Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાતગરબામાંથી આવી રહેલા સ્થાનિકો પર વડોદરામાં રહેતા 'વિદેશી વિદ્યાર્થીઓ'એ કર્યો હુમલો, વાહનોમાં...

    ગરબામાંથી આવી રહેલા સ્થાનિકો પર વડોદરામાં રહેતા ‘વિદેશી વિદ્યાર્થીઓ’એ કર્યો હુમલો, વાહનોમાં પણ તોડફોડ: યુવતીઓ પર દુષ્કર્મના પ્રયાસના પણ આરોપો

    ઘટનાને લઈને સ્થાનિકોનો આક્ષેપ છે કે, વિદ્યાર્થીઓએ તેમના પર પથ્થરમારો કર્યો હતો અને વાહનોમાં તોડફોડ પણ કરી હતી. ઉપરાંત સ્થાનિક યુવતીઓ પર દુષ્કર્મના પ્રયાસ કર્યા હોવાના આરોપ પણ લાગ્યા છે. ઘટના બાદ 7થી 8 સ્થાનિકોને હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.

    - Advertisement -

    વડોદરામાં (Vadodara) આજવા નિમેટા રોડ પર આવેલા શિકોતર માતાના મંદિર પાસે વિદેશી વિદ્યાર્થીઓએ (Foreign Students) ભારે ઉત્પાત મચાવ્યો હોવાનું સામે આવ્યું છે. જાણવા મળી રહ્યું છે કે, આ વિદ્યાર્થીઓએ ગરબામાંથી ઘરે પરત આવી રહેલા સ્થાનિકો પર હુમલો (Attack on Locals) કરી દીધો હતો અને સ્થાનિકોનો આરોપ છે કે, તેમણે યુવતીઓ પર દુષ્કર્મના પ્રયાસ પણ કર્યા હતા. આ ઘટનામાં 7-8 લોકો ઘાયલ થયા હોવાનું પણ કહેવાય રહ્યું છે. ઉપરાંત ત્રણ વિદ્યાર્થીઓને વાઘોડિયા પોલીસ સ્ટેશન પણ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં બંને પક્ષો વચ્ચે સમાધાન થયું હોવાનું સામે આવ્યું છે.

    આ ઘટનાને લઈને ઑપઇન્ડિયાએ વાઘોડિયા પોલીસ સ્ટેશનના PI પીઆર જાડેજા સાથે વાત કરી હતી. તેમણે ઘટનાની માહિતી આપતા જણાવ્યું હતું કે, વડોદરાની પારૂલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં 7 જેટલા વિદેશી વિદ્યાર્થીઓ નિમેટા રોડની સોસાયટીમાં ભાડેથી રહે છે. ઘટના દરમિયાન રાત્રે તેઓ અંદરોઅંદર ઝઘડી રહ્યા હતા અને તે સમયે જ ગરબા પૂર્ણ કરીને સ્થાનિકો ત્યાંથી પસાર થયા તો તેમની સાથે પણ મારામારી કરી હતી. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, બંને પક્ષના લોકોને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા અને બંને પક્ષોએ સમાધાન પણ કર્યું હતું. તેથી આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.

    આ ઘટનાને લઈને સ્થાનિકોનો આક્ષેપ છે કે, વિદ્યાર્થીઓએ તેમના પર પથ્થરમારો કર્યો હતો અને વાહનોમાં તોડફોડ પણ કરી હતી. ઉપરાંત સ્થાનિક યુવતીઓ પર દુષ્કર્મના પ્રયાસ કર્યા હોવાના આરોપ પણ લાગ્યા છે. ઘટના બાદ 7થી 8 સ્થાનિકોને હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે, ઘટના દરમિયાન આ તમામ વિદેશી વિદ્યાર્થીઓ નશામાં હતા અને યુવતીઓ પર પણ હુમલો કરી રહ્યા હતા.

    - Advertisement -

    દિવ્ય ભાસ્કરના અહેવાલ અનુસાર, આ તમામ વિદ્યાર્થીઓએ રસ્તો આંતરીને ઝઘડો શરૂ કર્યો હતો અને રસ્તા પર આડશ મૂકીને રસ્તો પણ બંધ કરી દીધો હતો. જેના કારણે ત્યાંથી જઈ રહેલા વટેમાર્ગુ અને સ્થાનિકોએ તેમને આ અંગે કહ્યું હતું. ત્યારબાદ આરોપ છે કે, વિદ્યાર્થીઓએ સ્થાનિકો પર પથ્થરમારો કરી દીધો હતો અને વાહનોમાં તોડફોડ કરવાનું શરૂ કરી દીધું હતું. જોકે, સમગ્ર ઘટનાને લઈને બંને પક્ષો વચ્ચે સમાધાન થયું હોવાનું સામે આવ્યું છે, જેના કારણે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં