Thursday, October 31, 2024
More
    હોમપેજદેશદિવાળીના પહેલાં જ રાજધાનીનો AQI 300 પાર: દિલ્હીમાં પરાળ બાળવાના કેસમાં 6...

    દિવાળીના પહેલાં જ રાજધાનીનો AQI 300 પાર: દિલ્હીમાં પરાળ બાળવાના કેસમાં 6 ગણો વધારો, પંજાબમાં 1900થી વધુનો આંકડો, AAP સરકારે પ્રદૂષણના ઠીકરા UP-હરિયાણાના માથે ફોડ્યા

    આ આંકડો ભલે નાનો લાગે પરંતુ દિલ્હી જેવા રાજ્ય માટે આ સમસ્યાના એંધાણ સમાન છે. દિલ્હીમાં, AAP પરાળને દૂર કરવા માટે અલગ-અલગ ઉપાયો યોજવાના દાવા કરતી આવી છે. જોકે, તેમ છતાં દિલ્હીમાંથી પરાળ સળગાવવાના કિસ્સા સામે આવ્યા હતા.

    - Advertisement -

    આમ આદમી પાર્ટી (AAP) સરકાર હવે પંજાબ બાદ દિલ્હીમાં પણ પરાળ સળગાવવા (Delhi Stubble Burning) પર રોક લગાવી શકી નથી. રાજધાની દિલ્હીમાં 2024 સુધીમાં પરાળ બાળવાના કેસમાં 6 ગણો વધારો થયો છે. પંજાબમાં પણ પરાળ સળગાવવાનો આંકડો 2000ની આસપાસ પહોંચી ચુક્યો છે. આ દરમિયાન દિલ્હી-NCRના લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે.

    ઇન્ડિયન એગ્રીકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના (IARI) CREAMS દ્વારા બહાર પાડવામાં આવેલ ડેટા AAPની નિષ્ફળતા દર્શાવે છે. આ મુજબ, 2024માં દિલ્હીમાં પરાળ બાળવાના ઓછામાં ઓછી 12 મામલા નોંધાયા છે. આ આંકડો 2023 કરતા 6 ગણો છે. 2023માં, દિલ્હીમાં પરાળ સળગાવવાના માત્ર 2 કેસ નોંધાયા હતા.

    આ આંકડો ભલે નાનો લાગે પરંતુ દિલ્હી જેવા રાજ્ય માટે આ સમસ્યાના એંધાણ સમાન છે. દિલ્હીમાં, AAP પરાળને દૂર કરવા માટે અલગ-અલગ ઉપાયો યોજવાના દાવા કરતી આવી છે. જોકે, તેમ છતાં દિલ્હીમાંથી પરાળ સળગાવવાના કિસ્સા સામે આવ્યા હતા. જેના પરિણામે દિલ્હીની હવા દૂષિત થઇ રહી છે.

    - Advertisement -

    દિલ્હી ઉપરાંત પંજાબમાં પણ પરાળ બાળવાના કારણે પરિસ્થિતિ વણસી રહી છે. CREAMS ડેટા અનુસાર, પંજાબમાં 27 ઓક્ટોબર, 2024 સુધીમાં પરાળ સળગાવવાની 1983 ઘટનાઓ નોંધાઈ છે. આ આંકડો સતત વધી રહ્યો છે. પંજાબમાં પરાળ સળગાવવાના મોટાભાગના કેસ અમૃતસરથી નોંધાયા છે.

    પંજાબ ઉપરાંત, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં પણ પરાળ બાળવાના 1000થી વધુ કિસ્સાઓ નોંધાયા છે. આ બધાને કારણે દિલ્હીની હવા દૂષિત થઈ રહી છે. 28 ઓક્ટોબર, 2024ની સવારે દિલ્હીના ઘણા વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 300+ છે. AQI 300+નું સ્તર દરેક માટે હાનિકારક છે જેના કારણે ખુલ્લી હવામાં લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી આંખો અને ગળામાં બળતરા સહિતનું નુકસાન થાય છે.

    પંજાબમાં હજુ સુધી ડાંગરની સંપૂર્ણ લણણી થઈ નથી અને શિયાળો આવવાનો બાકી છે તેમ છતાં દિલ્હીની આ પરિસ્થિતિ જોવા મળી રહી છે. આ દરમિયાન તાજેતરમાં જ દિલ્હી સરકારે દિવાળીના ફટાકડા પરનો સંપૂર્ણ પ્રતિબંધ લંબાવ્યો હતો. જોકે, દિવાળી આવે તે પહેલા જ રાજધાનીમાં હવા વધુ દૂષિત થઇ રહી છે.

    આ વખતે પણ AAP સરકાર દિલ્હીમાં પ્રદૂષણ માટે ઉત્તર પ્રદેશ-હરિયાણાથી આવતી બસો પર દોષનો ટોપલો ઢોળવાનો પ્રયાસ કરી રહી છે. જ્યારે હકીકતમાં વાહનોના કારણે થતું પ્રદૂષણ કુલ પ્રદૂષણના ત્રીજા ભાગનું છે. તેમાં પણ માત્ર યુપી હરિયાણાની બસો જ નહીં પરંતુ તમામ પ્રકારના વાહનો જવાબદાર છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં