બાંગ્લાદેશના (Bangladesh) ચટગાંવ (Chittagong) સ્થિત ઐતિહાસિક લાલ દીઘી (Lal Dighi ground) મેદાનમાં તાજેતરમાં જ પ્રતાડિત હિંદુ સમુદાયોએ કટ્ટરપંથીઓના ત્રાસ વિરુદ્ધ પ્રદર્શનો કર્યાં હતાં. હવે આ પ્રદર્શનોથી હિંદુઓના અવાજને સાંભળવાના બદલે તેમની વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. બાંગ્લાદેશમાં યુનુસ સરકાર દ્વારા કટ્ટરપંથીઓની પ્રતાડનાનો વિરોધ કરી રહેલા હિંદુઓ વિરુદ્ધ દેશદ્રોહના કેસ સહિતની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, હિંદુઓ વિરુદ્ધ થઇ રહેલા અત્યાચારો વિરુદ્ધમાં આ વિરોધ પ્રદર્શન આયોજિત કરનાર સંસ્થા ‘સનાતન જાગરણ મંચ’ (SJM)ના કાર્યકર્તાઓ વિરુદ્ધ બાંગ્લાદેશ સરકારની પોલીસે હવે દેશદ્રોહ સહિતના ગુના નોંધવાનું શરૂ કરી દીધું છે. બાંગ્લાદેશી પોલીસે અત્યાર સુધીમાં SJMના 19 હિંદુ કાર્યકર્તાઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. આ કેસ બુધવારે (30 ઑક્ટોબર, 2024) નોંધવામાં આવ્યા હતા.
ચટગાંવમાં આ રેલી 25 ઓકટોબરના રોજ આયોજિત કરવામાં આવી હતી. આ રેલીમાં ઇસ્લામી કટ્ટરપંથીઓથી પ્રતાડિત હિંદુ સમુદાય મોટી સંખ્યામાં જોડાયો હતો. સભા બાદ ફિરોઝ ખાન નામના એક વ્યક્તિએ પોલીસને SJMના પ્રવક્તા ચિન્મય કૃષ્ણ બ્રહ્મચારી, ઇસ્કોન મંદિરના પૂજારી લીલરાજ દાસ બ્રહ્મચારી અને અન્ય લોકો વિરુદ્ધ ફરિયાદ આપી હતી. ફરિયાદ મળતાંની સાથે જ બાંગ્લાદેશની પોલીસ હરકતમાં આવી હતી.
Bangladesh Police registered a frivolous sedition case against Sri Chinmoy, who led a huge rally over impunity of communal attackers under reign of @ChiefAdviserGoB.
— Bangladesh Perspectives (@bdperspectives) October 30, 2024
The rights activist who has been very much vocal against wave of violence inflicted on minorities listed as… pic.twitter.com/Utgfx6nAEg
પ્રાપ્ત માહિતી અનુસાર, ફિરોઝે આ હિંદુઓ પર ચટગાંવના ન્યુ માર્કેટ ચોક પર કથિત રીતે ભગવો ધ્વજ લગાવવાને લઈને આપત્તિ વ્યક્ત કરી હતી. તેણે આરોપ લગાવ્યો છે કે ચોક પર ભગવો ધ્વજ લગાવીને રાષ્ટ્રધ્વજનું અપમાન કરવામાં આવ્યું છે. તેની આ ફરિયાદ બાદ પોલીસે FIR દાખલ કરી દીધી હતી.
પોલીસે જે લોકો વિરુદ્ધ FIR નોંધી છે, તેમાં અજય દત્તા, ગોપાલ દાસ ટીપુ, કથક દાસ, અમિત ધર, રોની દાસ, રાજીવ દાસ, કૃષ્ણ કુમાર દત્ત, જીકુ ચૌધરી, ન્યુટન ડે, તુષાર ચક્રવર્તી, મિથુન ડે, રુપન ધર, રીમોન દત્ત, સુકાંત દાસ અને વિશ્વજીત ગુપ્તાને આરોપી બનાવવામાં આવ્યા છે. આ મામલે હાલ બે લોકોની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. સ્થાનિક હિંદુઓનું કહેવું છે કે બાંગ્લાદેશની પોલીસ સંપૂર્ણ કટ્ટરપંથીઓના તાબામાં છે અને તેમણે રાજેશ ચૌધરી અને હ્રદય દાસ નામના બે હિંદુઓને જેલમાં પણ ધકેલી દીધા છે.
The Sanatani is holding a rally at the historic Cheragi Pahar intersection in Chittagong district of Bangladesh protesting the false sedition case filed against 18 named and numerous unnamed Sanatani people by the anti-Sanatan group to curtail the rights of the Sanatani people. pic.twitter.com/AGVBjvlbkJ
— SATYAM SANGHA (@BangladeshVedic) October 31, 2024
મંદિરો, દુકાનો અને અન્ય વ્યવસાયોને નિશાનો બનાવવામાં આવી રહ્યા છે. બાંગ્લાદેશમાં યુનુસ સરકારે કટ્ટરપંથીઓની પ્રતાડનાનો વિરોધ કરી રહેલા હિંદુઓ વિરુદ્ધ દેશદ્રોહના કેસ સહિતની કાયદાકીય કાર્યવાહી શરૂ કરી દીધી છે. હિંદુઓ વિરુદ્ધ બાંગ્લાદેશની અખંડિતતાને તોડવા અને ‘દેશની સંપ્રભુતાને નબળી પાડવા તેમજ અશાંતિ ઉભી કરવા’ ઉપરાંત બાંગ્લાદેશના રાષ્ટ્રધ્વજનું અપમાન કરવાના કેસમાં આરોપી બનાવી દેવામાં આવ્યા છે.
હિંદુઓ વિરુદ્ધ જાણીજોઈને કરવામાં આવેલી ફરિયાદો, દાખલ કરવામાં આવેલી FIR અને 2 હિંદુઓની ધરપકડ બાદ હિંદુ સમુદાયે ચટગાંવમાં એક ચોક પર સરકાર વિરુદ્ધ રેલી કાઢી હતી. આટલું જ નહીં, શુક્રવારે (1 નવેમ્બર, 2024) SJM 65 જિલ્લાઓમાં પ્રદર્શન પણ કરશે તેવી ઘોષણા કરવામાં આવી હતી. બીજી તરફ એ જાણવું પણ જરૂરી છે કે 25 ઑક્ટોબરે કરવામાં આવેલા પ્રદર્શનમાં હિંદુ સમુદાયે શું માંગ મૂકી હતી.
25 ઓકટોબરે કરવામાં આવેલા પ્રદર્શનમાં હિંદુ સમુદાયે કરેલી માંગ:-
- અલ્પસંખ્યક સમુદાયો પર અત્યાચારો મામલે તાત્કાલિક સુનાવણી, પીડિતોને પર્યાપ્ત વળતર મળે અને તેમનું પુનર્વસન થાય
- અલ્પસંખ્યક સંરક્ષણ અધિનિયમ લાવવામાં આવે
- અલ્પસંખ્યક મામલોના મંત્રાલયનું ગઠન કરવામાં આવે
- હિંદુ કલ્યાણ ટ્રસ્ટને હિંદુ ફાઉન્ડેશનમાં અપગ્રેડ કરવામાં આવે
- સંપત્તિ પુનઃપ્રાપ્તિ અને સંરક્ષણ અધિનિયમ અને સોંપવામાં આવેલી સંપત્તિના હસ્તાંતરણ અધિનિયમનું ઉચિત પાલન
- દરેક શૈક્ષણિક સંસ્થાનમાં અલ્પસંખ્યકો માટે પૂજાસ્થળોનું નિર્માણ અને દરેક છાત્રાલય/હોસ્ટેલમાં પ્રાર્થના કક્ષની ફાળવણી કરવામાં આવે.
- સંસ્કૃત અને પાળી શિક્ષણ બોર્ડનું આધુનિકીકરણ
- દુર્ગા પૂજા પર 5 દિવસની રજા
એક તરફ બાંગ્લાદેશમાં હિંદુઓ પર ઉત્પીડન વિરુદ્ધ અવાજ ઉઠાવવા બદલ કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યાં બીજી તરફ યુનુસ સરકારે 15 જુલાઈથી 8 ઑગસ્ટ દરમિયાન થયેલાં પ્રદર્શનમાં સામેલ ‘પ્રદર્શનકારીઓ’ને કોઈ પણ સજાથી મુક્ત રાખવાના આદેશ આપ્યા છે.