બનાસકાંઠાના ડીસા ખાતે લવ જેહાદની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આરોપ લગાવનાર હિંદુ સમુદાયનો યુવક છે અને તેનો આરોપ છે કે, તેની પત્ની લવ જેહાદનો શિકાર બની છે. આરોપ છે કે માતાજીના ગરબા રમવા ગયેલી તેની પત્નીને આરોપી મુસ્લિમ યુવક ઉપાડી ગયો છે. આ મામલે ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઘટનાને લઈને સ્થાનિક હિંદુ સમુદાયમાં રોષ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર બનાસકાંઠાના ડીસા ખાતે રહેતા એક હિંદુ યુવકે પોલીસ સમક્ષ રાવ કરી છે કે તેની પત્ની ગરબા રમવા ગઈ હતી અને ત્યાંથી એક મુસ્લિમ યુવક તેને ઉઠાવી ગયો છે. ઘટનાની જાણ થતા સ્થાનિક હિંદુ સંગઠનો પણ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને પરિણીતાને પરત લાવવા માટે ઉગ્ર માંગ કરી હતી.
Deesa #LoveJihad case: Locals fume after married woman allegedly eloped with opposite religion's man#Banaskantha #Gujarat #TV9Gujarati #TV9News pic.twitter.com/sEDnxwvIOv
— Tv9 Gujarati (@tv9gujarati) October 14, 2024
માહોલ વધુ ગરમાતા પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા પણ પોલીસ સ્ટેશન આવી પહોંચ્યા હતા. તેમણે પણ સ્થાનિક હિંદુ સમાજ અને સંગઠનોની વાતને ટેકો આપ્યો હતો. તેમણે પોલીસ પાસે માંગ કરી હતી કે આરોપી મુસ્લિમ યુવકને ત્વરિત ઝડપી લઈને પીડિત યુવકની પત્નીને તેની પાસેથી મુક્ત કરાવવામાં આવે.
ઘટનાની સંવેદનશીલતા જોઈ પોલીસે પણ આ મામલે સઘન તપાસ હાથ ધરી છે. હાલ આ મામલે પોલીસે પીડિત યુવકની ફરિયાદ લઈ લીધી છે અને પૂછપરછ ચાલી રહી છે. બીજી તરફ સ્થાનિક સુત્રોના જણાવ્યા અનુસાર આરોપીએ સોશિયલ મીડિયા મારફતે પરિણીતાને લવ જેહાદમાં ફસાવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. દાવો કરવામાં આવ્યો છે કે મુસ્લિમ યુવકે ‘ઠાકોર’ અટક સાથેનું સોશિયલ મીડિયા હેન્ડલ બનાવ્યું હતું.