ખાલિસ્તાની આતંકવાદીની હત્યા મુદ્દે ભારત અને કેનેડા વચ્ચે ચાલતા રાજદ્વારી તણાવ વચ્ચે હવે કેનેડામાં સ્થિત બ્રેમ્પટન શહેરમાં (Brampton) ખાલિસ્તાનીઓએ (Khalistanis) એક હિંદુ મંદિરને નિશાન બનાવીને શ્રદ્ધાળુઓ સાથે મારપીટ કરી હતી, જે ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.
આ ઘટના બ્રેમ્પટનના હિંદુ સભા મંદિરમાં બની. જેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર ફરતો થયો છે. જેમાં ખાલિસ્તાનીઓ હાથમાં તેમના પીળા ઝંડા લઈને મંદિર પરિસરમાં ઘૂસી જતા જોવા મળે છે તો અમુક હિંદુ શ્રદ્ધાળુઓ પર ડંડા સાથે મારપીટ પણ કરતા દેખાય છે.
કેનેડાના હિંદુ સાંસદ ચંદ્ર આર્યાએ X પર એક વિડીયો પોસ્ટ કરીને લખ્યું કે, “કેનેડાના ખાલિસ્તાની કટ્ટરપંથીઓ આજે એક સીમા વટાવી ગયા. બ્રેમ્પટનમાં હિંદુ સભા મંદિરના પરિસરમાં ખાલિસ્તાનીઓ દ્વારા હિંદુ-કેનેડિયન ભક્તો પર હુમલો દર્શાવે છે કે કેનેડામાં ખાલિસ્તાની હિંસા અને કટ્ટરપંથ કેટલી હદ સુધી મૂળિયાં જમાવી ચૂક્યાં છે.”
A red line has been crossed by Canadian Khalistani extremists today.
— Chandra Arya (@AryaCanada) November 3, 2024
The attack by Khalistanis on the Hindu-Canadian devotees inside the premises of the Hindu Sabha temple in Brampton shows how deep and brazen has Khalistani violent extremism has become in Canada.
I begin to feel… pic.twitter.com/vPDdk9oble
તેમણે લખ્યું કે, “કેનેડામાં ‘અભિવ્યક્તિની સ્વતંત્રતા’ના નામે ખાલિસ્તાની કટ્ટરપંથીઓને ફ્રી પાસ મળી જાય છે. આગળ હિંદુઓને સંબોધીને તેમણે કહ્યું કે, સમુદાયે પોતાની સુરક્ષા અને સલામતી માટે પોતાના હકો મેળવવા આગળ આવવું પડશે અને રાજકારણીઓને જવાબદેહ ઠેરવવા પડશે.”
બીજી તરફ, કેનેડાની સ્થાનિક પોલીસે આ હિંસાને ‘વિરોધ પ્રદર્શન’માં ખપાવી દીધી છે. જોકે સાથે કહ્યું હતું કે હિંસા, હિંસાત્મક વ્યવહાર અને તોડફોડ વગેરે સામે તપાસ કરવામાં આવશે. આગળ કહેવામાં આવ્યું કે, તેઓ હાલ બંદોબસ્ત વધારી રહ્યા છે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિરુદ્ધ પગલાં લેવામાં આવશે. જોકે, નિવેદનમાં ખાલિસ્તાની કટ્ટરપંથીઓનો કોઈ ઉલ્લેખ નથી.
અહીં ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં અનેક વખત કેનેડામાં ખાલિસ્તાની કટ્ટરપંથીઓએ હિંદુ મંદિરોને નિશાન બનાવ્યાં છે અને મોટાભાગના કિસ્સાઓમાં મંદિરની બહાર આપત્તિજનક લખાણ લખવામાં આવ્યાં હતાં. ક્યારેક વડાપ્રધાન મોદી વિશે અભદ્ર ભાષાનો પ્રયોગ કરવામાં આવે છે તો ક્યારેક કેનેડામાં વસતા હિંદુઓ માટે ઘસાતું લખવામાં આવે છે.
આ પ્રથમ વખત બન્યું છે કે ખાલિસ્તાનીઓ મંદિરમાં ઘૂસી ગયા હોય અને હિંદુઓ સાથે મારપીટ કરી હોય. ભારત ઘણા સમયથી કેનેડાની સરકાર પર ભારતવિરોધી ખાલિસ્તાની તત્વોને શરણ આપવાનો આરોપ લગાવી ચૂક્યું છે. બીજી તરફ, કેનેડા આ બાબતે કાયમ મૌન જોવા મળે છે પરંતુ હકીકત શું છે તે આજે દેખાય રહ્યું છે.