Friday, November 22, 2024
More
    હોમપેજદેશમૈસુર-દરભંગા એક્સપ્રેસને તમિલનાડુના તિરુવલ્લુર પાસે નડ્યો અકસ્માત, 19ને ઈજા: ટ્રેન મુખ્ય લાઇનને...

    મૈસુર-દરભંગા એક્સપ્રેસને તમિલનાડુના તિરુવલ્લુર પાસે નડ્યો અકસ્માત, 19ને ઈજા: ટ્રેન મુખ્ય લાઇનને બદલે લૂપલાઇનમાં ચાલી જતાં માલગાડી સાથે અથડાઈ

    માલગાડી સાથે દરભંગા બાગમતી એક્સપ્રેસ ભટકાતા તેના ડબ્બા પાટા પરથી ખડી પડ્યા હતા. અંધારી રાત મુસાફરોની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો હતો. આ અકસ્માતમાં 19 મુસાફરો ઘાયલ થયા છે.

    - Advertisement -

    મૈસૂર-દરભંગા બાગમતી એક્સપ્રેસ (Mysore-Darbhanga Bagmati Express) શુક્રવારે (11 ઑક્ટોબર) તમિલનાડુના (Tamilnadu) તિરુવલ્લુર પાસે અકસ્માતગ્રસ્ત થઈ. આ અકસ્માતમાં 19 લોકો ઘાયલ થયા હતા, જેમાંથી ત્રણ યાત્રીની હાલત ગંભીર છે અને તેમને ICUમાં સારવાર આપવામાં આવી રહી છે. એક ટ્રેન મુખ્ય લાઇનને બદલે લૂપ લાઇનમાં જતી રહી હોવાના કારણે અકસ્માત સર્જાયો હોવાનું કહેવામાં આવે છે. અકસ્માત સમયે ટ્રેનની ઝડપ લગભગ 75 કિમી પ્રતિ કલાક હતી. આ ટ્રેન મુખ્ય લાઈનમાં જવાને બદલે લૂપ લાઈનમાં જતી રહી.

    માલગાડી સાથે દરભંગા બાગમતી એક્સપ્રેસ ભટકાતાં તેના ડબ્બા પાટા પરથી ખડી પડ્યા હતા. અંધારી રાત્રે વિસ્તાર મુસાફરોની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો હતો. આ અકસ્માતમાં 19 મુસાફરો ઘાયલ થયા છે. ટ્રેનના એક કોચમાં પણ આગ લાગી હતી. અકસ્માતના સમાચાર મળતાં જ સ્થળ પર રાહત અને બચાવકાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હતું. દિલ્હીમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પોતે રાહત અને બચાવ પર નજર રાખી રહ્યા છે. તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે સરકાર ઝડપથી રાહત અને બચાવ કાર્ય કરી રહી છે.

    રેલવેના જણાવ્યા અનુસાર, ચેન્નઈ રેલ ડિવિઝનના પોન્નેરી-કાવરાપેટ્ટાઈ સેક્શનમાં એક્સપ્રેસ ટ્રેન અને માલગાડી વચ્ચેની ટક્કરમાં કોઈ હજુ સુધી કોઈ જાનહાનિ થયું હોવાનું જાણવા મળ્યું નથી. દક્ષિણ રેલવેએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે ટ્રેન નંબર 12578 મૈસુરુ ડિબ્રુગઢ દરભંગા બાગમતી એક્સપ્રેસને એલએચબી કોચ સાથે 11 ઑક્ટોબરના રોજ રાત્રે 8.27 વાગ્યે તિરુવલ્લુર જિલ્લાના પોન્નેરી સ્ટેશનને પાર કર્યા પછી આગળ વધવા માટે લીલી ઝંડી આપવામાં આવી હતી. સત્તાવાર નિવેદનમાં જણાવ્યા અનુસાર, “કાવરાપેટ્ટાઇ સ્ટેશનમાં પ્રવેશતી વખતે, ટ્રેનના ક્રૂને તીવ્ર ઝટકો લાગ્યો હતો અને ટ્રેન મુખ્ય લાઇન પર જવાને બદલે લૂપલાઇનમાં ચડી હતી. આ લાઈન પર પહેલેથી જ એક માલગાડી ઉભી હતી, જેની સાથે ટ્રેન ધડાકાભેર અથડાઈ હતી.”

    - Advertisement -

    ટ્રેનનો ક્રૂ સલામત હતો અને એક કોચમાં આગ લાગી હતી, જેને ફાયર ટેન્ડર દ્વારા બુઝાવી દેવામાં આવી હતી. રેલવે ટ્રેકના અસરગ્રસ્ત હિસ્સામાં ટ્રેનની અવરજવર સ્થગિત કરી દેવામાં આવી છે, એમ તેમાં જણાવાયું હતું. રેલવે અસરગ્રસ્ત રૂટ પર રેલવે વ્યવહારને વહેલી તકે સામાન્ય બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

    મહત્વનું છે કે, અકસ્માતમાં લોકો પાયલટ સહિતનો ક્રૂ સહી સલામત છે. એક કોચમાં જે આગ લાગી હતી, તેને પણ તાત્કાલિક કાબૂમાં લઈ લેવામાં આવી હતી. ફાયર વિભાગ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હોવાથી આગ વધતી અટકાવવામાં સફળતા મળી હતી. રેલવે વિભાગ દ્વારા આ રૂટની અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે. કેટલીક ટ્રેનના રૂટ ડાયવરટ કરવામાં આવ્યા છે. વિભાગ બને તેટલું વહેલા ટ્રેક ક્લિયર થાય તે માટે કામગીરી કરી રહ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં