Friday, November 1, 2024
More
    હોમપેજરાજકારણ‘મહિલા હુ, માલ નહીં’- શિવસેના નેતા શાઈના એનસીએ UBTના નેતા અરવિંદ સાવંતનો...

    ‘મહિલા હુ, માલ નહીં’- શિવસેના નેતા શાઈના એનસીએ UBTના નેતા અરવિંદ સાવંતનો ઉધડો લીધો: કહ્યું- જેમના માટે પ્રચાર કર્યો હતો તેમની છતી થઇ માનસિકતા; નોંધાવી FIR

    શાઈનાએ કહ્યું કે, “જયારે તમે ‘માલ’ જેવા શબ્દોનો પ્રયોગ કર્યો છો ત્યારે તમારી વિકૃત માનસિકતા તો સ્પષ્ટ થાય છે જ પરંતુ ‘મહાવિનાશ આઘાડી’ 20 તારીખે કેવી રીતે ‘બેહાલ’ થવાનું છે એ પણ દેખાઈ રહ્યું છે.”

    - Advertisement -

    મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી (Maharashtra Legislative Election) નજીક આવી રહી છે ત્યારે પ્રચાર પણ જોરશોરથી ચાલી રહ્યો છે. જોકે આ દરમિયાન જ શિવસેના UBTના સાંસદ અરવિંદ સાવંતે (Arvind Sawant) એવું નિવેદન આપ્યું જે કદાચ સમગ્ર મહિલા જાતિ માટે અપમાનજનક છે. તેમણે શિંદે જૂથના નેતા શાઈના એનસી (Shaina NC) માટે વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ‘હમારે યહાં ચુનાવ મેં ઈમ્પોર્ટેડ ‘માલ’ નહીં ચલતા, ઓરિજીનલ માલ ચલતા હૈ’. આ મામલે શાઈનાએ જવાબ આપ્યો હતો કે, ‘મહિલા હુ, માલ નહીં’

    ઉલ્લેખનીય છે કે શાઈના એનસી ભાજપના પ્રવક્તા હતા પરંતુ શિવસેનામાંથી મુંબાદેવી સીટની ટિકિટ મળતા તેમણે ભાજપ છોડી દીધું છે. આ જ સીટ પરથી મહાવિકાસ આઘાડીએ અમીન પટેલને ઉમેદવાર બનાવ્યા છે. શાઈના ફેશન ડિઝાઈનર હોવાના કારણે ગ્લેમર વર્લ્ડની ચર્ચિત વ્યક્તિ પણ છે. શિવસેના UBTના નેતાએ તેમના માટે અપમાનજનક શબ્દોનો પ્રયોગ કરતા વિવાદ સર્જાયો હતો.

    દરમિયાન અરવિંદ સાવંતે મીડિયા વાતચીતમાં શાઈના એનસી માટે એવું નિવેદન આપ્યું હતું કે, “તેમની હાલત તો જોવો, તે જીવનભર ભાજપમાં રહી અને ટિકિટ મળી શિવસેનામાંથી. અહિયાં ઈમ્પોર્ટેડ માલ નથી ચાલતો, ઓરિજીનલ માલ ચાલે છે. અમીન પટેલ જ ઓરિજીનલ ઉમેદવાર છે.” તેમનું આ નિવેદન સાંભળી તેમની સાથેના બાકીના નેતાઓ પણ હસવા લાગ્યા હતા.

    - Advertisement -

    ‘મહિલા હુ, માલ નહીં’

    ત્યારે આ મામલે શાઈનાએ સોશિયલ મીડિયા માધ્યમ X પર પોસ્ટ કરી જવાબ આપ્યો હતો અને લખ્યું હતું કે, ‘મહિલા હુ, માલ નહીં.’

    શાઈના એનસીએ મીડિયા સાથેની વાતચીત દરમિયાન સાવંતનો ઉધડો લીધો હતો. તેમણે કહ્યું હતું કે, “એક તરફ એકનાથ શિંદેની લાડકી બેહન યોજના (Ladli Behna Yojana) છે, બીજી બાજુ પ્રધાનમંત્રી ઉજ્જવલા, મુદ્રા બેંકિંગ, આવાસ યોજના છે, જ્યાં મહિલાઓ સશક્ત થાય છે. દ્રૌપદી મુર્મુ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બને છે અને બીજી બાજુ ‘મહાવિનાશ અઘાડી’ના અરવિંદ સાવંત મારા જેવી પ્રોફેશનલ મહિલાને ‘ઇમ્પોર્ટેડ માલ’ કહે છે.”

    ‘મુંબાદેવીથી તો ડરો’

    તેમણે આગળ કહ્યું કે, “મને લાગે છે કે, ‘માલ’ જેવા શબ્દથી મહિલાઓનું જે ઓબ્જેક્ટીફિકેશન કરવામાં આવ્યું ત્યાં તેમની માનસિકતા અને વિચારો પ્રદર્શિત થાય છે. ત્યાં હાજર કોંગ્રેસના ધારાસભ્ય અમીન પટેલ હસી રહ્યા છે તેમણે કાયદાકીય રીતે નાગપાડા પોલીસ સ્ટેશન જઈને માફી માંગવી પડશે. એટલું ચોક્કસ કહીશ કે મા મુંબાદેવીથી તો ડરો.”

    આગળ શાઈનાએ કહ્યું કે, “જયારે તમે ‘માલ’ જેવા શબ્દોનો પ્રયોગ કર્યો છો ત્યારે તમારી વિકૃત માનસિકતા તો સ્પષ્ટ થાય છે જ પરંતુ ‘મહાવિનાશ આઘાડી’ 20 તારીખે કેવી રીતે ‘બેહાલ’ થવાનું છે એ પણ દેખાઈ રહ્યું છે.” તેમણે એમ પણ કહ્યું કે “આ એ જ અરવિંદ સાવંત છે જેમના માટે 2014, 2019માં મે એક લાડકી બહેનના રૂપમાં પ્રચાર કર્યો હતો.”

    ક્યાં છે ઉદ્ધવ, શરદ અને નાના પટોળે?- શાઈના

    તેમણે કહ્યું કે, “તેમની મન:સ્થિતિ, તેમની માનસિકતા, તેમના વિચાર કે આ મહિલા ‘માલ’ છે… ‘માલ’ નો અર્થ ‘આઈટમ’. હું તમને કહેવા માંગું છું અરવિંદ સાવંતજી, તમે જે શબ્દનો પ્રયોગ કર્યો ‘માલ’ આ જ વોટર્સ તમને ‘બેહાલ’ કરશે. તમને 20 નવેમ્બરે ખબર પડશે કે તમે એક સક્ષમ મહિલાનું સન્માન નથી કરી શકતા, શબ્દોનો દુરુપયોગ કરો છો અને એક મહિલા માટે ‘માલ’ શબ્દનો ઉપયોગ કરો છો… ત્યારે ક્યાં છે નાના પટોળે, ક્યાં છે ઉદ્ધવ ઠાકરે, ક્યાં છે શરદ પવાર?”

    ઉલ્લેખનીય છે કે શાઈના એનસીએ અરવિંદ સાવંત વિરુદ્ધ નાગપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાની હોવાના અહેવાલ પણ સામે આવ્યા હતા. તેઓ શિવસેનાના અન્ય નેતા અને કાર્યકર્તાઓ સાથે નાગપાડા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ત્યાં ‘અરવિંદ સાવંત હાય હય’ તથા ‘અરવિંદ સાવંત માફી માંગો’ એવા સુત્રોચ્ચાર પણ કર્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં