Friday, November 22, 2024
More
    હોમપેજદેશજે સંગઠનને સરકારે ‘આતંકવાદી’ ઘોષિત કર્યું, તે ભારતમાં લાવવા માંગતું હતું ઇસ્લામી...

    જે સંગઠનને સરકારે ‘આતંકવાદી’ ઘોષિત કર્યું, તે ભારતમાં લાવવા માંગતું હતું ઇસ્લામી શાસન: ગૃહ મંત્રાલયે કહ્યું- લોકતાંત્રિક વ્યવસ્થા અને આંતરિક સુરક્ષા માટે જોખમ છે ‘હિઝ્બ ઉત તહરીર’

    ‘હિઝ્બ ઉત તહરીર’ એક કટ્ટરવાદી ઇસ્લામિક સંગઠન છે, જેની સ્થાપના 1953માં જેરુસલેમમાં થઈ હતી. તેના આતંકવાદીઓ વૈશ્વિક ઇસ્લામિક ખિલાફત (ઇસ્લામિક રાજ્ય)ની સ્થાપના કરવાનો અને આખા વિશ્વમાં ઇસ્લામિક શરિયા લાગુ કરવાનાં સપનાં જોતા રહે છે.

    - Advertisement -

    કેન્દ્રીય ગૃહ મંત્રાલયે વૈશ્વિક ઈસ્લામિક કટ્ટરપંથી સંગઠન ‘હિઝ્બ ઉત તહરીર’ (HuT)ને આતંકવાદી સંગઠન જાહેર કરીને તેના પર પ્રતિબંધ મૂક્યો છે. સરકારે કહ્યું કે આ સંગઠન આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ છે, જેનું કામ જેહાદની આડમાં સમાન માનસિકતા ધરાવનારાઓને ISISમાં સામેલ થવા માટે ઉશ્કેરવાનું છે આ સંગઠન આતંકવાદી ગતિવિધિઓ માટે ભંડોળ એકત્ર કરવાનું પણ કામ કરી રહ્યું હતું. ઉપરાંત, ભારતમાં સરકાર ઉથલાવીને ઇસ્લામી શાસન લાવવાનો પણ તેનો મકસદ હતો.

    ઉલ્લેખનીય છે કે ‘હિઝ્બ ઉત તહરીર’ એક કટ્ટરવાદી ઇસ્લામિક સંગઠન છે, જેની સ્થાપના 1953માં જેરુસલેમમાં થઈ હતી. તેના આતંકવાદીઓ વૈશ્વિક ઇસ્લામિક ખિલાફત (ઇસ્લામિક રાજ્ય)ની સ્થાપના કરવાનો અને આખા વિશ્વમાં ઇસ્લામિક શરિયા લાગુ કરવાનાં સપનાં જોતા રહે છે. આ સંગઠન મધ્ય પૂર્વ અને દક્ષિણ એશિયાના વિવિધ ભાગોમાં ખૂબ સક્રિય છે. છેલ્લાં થોડાં વર્ષોથી ભારતમાં પણ પગપેસારો કરી રહ્યું હતું.

    કેન્દ્ર સરકારે 10 ઑક્ટોબરે આ સંગઠનને UAPA હેઠળ આતંકી સંગઠન જાહેર કરીને તેના પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક ગેઝેટ નોટિફિકેશન પર ઘોષણા કરતાં જણાવ્યું હતું કે HuT યુવાનોને કટ્ટરપંથી બનાવવા અને તેમને ISIS જેવા આતંકવાદી સંગઠનોમાં જોડાવા અને આતંકવાદી પ્રવૃત્તિઓ માટે ભંડોળ એકત્ર કરવા માટે પ્રેરિત કરવામાં સામેલ છે.

    - Advertisement -

    આ સિવાય HuT વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ, સિક્યોર્ડ એપ્સનો ઉપયોગ કરીને અને ‘દાવાહ’ (આમંત્રણ) બેઠકો યોજીને આતંકવાદી પ્રવૃત્તિઓમાં જોડાવા યુવાનોને પ્રોત્સાહિત કરીને આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યું હોવાનું પણ એજન્સીઓની તપાસમાં ખૂલ્યું હતું.

    ગૃહ મંત્રાલયે કહ્યું કે, HuT એક એવું સંગઠન છે જેનો ઉદ્દેશ્ય દેશના નાગરિકોને (સંગઠનમાં) સામેલ કરીને જેહાદ અને આતંકવાદી પ્રવૃત્તિઓ દ્વારા લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારોને ઉથલાવી દેવાનો છે અને ભારત સહિત સમગ્ર વિશ્વમાં ઈસ્લામિક રાષ્ટ્ર અને ખિલાફતની સ્થાપના કરવાનો છે.

    ઘોષણા પત્રમાં લખ્યું છે કે, આ સંગઠન દેશની લોકતાંત્રિક વ્યવસ્થા અને આંતરિક સુરક્ષા માટે ગંભીર જોખમ છે. તેથી, કલમ 35 ની પેટા-કલમ (1) ની કલમ (a) દ્વારા આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને સંગઠનને ગેરકાયદેસર પ્રવૃતિઓ (નિવારણ) અધિનિયમ, 1967 હેઠળ પ્રતિબંધિત સંગઠન જાહેર કરવામાં આવ્યું છે.

    આ જાહેરાત કરતી સૂચનામાં કહેવામાં આવ્યું છે કે, “કેન્દ્ર સરકાર માને છે કે ‘હિઝ્બ ઉત તહરીર’ આતંકવાદમાં સામેલ છે અને ભારતમાં આતંકવાદનાં વિવિધ કૃત્યોમાં સામેલ છે.” આ સંગઠનને આતંકી જાહેર કરી ગૃહ મંત્રાલયે તેના પર પ્રતિબંધ લગાવી દીધો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં