Wednesday, October 30, 2024
More
    હોમપેજસ્પેશ્યલરામગોપાલના ઘરે ન જવા દેવા ‘ઉપરથી આદેશ’: હિંદુ પીડિતો વાત કરવાથી ડરે...

    રામગોપાલના ઘરે ન જવા દેવા ‘ઉપરથી આદેશ’: હિંદુ પીડિતો વાત કરવાથી ડરે છે, કારણ- ‘ચૂપ રહેવાનું દબાણ’, ઑપઇન્ડિયાના પત્રકારે 7 દિવસ સુધી બહરાઈચમાં કરેલ અનુભવ

    પહેલાં મઝહબી હુમલો અને હવે તમામ પ્રકારના દબાણનો સામનો કરીને મહસી વિસ્તારના પીડિત હિંદુઓએ સ્પષ્ટ ઘોષણા કરી છે કે, તેઓ તેમની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચવા દેશે નહીં, ભલે તેઓને તેની કોઈ કિંમત ચૂકવવી પડે. વિનોદ મિશ્રા, સત્યવાન, આદિત્ય અને મારુતિ નંદન વગેરેએ સ્પષ્ટ કહ્યું કે, આ હુમલો એટલા માટે થયો છે કે હિંદુ સમાજ તેમની શોભાયાત્રા કાઢવાનું બંધ કરી દે.

    - Advertisement -

    13 ઑક્ટોબરે બહરાઈચ (Bahraich Violence) ખાતે મા દુર્ગાની વિસર્જન યાત્રા દરમિયાન હિંદુઓ વિરુદ્ધ ફાટી નીકળેલી હિંસા બાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્થિતિ હવે સામાન્ય થઈ રહી છે. પોલીસ પેટ્રોલિંગમાં પણ ઘણી હદે ઘટાડો થયો છે. પોલીસ CCTV ફૂટેજ, સાક્ષીઓ અને અન્ય પુરાવાના આધારે આરોપીઓની ધરપકડ કરી રહી છે. જે પરિસ્થિતિ પોલીસના નિયંત્રણમાંથી બહાર ગઈ હતી એ સંભાળવામાં PACએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, જેના કારણે વહીવટીતંત્રને કેન્દ્રીય ફોર્સની જરૂર નહોતી પડી.

    ઑપઇન્ડિયાના ગ્રાઉન્ડ રિપોર્ટમાં જણાવાયું છે કે, પોલીસનું મોટાભાગનું ધ્યાન એ સુનિશ્ચિત કરવા પર હતું કે પીડિત હિંદુઓની દુર્દશા સામે ન આવે. તેમના ગામોના રસ્તાઓ પર બેરિકેડ લગાવવામાં આવ્યા હતા. જ્યારે હિંદુવાદીઓને સોશિયલ મીડિયા પર પણ હેરાન કરવામાં આવ્યા હતા. બીજી તરફ મુસ્લિમ પક્ષ ખૂલીને મીડિયાને ઇન્ટરવ્યુ આપતો રહ્યો. સોશિયલ મીડિયા પર પણ ઇસ્લામિક હેન્ડલ્સ પ્રત્યે પોલીસ નરમ રહી. જોકે, આ બધું હોવા છતાં, હિંદુ પક્ષનું કહેવું છે કે, તેઓ ડરતા નથી અને ભવિષ્યમાં આનાથી પણ મોટી શોભાયાત્રાનું આયોજન કરશે.

    પીડિત હિંદુઓને મળવાના રસ્તા પર જ સુરક્ષા

    અમારા ગ્રાઉન્ડ રિપોર્ટમાં, અમને જાણવા મળ્યું કે શરૂઆતમાં પોલીસ હિંસાનો ભોગ બનેલા હિંદુઓની દુર્દશા સામે ન આવે તેની ખાતરી કરવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહી હતી. શરૂઆત રામગોપાલ મિશ્રાથી જ કરીએ. મેં લગભગ ઓછામાં ઓછા 5 અલગ-અલગ દિવસે અને અલગ-અલગ સમયે તેમના ઘરે જવાના પ્રયાસો કર્યા, જે સફળ ન થયા.  ક્યારેક ઘરની બહાર જ હાજર પોલીસ ફોર્સ મને રોકી દેતી અને ક્યારેક 3 કિલોમીટર પહેલાં સોતિયા ભટ્ટ વિસ્તારમાં લગાવેલા બેરિકેડથી આગળ જ નહોતો જવા દેવામાં આવતો. જ્યારે અમે આનું કારણ પૂછ્યું તો અમને કહેવામાં આવ્યું કે ‘ઉપરથી’ ઓર્ડર આવ્યા છે.

    - Advertisement -
    અમને રામગોપાલ મિશ્રાના ઘરથી 3 કિલોમીટર પહેલાં જ અટકાવવામાં આવ્યા (ફોટો: ઑપઇન્ડિયા હિન્દી)

    રામગોપાલ પછી, અમે વિનોદ અને સત્યવાન મિશ્રાના ગામ સિપહિયા પ્યુલી જવાનો પણ પ્રયાસ કર્યો, પરંતુ રસ્તામાં અમને પોલીસકર્મીઓ મળ્યા. અહીં પણ અમને રોકવામાં આવ્યા હતા અને આગળ જવા દેવામાં આવ્યા ન હતા. ત્રીજું સ્થાન ગૌરિયા ઘાટ હતું, જ્યાં મૂર્તિઓનું વિસર્જન કરવાનું હતું. ત્યાં જતી વખતે પણ ઘણા અવરોધો આવ્યા. મહાસી બજારના રહેવાસી આદિત્ય મિશ્રાએ કોઈક રીતે ઑપઇન્ડિયાને ગુપ્ત રીતે ઈન્ટરવ્યુ આપ્યો હતો, પરંતુ બીજા દિવસે પોલીસ તેના ઘરે પહોંચી અને તેની ધરપકડ બાદ તેને ચલાન જારી કરીને જેલમાં મોકલી દેવામાં આવ્યો. કેમેરામાં ઘાયલ થયેલા વિનોદ મિશ્રાએ પણ અમને કહ્યું કે, તેમના પર ચૂપ રહેવાનું દબાણ છે.

    ઘણા હિંદુઓ હતા જેમણે બહરાઈચ હિંસા દરમિયાન ભોગ બન્યા હોવાનો દાવો કરીને તેમના ફોન નંબરો અમારી સાથે શેર કર્યા હતા. તેમણે બીજા દિવસે અથવા થોડા સમય પછી મળવાનું વચન આપ્યું. જોકે, તેમને અનેકવાર ફોન કરવા છતાં તેમણે ફોન ઉપડ્યા નહોતા. જ્યારે અમે દિવ્યાંગ સત્યવાન મિશ્રાનો ઈન્ટરવ્યુ લઈ રહ્યા હતા ત્યારે તેમના પરિવારના સભ્ય વિનોદ મિશ્રાના મોબાઈલ નંબર પર કોલ આવ્યો અને તેમને મીડિયાથી દૂર રહેવાનું કહેવામાં આવ્યું. આદિત્ય મિશ્રા પર મીડિયાથી દૂર રહેવાનું પણ દબાણ પણ કરવામાં આવ્યું હતું.

    જોકે, તેનાથી વિપરિત, મુસ્લિમ પક્ષ પોતાને પીડિત ગણાવીને સતત ઇન્ટરવ્યુ આપતો રહ્યો. દુકાનોમાંથી માલ-સામાન બહાર કાઢવાથી લઈને પોતાના ઘરોના ભાગો પોતે જ તોડી પાડવા સુધીની દરેક ક્ષણનું તમામ ચેનલો પર કોઈપણ વાંધા વિના જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. નથુઆપુર અને મહસી વચ્ચેના લગભગ 8 કિલોમીટરના અંતરમાં, અમે ઘણા મુસ્લિમ પરિવારોને ડરથી સંપૂર્ણપણે મુક્ત જોયા, તેઓ કોઈપણ દબાણ વિના મીડિયામાં ઇન્ટરવ્યુ આપતા પણ દેખાયા. આ બેવડા વલણને કારણે, શરૂઆતમાં મુસ્લિમ પક્ષને હિંસાના એકતરફી પીડિત અને હિંદુઓને આક્રમક તરીકે સાબિત કરવાનું ષડ્યંત્ર રચવામાં આવ્યું હતું.

    સોશિયલ મીડિયા પર પણ હિંદુઓને જ દબાવવામાં આવ્યા

    બહરાઈચ પ્રશાસનનું બેવડું વલણ માત્ર જમીની સ્તરે જ નહીં પણ સોશિયલ મીડિયા પર પણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હતું. બહરાઈચ પોલીસે તે તમામ હેન્ડલ્સ સામે પગલાં લેવાની ધમકી આપી, જે કાં તો હિંસા દરમિયાન થયેલી હિંદુઓની વેદના દર્શાવતા હતા અથવા તો મુસ્લિમ પક્ષના દુષ્કૃત્યોને પ્રકાશિત કરવા માંગતા હતા. ઑપઇન્ડિયા અને પાંચજન્ય સહિત અન્ય ઘણી સંસ્થાઓને આ ધમકી મળી હતી. તમામ પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો છતાં મસ્જિદમાંથી હુમલાની જાહેરાતને સંપૂર્ણપણે નકારી દેતી પોલીસે દૈનિક જાગરણને નોટિસ ફટકારવાનું ફરમાન પણ આપી દીધું હતું. અન્ય હિંદુઓ અને સંસ્થાઓ પાસેથી દરેક પોસ્ટ અને એક-એક શબ્દના પુરાવા પણ માંગવામાં આવ્યા.

    ઝિયાઉર રહેમાન અને પાંચજન્ય માટે બહરાઇચ પોલીસની અલગ અલગ શબ્દ શૈલી (ફોટો: ઑપઇન્ડિયા હિન્દી)

    બીજી તરફ, ધ વાયર જેવી સંસ્થાઓ તેમની પસંદગીના સમાચારો પીરસતી રહી હતી. બહરાઈચ પોલીસે ન તો કોઈ વાંધો ઉઠાવ્યો અને ન તો મુસ્લિમોના ઈન્ટરવ્યુમાંથી પુરાવા માગ્યા કે, જેમણે એકપક્ષીય રીતે હિંદુઓને દોષી ઠેરવ્યા હતા. ધરપકડ બાદ, તેમના પરિવારના સભ્યોને નિર્દોષ જાહેર કરનાર મુસ્લિમ મહિલાઓના નિવેદનો વચ્ચે, પ્રેમભરી ટિપ્પણીઓ પણ કરવામાં આવી હતી અને ખાતરી આપવામાં આવી હતી કે કોઈ ણ નિર્દોષ વ્યક્તિને અન્યાય કરવામાં આવશે નહીં. પરિસ્થિતિ એ સ્તરે પહોંચી ગઈ હતી કે બહરાઈચ પોલીસે આતંકવાદીઓને વકીલો પૂરા પાડતી સંસ્થા જમિયતને શાંતિના દૂત ગણાવી અને ઉર્દૂ ભાષામાં લખેલા તેમના પત્રોને સત્તાવાર રીતે શેર કર્યા.

    જ્યારે સોશિયલ મીડિયા પર એવા સમાચાર ફેલાઈ ગયા કે હિંસા દરમિયાન રામગોપાલ મિશ્રાના મૃતદેહ પર ક્રૂરતા કરવામાં આવી છે, ત્યારે પણ કંઈક આવું જ થયું હતું. ત્યારપછી, ઘણી જગ્યાએ રામગોપાલ મિશ્રાના નખ ખેંચી લીધા હોવાના દાવા કરવામાં આવ્યા હતા, જેના પર બહરાઈચ પોલીસ તરત જ સક્રિય થઈ ગઈ હતી અને તેને ભ્રામક ગણાવીને દાવાનો ઇનકાર કર્યો હતો. જોકે, આ ઇનકાર બાદ પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો હતો. તેનાથી વિપરિત, જ્યારે મુસ્લિમ પક્ષકારો કોઈપણ પુરાવા વિના હિંદુઓ પર તેમના ઘરોને નિર્દયતાથી સળગાવવા અને મહિલાઓની છેડતી વગેરે જેવા ગંભીર આક્ષેપો કરી રહ્યા હતા, ત્યારે બહરાઈચ પોલીસ દ્વારા કોઈ ઇનકાર કરવામાં આવ્યો ન હતો.

    ગમે એટલું દબાણ કરો, શોભાયાત્રા નીકળતી જ રહેશે

    પહેલાં મઝહબી હુમલો અને હવે તમામ પ્રકારના દબાણનો સામનો કરીને મહસી વિસ્તારના પીડિત હિંદુઓએ સ્પષ્ટ ઘોષણા કરી છે કે, તેઓ તેમની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચવા દેશે નહીં, ભલે તેઓને તેની કોઈ કિંમત ચૂકવવી પડે. વિનોદ મિશ્રા, સત્યવાન, આદિત્ય અને મારુતિ નંદન વગેરેએ સ્પષ્ટ કહ્યું કે, આ હુમલો એટલા માટે થયો છે કે હિંદુ સમાજ તેમની શોભાયાત્રા કાઢવાનું બંધ કરી દે. આ બધાએ ‘મુસ્લિમ વિસ્તાર’ શબ્દ સામે વાંધો ઉઠાવ્યો અને કહ્યું કે ગમે તેટલી કિંમત ચૂકવવી પડે, તેઓ દર વર્ષે પણ શોભાયાત્રા કાઢશે.

    હુમલા પહેલાના શોભાયાત્રાનું દ્રશ્ય (ફોટો: ઑપઇન્ડિયા હિન્દી)

    પીડિત હિંદુઓએ એક સ્વરમાં જાહેરાત કરી કે, આ બધી સનાતની પરંપરાઓ તેમના પૂર્વજો દ્વારા વારસા તરીકે તેમને સોંપવામાં આવી છે. આ પરંપરાઓ પરના કોઈપણ હુમલાને બિલકુલ સાંખી લેવામાં આવશે નહીં, પછી ભલે તેમના પર કોઈપણ સ્તરે દમન કરવામાં આવે. પીડિતોએ પોતાને રામગોપાલની જેમ બલિદાન આપવા માટે પણ તૈયાર હોવાનું જણાવ્યું હતું. રામગોપાલ મિશ્રાની પત્નીએ પણ જાહેરાત કરી છે કે તે તેમના પતિના હત્યારાઓને ફાંસીની સજા અપાવવા માટે છેલ્લા શ્વાસ સુધી લડશે.

    હિંસા પર અંકુશમાં PACની મહત્વની ભૂમિકા, કેન્દ્રીય બળોની આવશ્યકતા ના પડી

    બહરાઈચ હિંસા દરમિયાન શરૂઆતમાં બહરાઈચ પોલીસ પર બેદરકારી અને કાયદો અને વ્યવસ્થા ન સંભાળવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. મૃતક રામગોપાલના પરિવારજનોએ પણ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળ્યા બાદ આ આરોપો લગાવ્યા હતા. કાર્યવાહી તરીકે, ચોકીના ઈન્ચાર્જ, સ્ટેશન ઈન્ચાર્જ અને ડેપ્યુટી એસપીને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. થોડા કલાકો બાદ એડિશનલ એસપીને પણ સીધા હેડક્વાર્ટર એટેચ કર્યા હતા. સ્થિતિ વણસી ગયા બાદ યુપી પોલીસની એક પાંખ PACએ ચાર્જ સંભાળ્યો હતો.

    નાથુઆપુર ગામમાં પેટ્રોલિંગ કરી રહેલ PAC સૈનિકો (ફોટો: ઑપઇન્ડિયા હિન્દી)

    PACએ થોડા કલાકોમાં જ પરિસ્થિતિને કાબૂમાં લઈ લીધી હતી. ઘણીવાર, અમે વરિષ્ઠ IPS અજય કુમારને તેમની ટીમ સાથે માત્ર ઘટનાસ્થળ મહારાજગંજમાં જ નહીં પરંતુ આસપાસના ગામોમાં પણ પેટ્રોલિંગ કરતા જોયા. STFના ઈન્ચાર્જ આઈપીએસ અમિતાભ યશના આગમનથી સરકારી તંત્ર પણ એકદમ સક્રિય થઈ ગયું હતું. આ સામૂહિક સક્રિયતાને કારણે, 13 ઑક્ટોબરે ફાટી નીકળેલી હિંસા તે જ દિવસે બંધ થઈ ગઈ. આ જ કારણ હતું કે કેન્દ્રીય દળોને પણ ઉતરવાની જરૂર નહોતી પડી. પોલીસ સ્ટેશન અને જિલ્લાઓમાં ઘણા નવા અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. તેમજ આરોપીઓની ઓળખ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં