Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઆમિર ખાનની ફોરેસ્ટ ગમ્પની નકલ પર તોળાતું નિષ્ફળતાનું જોખમ: લાલ સિંહ ચડ્ઢા...

    આમિર ખાનની ફોરેસ્ટ ગમ્પની નકલ પર તોળાતું નિષ્ફળતાનું જોખમ: લાલ સિંહ ચડ્ઢા માટે અમદાવાદ સહીત એડવાન્સ બુકિંગ અપેક્ષાઓ કરતાં ઓછું

    આમિર ખાનની આગામી ફિલ્મ લાલ સિંગ ચઢ્ઢાનું 80% બુકિંગ થઇ ગયું હોવાનો દાવો કેટલો પોકળ છે તે ફિલ્મ ક્રિટિક તરન આદર્શની ટ્વિટ તેમજ અમદાવાદમાં ફિલ્મના એડવાન્સ બુકિંગની હાલત પર થી સમજાય છે.

    - Advertisement -

    આમિર ખાનની ફોરેસ્ટ ગમ્પની નકલ લાલ સિંહ ચડ્ઢા પર નિષ્ફળતાનું જોખમ તોળાઈ રહ્યું છે, જેમ જેમ આમિર ખાનની લાલ સિંહ ચડ્ઢાનો રીલીઝનો સમય નજીક આવી રહ્યો છે, ઘણા નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે બહિષ્કારનું જુંબેશ આખરે કામ કરી શકે છે. સોશિયલ મીડિયા પર ફિલ્મની લીડ કાસ્ટ દર્શકોને તેમની ફિલ્મ જોવા અને આમિર ખાનની ફોરેસ્ટ ગમ્પની નકલનો બહિષ્કાર ન કરવા વારંવાર અપીલ કરી રહ્યા છે.

    તમામ અટકળો વચ્ચે, જાણીતા ફિલ્મ વિવેચક તરણ આદર્શે ટ્વીટર પર શેર કર્યું છે કે લાલ સિંહ ચઢ્ઢા અને અક્ષય કુમારના રક્ષાબંધનનું એડવાન્સ બુકિંગ અપેક્ષાઓ કરતાં ઘણું ઓછું છે.

    આદર્શે વધુમાં ઉમેર્યું હતું કે ગુરુવારે યોગ્ય ઓપનિંગ મેળવવા માટે બંને મૂવીઝને મૌખિક શબ્દો અને વોક-ઇન ઓડિયન્સ/સ્પોટ બુકિંગની તાતી જરૂર છે.

    - Advertisement -

    અત્રે ઉલ્લેખનીય છે કે આમિર ખાનની લાલ સિંહ ચડ્ઢા સામે બહિષ્કારના એલાનને કારણે મોટા બજેટની મૂવીના પ્રમોશનને અસર થઈ છે જે ટોમ હેન્ક્સની ક્લાસિક ફોરેસ્ટ ગમ્પની સત્તાવાર રિમેક છે. ભૂતકાળમાં આમિર ખાનના ભારત વિરોધી નિવેદનો, ફિલ્મ પીકેમાં હિંદુ દેવતાઓનું તેમનું નકારાત્મક અને અપમાનજનક ચિત્રણ અને ભૂતકાળના તેમના ખુલ્લેઆમ રાજકીય નિવેદનો આ બધું હિન્દી સિનેમાના પ્રેક્ષકોમાં અસ્વીકારની પ્રવર્તમાન લાગણીઓમાં વધારો કરી રહ્યા છે.

    પ્રેક્ષકોની મજાક ઉડાડવાના અને રાજકીય રીતે પ્રેરિત ઝુંબેશમાં ભાગ લેવાના કરીના કપૂરના ભૂતકાળના નિવેદનોએ પણ ફિલ્મ સામે નકારાત્મક લાગણીઓ જગાડી છે.

    સોશિયલ મીડિયાની સંખ્યાબંધ પોસ્ટ્સ એમ પણ કહે છે કે મૂવીનું એડવાન્સ બુકિંગ નહિવત છે અને ફિલ્મ નિષ્ફળતા તરફ જોઈ રહી છે.

    અત્રે નોંધનીય છે કે બોલિવૂડ, સામાન્ય રીતે, તાજેતરમાં સંકટમાંથી પસાર થઈ રહ્યું છે જ્યાં છેલ્લા કેટલાક મહિનામાં સંખ્યાબંધ મલ્ટિ-સ્ટાર, મોટા-બજેટ ફિલ્મો નિષ્ફળ રહી છે. જ્યારે પુષ્પા, RRR અને KGF જેવી તેલુગુ અને કન્નડ ફિલ્મો સમગ્ર ભારતના પ્રેક્ષકોને આકર્ષવામાં સફળ રહી છે, ત્યારે બોલિવૂડની ફિલ્મો મોટાભાગે ફ્લોપ રહી છે.

    અમદાવાદમાં લાલ સિંહ ચડ્ઢાના એડવાન્સ બુકિંગની વાસ્તવિકતા

    થોડા સમય પહેલાજ તેવા દાવાઓ કરવામાં આવી રહ્યા હતા કે લાલ સિંહ ચડ્ઢા અક્ષય કુમારની ફિલ્મ ‘રક્ષાબંધન’ ને એડવાન્સ બુકિંગમાં ક્યાય પાછળ મુકીને સફળતાની દોડમાં આગળ છે. લાલ સિંહ ચડ્ઢા માટે થીયેટરો 80% થી વધુ બુક થઇ ચુક્યા છે, ત્યારે અમદાવાદની વાત તરીએ તો પરિસ્થિતિ કઈક અલગજ જોવા મળી છે.

    નયન ત્રિવેદી દ્વારા શેર કરવામાં આવેલા આ સ્ક્રીન રેકોર્ડમાં જોઈ શકાય છે કે એડવાન્સ બુકીન્ગની વાસ્તવિક પરિસ્થિતિ શું છે. તો પણ એક વાર આપને ટૂંકમાં સમજાવીએ તો, જ્યારે કોઇપણ મલ્ટીપ્લેક્સની સ્ક્રિન ખાલી હોય ત્યારે ગ્રીન અક્ષરોમાં લખેલા બ્લોક સફેદ હોય છે. જ્યારે સ્ક્રિન લગભગ ભરાઈ જવા આવે ત્યારે બ્લોકનો રંગ ઓરેન્જ થતો જાય છે, અને જ્યારે સ્ક્રીન ફૂલ થઇ જાય ત્યારે તેનો રંગ લાલ થઇ જાય છે. સામાન્ય દિવસોની વાત કરીએ તો બોલીવુડના ખાન્સની ફિલ્મો મોટેભાગે 2 દિવસ અગાઉજ આ બુકિંગ બ્લોકસ ઓરેન્જ થઇ જતા હોય છે,ત્યારે લાલ સિંહ ચડ્ઢાના રિલીઝને માત્ર એક સવાર આડી છે, તેવામાં 80% બુકિંગનો દાવો કેટલો સાચો તે આપની સામે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં