Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાતવડોદરા ગેંગરેપ કેસના આરોપીઓનાં ગેરકાયદે મકાનનાં પાણી-ડ્રેનેજ-વીજ કનેક્શન કપાયાં, કોર્પોરેશને કહ્યું- સુપ્રીમ...

    વડોદરા ગેંગરેપ કેસના આરોપીઓનાં ગેરકાયદે મકાનનાં પાણી-ડ્રેનેજ-વીજ કનેક્શન કપાયાં, કોર્પોરેશને કહ્યું- સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન મુજબ થશે કાર્યવાહી

    MCમાં ડેપ્યુટી DDO દિનેશ દેવમુરારીએ જણાવ્યું હતું કે, દુષ્કર્મના બે આરોપીઓ મુન્ના અબ્બાસ બનજારા એને આફતાબના મકાનો ગેરકાયદેસર હોવાથી ત્રણ દિવસમાં પુરાવા રજૂ કરવા કહેવાયું હતું. તેમણે વધુમાં કહ્યું કે, મકાન જમીનદોસ્ત કરવા માટે મંજૂરી હોવી જરૂરી છે, તેથી મંજૂરી બાદ તે દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

    - Advertisement -

    વડોદરા ગેંગરેપ કેસ (Vadodara GangRape Case) મામલે નવા સમાચાર સામે આવી રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, વડોદરા કોર્પોરેશને (VMC) 5 આરોપીઓ પૈકીના બે આરોપીઓનાં ગેરકાયદેસર મકાનનાં પાણી, ડ્રેનેજ અને વીજ કનેક્શન કાપી નાખ્યાં છે. અધિકારીઓએ આ અંગે જણાવ્યું છે કે, બે આરોપીઓને ‘ગેરકાયદેસર બાંધકામ’ માટે નોટિસ આપવામાં આવી હતી, તે નોટિસના 72 કલાક બાદ શુક્રવારે (11 ઑક્ટોબર) વિવિધ કનેક્શન કાપવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કોર્પોરેશનની ટીમો સાથે ભાજપના કોર્પોરેટર નીતિન દોંગા અને ઉમેશ બ્રહ્મભટ્ટ પણ હાજર રહ્યા હતા.

    વોર્ડ નંબર-10ના ભાજપ કોર્પોરેટર નીતિન દોંગાએ આ ઘટનાને લઈને જણાવ્યું હતું કે, “VMCની ત્રણ દિવસની નોટિસ માટેની અવધિ આજે સમાપ્ત થઈ ગઈ છે. તેથી પ્રક્રિયા અનુસાર, વડોદરા ગેંગરેપ કેસના આરોપીના ગેરકાયદેસર મકાનના પાણી, ડ્રેનેજ અને વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે. આ કાર્યવાહી માટે અમને કોઈ પોલીસ સુરક્ષાની જરૂર નહોતી પડી.” આ ઉપરાંત તેમણે કહ્યું કે, “સુપ્રીમ કોર્ટના નિર્દેશ છે કે, ગેરકાયદેસર બાંધકામને ધ્વસ્ત કરવા માટે પણ કોર્ટનો દરવાજો ખખડાવવો પડશે, તે કારણસર અમે જિલ્લા કલેકટરનો સંપર્ક કરીશું અને તેમને સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરવા માટેની રજૂઆત કરીશું.” આ ઉપરાંત તેમણે એવું પણ કહ્યું હતું કે, અન્ય બે આરોપીઓ ભાડૂઆત હોવાથી તેમના મકાન પર હાલ સુધી કોઈ કાર્યવાહી થઈ શકી નથી.

    તે ઉપરાંત VMCમાં ડેપ્યુટી DDO દિનેશ દેવમુરારીએ જણાવ્યું હતું કે, દુષ્કર્મના બે આરોપીઓ મુન્ના અબ્બાસ બનજારા એને આફતાબના મકાનો ગેરકાયદેસર હોવાથી ત્રણ દિવસમાં પુરાવા રજૂ કરવા કહેવાયું હતું. તેમણે વધુમાં કહ્યું કે, મકાન જમીનદોસ્ત કરવા માટે મંજૂરી હોવી જરૂરી છે, તેથી મંજૂરી બાદ તે દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવશે. એ સિવાય કોર્પોરેશન દ્વારા એવું પણ કહેવાંઆ આવ્યું છે કે, સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

    - Advertisement -

    નોંધનીય છે કે, વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી ટાઉન ડેવલપમેન્ટ ઑફિસર દ્વારા બંને આરોપીઓને એક નોટિસ ફટકારવામાં આવી હતી, જેમાં શહેરના તાંદલજા વિસ્તારમાં આરોપીઓએ દબાણ કર્યું હોવાનું જણાવવામાં આવ્યું હતું અને 3 દિવસમાં તેને કેમ ન હટાવી દેવું તે માટે જવાબ કે લેખિત કારણો રજૂ કરવા માટે જણાવ્યું હતું. જોકે, સમયમર્યાદા સુધીમાં કોઈ પુરાવા રજૂ ન થતાં આખરે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

    શું હતી ઘટના?

    ગત 4 ઓક્ટોબર 2024 એટલે કે નવરાત્રીના બીજા નોરતે એક 16 વર્ષની અને 11માં ધોરણમાં ભણતી સગીરા ભાયલી-બીલ રોડ વિસ્તારમાં રાત્રે 11:30 વાગે સુમસાન રસ્તા પર તેના 16 વર્ષના મિત્ર સાથે બેઠી હતી. તેઓ બેઠા હતા, તેનાથી થોડે જ દૂર 5 યુવકો નશો કરીને બેઠા હતા. લગભગ રાત્રે 12 થી 1 વાગ્યાના આરસમાં તેમણે બંને સગીરોને હેરાન કરવાનું શરૂ કર્યું. 5 પૈકી 2 યુવકો થોડી વારમાં ત્યાંથી બાઈક લઈને ચાલ્યા ગયા. બાકીના મુન્ના અબ્બાસ બંજારા,અલ્તાફ બંજારા અને શાહરુખ ઇસ્માઇલ બંજારા એમ ત્રણ મુસ્લિમ આરોપીઓએ બાળકી અને તેના મિત્રને ઘેરી લીધો.

    થોડી હેરાનગતિ બાદ એક આરોપીએ સગીરાના મિત્રને પકડી રાખ્યો હતો અને બાકીના બે જણાએ બાળકીને નજીકમાં ઢસડી જઈને તેના પર ગેંગરેપ કર્યો હતો. ઘટના બાદ ડઘાયેલા બંને સગીરોએ પોતાના પરિવારને આ વિષે જાણ કરતા તેઓ તાત્કાલિક પોલીસ પાસે પહોંચ્યા હતા. જાણ થતાં જ પોલીસે વિસ્તારને કોર્ડન કરી દીધો હતો અને ઘટનાસ્થળે જઈ તપાસ આદરી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં