કેરળમાં (Kerala) એમ્બ્યુલન્સનો (Ambulance) રસ્તો રોકવા બદલ એક વ્યક્તિનું લાઇસન્સ રદ કરવામાં આવ્યું હતું અને તેને ₹2.5 લાખનો દંડ (Fine) પણ ફટકારવામાં આવ્યો હતો. એમ્બ્યુલન્સને અટકાવવાની સમગ્ર ઘટના એમ્બ્યુલન્સમાં લાગેલા કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટના 10 દિવસ પહેલાની હોવાનું સામે આવ્યું હતું. એમ્બ્યુલન્સના કેમેરામાં કેદ થયેલ ફૂટેજનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો, જે વિડીયોના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
અહેવાલો અનુસાર સમગ્ર ઘટના 7 નવેમ્બરની છે. કેરળના ચલાકુડીમાં આવેલી થ્રિસુર મેડિકલ કોલેજ તરફ જઈ રહેલ ઈમરજન્સી વાહનનો, એમ્બ્યુલન્સ, રસ્તો રોકવામાં આવ્યો હતો. એમ્બ્યુલન્સમાં કેદ થયેલ ફૂટેજ અનુસાર એમ્બ્યુલન્સનો ડ્રાઈવર સતત હોર્ન મારીને રસ્તો કરવા સૂચન કરી રહ્યો છે. છતાં આગળ ચાલી રહેલ કારચાલક એમ્બ્યુલન્સને રસ્તો આપતો નથી.
A car owner in Kerala has been fined Rs/- 2.5 Lakh and their license has been cancelled for not giving away the path for an ambulance. pic.twitter.com/GwbghfbYNl
— Keh Ke Peheno (@coolfunnytshirt) November 17, 2024
પેરામેડિક્સ દ્વારા શેર કરાયેલ ડેશકેમ ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે. આ ફૂટેજ અનુસાર એમ્બ્યુલન્સ એક સાંકડા, બે-લેન રોડ પર જઈ રહી હતી. હોસ્પિટલ તરફ જતી એમ્બ્યુલન્સનો ડ્રાઈવર લગભગ બે મિનિટથી વધુ સુધી સાઈડ આપવા માટે આગળ જઈ રહેલ સિલ્વર મારુતિ સુઝુકી સિઆઝને (Ciaz) હોર્ન મારી રહ્યો હતો.
એમ્બ્યુલન્સ ડ્રાઈવર વારંવાર હોર્ન વગાડતો અને સાયરન વગાડતો હોવા છતાં સિયાઝ ડ્રાઈવર એમ્બ્યુલન્સને આગળ જવા દેતો નથી અને 2 મિનીટ સુધી તેનો રસ્તો અટકાવે છે. પુરાવા સ્વરૂપ આ વિડીયો સામે આવ્યા પછી કેરળ પોલીસે ઝડપથી કાર્યવાહી કરી અને મોટરચાલક સામે નિર્ણાયક પગલાં લીધા હતા. પોલીસને સમગ્ર ઘટનાની જાણ થતા સિયાઝ કર ચાલકનું લાઇસન્સ રદ કરવામાં આવ્યું હતું અને તેને ₹2.5 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.