Sunday, October 20, 2024
More
    હોમપેજગુજરાતGST કૌભાંડમાં પકડાયેલા 'પત્રકાર' મહેશ લાંગા સહિતના આરોપીઓ હવે સાબરમતી જેલની હવા...

    GST કૌભાંડમાં પકડાયેલા ‘પત્રકાર’ મહેશ લાંગા સહિતના આરોપીઓ હવે સાબરમતી જેલની હવા ખાશે, કોર્ટે મંજૂર કરી જ્યુડિશિયલ કસ્ટડી

    તમામ આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થઈ ચૂક્યા હતા અને ક્રાઈમ બ્રાન્ચે વધુ રિમાન્ડની માંગણી પણ કરી નહોતી. જે બાદ એડીશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ મનીષ ચૌહાણે આઠેય આરોપીઓને અમદાવાદની સાબરમતી જેલમાં મોકલી દીધાં હતા.

    - Advertisement -

    તાજેતરમાં જ ધ હિન્દુના પત્રકાર મહેશ લાંગા (The Hindu’s Journalist Mahesh Langa) સહિતના આરોપીઓની GST કૌભાંડ (GST Scam) મામલે ધરપકડ (Arrested) કરવામાં આવી હતી. વામપંથી-લિબરલ્સે આ ધરપકડને ખોટી ઠરાવવાના પ્રયત્નો કર્યા હતા. જોકે લાંગા સહિતના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ પણ મંજૂર થઈ ગયા હતા અને તેમની વધુ પૂછપરછ પણ કરવામાં આવી હતી. ત્યારે હવે મહેશ સહિતના 8 આરોપીઓના રિમાન્ડનો સમય પૂરો થતા તેમને ન્યાયિક કસ્ટડીમાં (Judicial Custody) મોકલી દેવામાં આવ્યા છે.

    મહેશ લાંગા સહિતના આરોપીઓ પર 220થી વધુ બોગસ કંપની બનાવીને બોગસ બિલીંગ દ્વારા લગભગ 200 કરોડના GSTની ચોરી કરવાનો આરોપ લાગ્યો હતો. આ મામલે આ મહિનાની શરૂઆતમાં ડાયરેક્ટર જનરલ ઑફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સે ગુજરાતના વિવિધ સ્થળો પર દરોડા પાડી સમગ્ર કૌભાંડને ઉજાગર કરી લાંગા સહિતના આરોપીઓની ધરપકડ કરી હતી.

    8 ઑક્ટોબરે ધરપકડ કરાયેલા 4 આરોપીઓના 10 દિવસ રિમાન્ડ મંજૂર થયા હતા, જેની સમયાવધિ પૂર્ણ થતાં આરોપીઓને જેલભેગા કરી દેવામાં આવ્યા છે. જેમાં ધ હિન્દુના પત્રકાર મહેશ લાંગા, એજાઝ ઉર્ફે માલદાર ઇકબાલ હબીબભાઈ માલદાર, અબ્દુલ કાદર ઉર્ફે બાપુ સમદભાઈ જૈનમીયા કાદરી અને જ્યોતિષ મગનભાઈ ગોંડલીયાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 13 ઑક્ટોબરના રોજ ધરપકડ કરાયેલા અન્ય ચાર આરોપીઓના પણ 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા, જેની સમયાવધિ પણ લાંગા સહિતના આરોપીઓ સાથે જ પૂર્ણ થઈ ચૂકી છે. તેથી તમામ 8 આરોપીને સાબરમતી જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.

    - Advertisement -

    આ તમામ આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થઈ ચૂક્યા હતા અને ક્રાઈમ બ્રાન્ચે વધુ રિમાન્ડની માંગણી પણ કરી નહોતી. જે બાદ એડીશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ મનીષ ચૌહાણે આઠેય આરોપીઓને અમદાવાદની સાબરમતી જેલમાં મોકલી દીધાં હતા. બીજી તરફ આ મામલે 17 ઑક્ટોબરે EDએ પણ તપાસ ચાલુ કરી હતી. અહેવાલો અનુસાર EDએ પણ અલગ-અલગ 23 જગ્યાએ દરોડા પાડીને બોગસ કંપનીઓ બનાવવા સહિતના દસ્તાવેજો કબજે કર્યા હોવાનું સામે આવ્યું હતું. જોકે EDએ આ મામલે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.

    ઉલ્લેખનીય છે કે, GST વિભાગે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને ફરિયાદ આપી હતી, જેના આધારે પોલીસે અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા અને મહેશ લાંગા સહિતના અનેક લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી તેમની ધરપકડ કરી હતી. આ કેસમાં કુલ 13 ફર્મ અને તેના પ્રોપરાઇટર્સ વિરુદ્ધ ઇનપુટ ટેક્સ ક્રેડિટ ફ્રોડ માટે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આરોપીઓએ સાથે મળી ગુનાહિત ષડ્યંત્ર રચીને બનાવટી બિલિંગ, બનાવટી દસ્તાવેજો અને ખોટી રજૂઆત દ્વારા બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવીને દેશની કરોડોની આવકને નુકસાન પહોંચાડ્યું હોવાના મામલે તપાસ ચાલી રહી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં