Wednesday, October 30, 2024
More
    હોમપેજક્રાઈમ'જાગો હિંદુઓ જાગો, હવે કરો આર્થિક બહિષ્કાર'ના પોસ્ટર સાથે રસ્તા પર ઉતર્યા...

    ‘જાગો હિંદુઓ જાગો, હવે કરો આર્થિક બહિષ્કાર’ના પોસ્ટર સાથે રસ્તા પર ઉતર્યા સુરતના આક્રોશિત હિંદુઓ: કારણ- મુસ્લિમ દુકાનદારે હિંદુ ગ્રાહકોને બંદૂક બતાવી આપી હત્યાની ધમકી

    બંદૂક બતાવ્યા બાદ બંને ભાઈ-બહેન ડરી ગયા હતા અને દુકાનમાંથી નીકળીને ઘરે આવી ગયા હતા. ઘરે પરત ફર્યા બાદ તેમણે આ અંગેની જાણકારી પોતાના વિસ્તારના લોકો અને પરિવારજનોને આપી હતી. જેના કારણે હિંદુ સંગઠનો અને હિંદુ સમાજના સ્થાનિક લોકો સિટી લાઇટ વિસ્તારમાં એકઠા થવા લાગ્યા હતા.

    - Advertisement -

    સુરતના (Surat) સિટી લાઇટ વિસ્તારમાં (City Light Area) હજારો હિંદુઓ (Hindus) હાથમાં એક પોસ્ટર (Poster) લઈને રસ્તા પર ઉતરી આવ્યા છે. તેમનો આરોપ છે કે, સિટી લાઇટ વિસ્તારમાં મુસ્લિમ દુકાનદારો (Muslim shopkeeper) ઘાતક હથિયારો રાખે છે અને હિંદુઓને ધમકી (Threat) આપે છે. તાજેતરમાં જ એક હિંદુ ભાઈ-બહેનને મુસ્લિમ દુકાનદારે બંદૂક બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યા બાદ હજારો હિંદુઓ એકત્રિત થઈ ગયા હતા અને ‘જાગો હિંદુ જાગો’ના પોસ્ટર હાથમાં લઈને વિરોધ પ્રદર્શન કરવા લાગ્યા હતા. આ ઘટના સુરતના સિટી લાઇટ વિસ્તારમાં બની હતી.

    માહિતી અનુસાર, 23 ઑક્ટોબરના રોજ સુરતના સિટી લાઇટ વિસ્તારમાં રહેતા હિંદુ ભાઈ-બહેન મુસ્લિમ દુકાનદારને ત્યાં કોઈ ખરીદી કરવા માટે ગયા હતા. દરમિયાન ખરીદી બાદ ભાવતાલને લઈને દુકાનદાર સાથે રકઝક થવા પામી હતી. રકઝક દરમિયાન મુસ્લિમ દુકાનદારે ધમકીભર્યા સ્વરે હિંદુ યુવતીને બહાર નીકળી જવા માટે કહ્યું હતું. જેના કારણે યુવતી સાથે આવેલા તેના ભાઈએ દુકાનદારને અશોભનીય વર્તન ન કરવાની સલાહ આપી હતી. આરોપ છે કે, સલાહ આપ્યા બાદ મુસ્લિમ દુકાનદારે બંદૂક કાઢીને હિંદુ ભાઈ-બહેનને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

    બંદૂક બતાવ્યા બાદ બંને ભાઈ-બહેન ડરી ગયા હતા અને દુકાનમાંથી નીકળીને ઘરે આવી ગયા હતા. ઘરે પરત ફર્યા બાદ તેમણે આ અંગેની જાણકારી પોતાના વિસ્તારના લોકો અને પરિવારજનોને આપી હતી. જેના કારણે હિંદુ સંગઠનો અને હિંદુ સમાજના સ્થાનિક લોકો સિટી લાઇટ વિસ્તારમાં એકઠા થવા લાગ્યા હતા અને ભારે વિરોધ પ્રદર્શન કરવા લાગ્યા હતા. ઘટનાને લઈને હજારો હિંદુઓ આક્રોશિત થઈને હાથમાં પોસ્ટર સાથે વિરોધમાં જોડાયા હતા.

    - Advertisement -

    સ્થાનિક રહેવાસીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, ઘટનાની જાણ થયા બાદ તરત જ હિંદુ સમાજના લોકો સ્વયંભૂ એકત્રિત થઈ ગયા હતા અને હાથમાં પ્લે કાર્ડ બતાવીને મુસ્લિમ વેપારીઓ વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો હતો. હાથમાં રહેલા પોસ્ટરોમાં લખવામાં આવ્યું હતું કે, ‘જાગો હિંદુઓ જાગો’, ‘હવે કરો આર્થિક બહિષ્કાર’. આ ઉપરાંત સ્થાનિક હિંદુઓએ તે વિસ્તારમાં આક્રોશ રેલીનું પણ આયોજન કર્યું હતું. આ ઉપરાંત છેલ્લા ત્રણ-ચાર દિવસથી હિંદુઓ વિરોધ પ્રદર્શન કરતાં હોવાનું પણ સામે આવ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં