Saturday, October 19, 2024
More
    હોમપેજગુજરાત'લવ જેહાદ' કેસમાં આરોપી જિયાદની ધરપકડ, પુણે જઈને પકડી લાવી કચ્છ પોલીસ:...

    ‘લવ જેહાદ’ કેસમાં આરોપી જિયાદની ધરપકડ, પુણે જઈને પકડી લાવી કચ્છ પોલીસ: રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવાની તજવીજ

    પોલીસે જણાવ્યું હતું કે, એ દિશામાં પણ તપાસ ચાલી રહી છે કે અન્ય કોઈ યુવતી સાથે પણ આ પ્રકારનું કૃત્ય આચર્યું છે કે કેમ. પુણેના રહેવાસી જિયાદ ઉર્ફે સમીર લતીફ શેખને શનિવારે (19 ઑક્ટોબર) ભુજની કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવશે.

    - Advertisement -

    કચ્છના ભુજમાં (Bhuj) એક હિંદુ યુવતી લવ જેહાદનો (Love Jihad) શિકાર બની હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આરોપ મુજબ, જિયાદ નામના મહારાષ્ટ્રના પુણેના એક મુસ્લિમ યુવકે ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ પર ‘જીગર’ બનીને હિંદુ યુવતીને ફસાવી હતી. ફરિયાદમાં તેણે યુવતી પર 2 વખત બળાત્કાર પણ ગુજાર્યો હોવાનો હોવાનું જણાવવામાં આવ્યું હતું. ત્યારે આ લવ જેહાદ કેસ મામલે પોલીસે જિયાદની પુણેથી ધરપકડ કરી છે.

    મુંબઈથી કચ્છ સુધી જોડાયેલા ભુજમાં બનેલ લવ જેહાદ કેસમાં પોલીસે આરોપી જિયાદ લતીફ શેખને મહારાષ્ટ્રના પુણે ખાતેથી ઝડપી પાડ્યો હતો. નાયબ પોલીસ અધીક્ષક એમ. જે. ક્રિશ્ચિયને આ બાબતે વિગતો આપતાં જણાવ્યું હતું કે, પકડાયેલા આરોપીના રિમાન્ડ મેળવવા સહિતની પ્રક્રિયા હાથ ધરાઈ છે, જેમાં તેની સાથે અન્ય કોઈ સંડોવાયેલા છે તથા તેને કોઈએ મદદગારી કરી છે કે કેમ તે સહિતનાં પાસાં પર તપાસ ચાલી રહી છે.

    પોલીસે જણાવ્યું હતું કે, એ દિશામાં પણ તપાસ ચાલી રહી છે કે અન્ય કોઈ યુવતી સાથે પણ આ પ્રકારનું કૃત્ય આચર્યું છે કે કેમ. પુણેના રહેવાસી જિયાદ ઉર્ફે સમીર લતીફ શેખને શનિવારે (19 ઑક્ટોબર) ભુજની કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવશે.

    - Advertisement -

    સમગ્ર ઘટના શું છે?

    પોલીસ મથકે નોંધાવવામાં આવેલી ફરિયાદ અનુસાર, ત્રણ વર્ષ અગાઉ જિયાદે ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ ઉપર જીગર નામની ફેક આઈડી બનાવીને હિંદુ યુવતી સાથે પરિચય કેળવ્યો હતો. ત્યારબાદ તેને ફોસલાવીને બે વખત બળાત્કાર પણ ગુજાર્યો. ત્યારે તે સગીર વયની હતી.

    પછીથી પીડિત યુવતીએ લગ્ન કરવાનું કહેતાં જિયાદે ભાંડો ફોડ્યો હતો અને પોતે મુસ્લિમ હોવાનું જણાવ્યું હતું. પોતે છેતરાઈ હોવાનું જાણવા મળતાં જ યુવતીએ સંબંધ તોડી નાખ્યો હતો પરંતુ આરોપ છે કે ત્યારબાદ પણ આરોપી તેને હેરાન કરતો રહેતો હતો.

    આરોપીથી કંટાળીને યુવતી અને પરિવાર બે વર્ષથી વતનમાં રહેવા આવી ગયાં હતાં. થોડાક માસ અગાઉ યુવતીની સમાજના યુવક સાથે સગાઈ પણ થઈ હતી. પરંતુ જિયાદે ઉશ્કેરાઈને યુવતી સાથેના અશ્લીલ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ કરતાં સગાઈ તૂટી ગઈ હતી. અંતે કંટાળીને યુવતીએ આરોપી વિરુદ્ધ ભુજ સાયબર ક્રાઈમ ખાતે ફરિયાદ કરી હતી. જે મામલે પોલીસ કાર્યવાહી કરી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં