Tuesday, November 19, 2024
More
    હોમપેજગુજરાત'હાય રે બાબર.. હાય હાય'ના સૂત્રોચ્ચાર સાથે ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની અંતિમયાત્રા:...

    ‘હાય રે બાબર.. હાય હાય’ના સૂત્રોચ્ચાર સાથે ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની અંતિમયાત્રા: વડોદરા પોલીસે વસીમ, સલમાન અને મહેબૂબને પણ ઝડપ્યા; હત્યારાના હતા સાગરીતો

    અંતિમયાત્રા મુસ્લિમ બાહુલ્ય વિસ્તારમાંથી પસાર થતાં લોકોએ 'હાય રે બાબર.. હાય હાય'ના સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. આ ઉપરાંત 'જય શ્રીરામ'ના નારા લાગ્યા હોવાનું પણ સામે આવ્યું છે. યાત્રામાં સામેલ હિંદુ સમાજના લોકોએ 'જય શ્રીરામ'ના નારા લગાવ્યા હતા.

    - Advertisement -

    વડોદરા (Vadodara) શહેર ભાજપના પૂર્વ કોર્પોરેટર (Former corporator of BJP) રમેશ પરમારના પુત્ર તપન પરમારની ઘાતકી હત્યા (Murder) બાદ પોલીસે તરત જ આરોપી બાબર પઠાણની (babar Pathan) ધરપકડ કરી લીધી હતી. આ સાથે જ અન્ય પણ 5 આરોપીઓને દબોચી લેવામાં આવ્યા હતા. જેમાં વસીમ, મહેબૂબ અને સલમાન પઠાણનો પણ સમાવેશ થાય છે. ઘાતકી હત્યા બાદ ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની અંતિમયાત્રા પણ કાઢવામાં આવી હતી. જેમાં હજારોની સંખ્યામાં હિંદુ સમાજના લોકો જોડાયા હતા. અંતિમયાત્રામાં ‘હાય રે બાબર.. હાય હાય..’ના સૂત્રોચ્ચાર પણ સાંભળવા મળ્યા હતા.

    મંગળવારે (19 નવેમ્બર) સવારે ભાજપના પૂર્વ કોપોરેટરના પુત્રની અંતિમયાત્રા નીકળી હતી. અંતિમયાત્રા મુસ્લિમ બાહુલ્ય વિસ્તારમાંથી પસાર થતાં લોકોએ ‘હાય રે બાબર.. હાય હાય’ના સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. આ ઉપરાંત ‘જય શ્રીરામ’ના નારા લાગ્યા હોવાનું પણ સામે આવ્યું છે. યાત્રામાં સામેલ હિંદુ સમાજના લોકોએ ‘જય શ્રીરામ’ના નારા લગાવ્યા હતા. અંતિમયાત્રામાં ઉપસ્થિત રહેલા વિધાનસભા દંડક બાલકૃષ્ણ શુક્લએ આ ઘટનાને લઈને નિવેદન પણ આપ્યું હતું.

    તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં જ્યાં પણ દબાણો ઊભા કરવામાં આવ્યા છે, તેને તોડી પાડવા જોઈએ. તેમણે કહ્યું કે, “દબાણો મુદ્દે કોઈ શરમ રાખવી જોઈએ નહીં. બાબરનું ઘર પણ દબાણમાં છે કે કેમ તે પાલિકાનો વિષય છે. સરકાર આરોપી સામે કડક કાર્યવાહી કરવા પ્રતિબદ્ધ છે. હત્યાના તમામ આરોપીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.” હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી હોવાનું સામે આવ્યું છે.

    - Advertisement -

    પોલીસની હાજરીમાં થઈ હતી હત્યા, 2 પોલીસકર્મીઓ સસ્પેન્ડ

    નોંધવા જેવું છે કે, રવિવાર (17 નવેમ્બર)ની રાત્રે વડોદરાના નાગરવાડા વિસ્તારમાં કેટલાક યુવાનો વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના મહોલ્લામાં રહેતા વિક્રમ અને ભયલુ નામના બે યુવાનોને ઇજા પહોંચી હતી. બાબર પઠાણ નામના યુવાન સાથે ઝઘડો થયો હતો, જે બાદ તે યુવાને તેના સાગરીતો સાથે મળીને વિક્રમ અને ભયલુ પર છરા ઝીંકી દીધા હતા. જેથી મોટી સંખ્યા ત્યાં લોકો એકઠા થઈ ગયા હતા. ઘટના બાદ તરત જ બંને યુવકોને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સાથે જ ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમાર અને તેમનો પુત્ર તપન પરમાર પણ હોસ્પિટલ પહોંચી ગયા હતા.

    ત્યારબાદ રમેશ પરમારે તેમના પુત્ર તપનને ત્યાં મદદ માટે રહેવા કહ્યું હતું અને તેઓ પોતાના ઘર માટે રવાના થયા હતા. આ પછી પોલીસ પણ બાબર પઠાણને લઈને હોસ્પિટલમાં મેડિકલ માટે આવી હતી, તે જ સમયે બાબર પઠાણે પોલીસની હાજરીમાં જ તપન પરમારને છરાના ઘા ઝીંકી દીધા હતા. જે બાદ તપન પરમાર ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યો હતો. રમેશ પરમારે જણાવ્યું હતું કે, આરોપી બાબર પઠાણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તે વિસ્તારમાં તેનો ભારે આતંક પણ છે. આ સાથે જ મૃતક તપનના મિત્રએ જણાવ્યું હતું કે, “વિક્રમ અને ભયલુને હોસ્પિટલમાં લાવ્યા બાદ બાબરને પણ પોલીસ પ્રોટેક્શનમાં હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. જે દરમિયાન આ ઘટના બની હતી.”

    આ ઘટના બાદ મૃતકના પરિવારજનોએ પોલીસ પર પણ સવાલો ઉઠાવ્યા હતા અને પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને તંત્રએ કોન્સ્ટેબલ હાર્દિક સિંગ અને SLRDના જવાન હિતેન્દ્રને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી દીધા હતા. આ બંને કર્મચારીઓ વિરુદ્ધ ફરજ પર બેદરકારીને લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાલ પણ આ ઘટનાને લઈને તપાસ ચાલી રહી હોવાનું સામે આવ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં