્લેખનીય છે કે, ભૌગોલિક રીતે નાના દેશો સાથે પણ ભારત તેમના સબંધો મજબૂત બનાવી રહ્યું છે. તથા ભારતના PM મોદી આવા નાના દેશોની પણ મુલાકાત લઇ રહ્યા છે. આ અગાઉ ગત વર્ષે જયારે PM મોદી પાપુઆ ન્યૂ ગિની પહોંચ્યા હતા, ત્યારે તે દેશે તેની વર્ષો જૂની સૂર્યાસ્ત પછી કોઈનું સ્વાગત ન કરવાની પરંપરા તોડીને પણ PM મોદીનું સ્વાગત કર્યું હતું. દરમિયાન પાપુઆ ન્યૂ ગિનીના વડાપ્રધાન જેમ્સ મારાપેએ PM મોદીના ચરણસ્પર્શ કરી તેમનું સ્વાગત પણ કર્યું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં