Friday, October 18, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમસૂરી આવીને જે ચાનો સ્વાદ માણે છે દુનિયાભરના પર્યટકો, તેમાં થૂંકી રહ્યા...

    મસૂરી આવીને જે ચાનો સ્વાદ માણે છે દુનિયાભરના પર્યટકો, તેમાં થૂંકી રહ્યા હતા દુકાનદાર નૌશાદ-હસન અલી: ‘થૂંક જેહાદ’નો વિડીયો વાયરલ થયા બાદ FIR

    મસૂરી ફરવા આવેલા એક વ્યક્તિ દ્વારા એક વિડીયો બનાવવામાં આવ્યો. વિડીયોમાં ચાની કીટલીનો માલિક નૌશાદ અને હસન અલી ચા બનાવતા-બનાવતા તેમાં થૂંકી રહ્યા છે. ઘટના કેમેરામાં કેદ થતાની સાથે જ પર્યટકે તેમની હરકત પર વાંધો ઉઠાવ્યો તો બંનેએ યુવક સાથે માથાકૂટ કરીં અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી. આ મામલે પર્યટકની ફરિયાદ બાદ પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી.

    - Advertisement -

    સોશિયલ મીડિયાના આ યુગમાં કેટલાક કિસ્સાઓ એવા સામે આવે કે તમને બે ઘડી વિચાર કરવા મજબૂર કરી દે. એવા અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે કે જેમાં કેટલાક ઈસમો ખાવા-પીવાની વસ્તુઓમાં થૂંકતા જોવા મળ્યા હોય. ક્યારેક જ્યૂસમાં પેશાબ, તો ક્યારેક રોટલી કે અન્ય કોઈ ખાદ્ય સામગ્રીમાં થૂંક, વિકૃત મગજના માનવીઓ ખબર નહીં શું-શું કરતા નજરે પડે છે.ત્યારે હવે મસુરીમાં (Mussoorie) પર્યટકોની ચામાં થૂંકી રહેલા દુકાનદાર નૌશાદ અને હસન અલીનો વિડીયો વાયરલ (Viral Video) થઇ રહ્યો છે. આ બંને મસૂરીમાં ચાનો સ્ટોલ ધરાવે છે.

    પ્રાપ્ત માહિતી અસ્નુંઅસ મસૂરી ફરવા આવેલા એક વ્યક્તિ દ્વારા એક વિડીયો બનાવવામાં આવ્યો. વિડીયોમાં ચાની (Tea Stall) કીટલીનો માલિક નૌશાદ અને હસન અલી ચા બનાવતા-બનાવતા તેમાં થૂંકી રહ્યા છે. ઘટના કેમેરામાં કેદ થતાની સાથે જ પર્યટકે તેમની હરકત પર વાંધો ઉઠાવ્યો તો બંનેએ યુવક સાથે માથાકૂટ કરી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી. આ મામલે પર્યટકની ફરિયાદ બાદ પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી. હાલ બંને આરોપીઓ પોલીસની પકડથી દૂર છે અને પોલીસ તેમને પકડવા માટે તૈયારી કરી રહી હોવાનું સામે આવ્યું છે.

    ચાના વાસણમાં થૂંકતા ઝડપાયા

    આ કેસ અંગે પોલીસ અધિક્ષક (એસએસપી) અજયસિંહે જણાવ્યું હતું કે આ ઘટના ગત 29 સપ્ટેમ્બરની છે. આ મામલે મસૂરી પોલીસે માહિતી આપી હતી કે ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂનના રાયપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા હિમાંશુ વિશ્નોઈએ મસૂરી પોલીસ સ્ટેશનમાં ઓનલાઈન ફરિયાદ આપી હતી. આ ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ સવારે 6.30 વાગ્યે મસૂરી લાયબ્રેરી ચોક (ગાંધી ચોક) ખાતે હતા. અહીં આવેલા પ્રખ્યાત વ્યુ પોઈન્ટ પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ હાજર હતા. અહીં પ્રવાસીઓ ઉપરાંત બે યુવકો પણ હતા, જે ચા, બન, બટર જેવી ખાવા-પીવાની વસ્તુઓ વેચી રહ્યા હતા. હિમાંશુએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમણે પોતે પણ એમની પાસેથી ચા પીધી હતી. ચા પીધા બાદ તેઓ આસપાસના વાતાવરણને કેમેરામાં કેદ કરવા લાગ્યા હતા.

    - Advertisement -

    ઠપકો આપ્યો તો ગાળો ભાંડી, જાનથી મારી નાખવાની આપી ધમકી

    હિમાંશુએ કેમેરો ચાલુ કરીને ધુમ્મસ અને આસપાસની જગ્યાનું રેકોર્ડિંગ કર્યું. આ દરમિયાન અનાયસે પેલો ચા વેચતો યુવક ચાના વાસણમાં થૂંકતો કેદ થઈ ગયો હતો. ફરીયાદી હિમાંશુએ જણાવ્યું હતું કે, આવું ઘૃણાસ્પદ કૃત્ય કરવા અને સામાન્ય લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવા બાબતે જ્યારે તેમણે તેમને ઠપકો આપ્યો, તો બંને યુવકોએ તેમને ગાળો ભાંડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બીજી તરફ મસૂરી પોલીસે પણ આ મામલે માહિતી આપી હતી કે ફરિયાદીએ બે ચા વેચતા યુવકો નૌશાદ પુત્ર શેર અલી સામે જમસર કોલોની ખતૌલી, મુઝફ્ફરનગર, યુપીના રહેવાસી અને હસન અલી પુત્ર શેર અલી, ગદ્દી ખાના, કિતાબઘર, મસૂરી, વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની (બીએનએસ) કલમ 196 (1) (બી), 274, 299, 351, 352 હેઠળ કેસ નોંધ્યો છે.

    નોંધવું જોઈએ કે આ પહેલા એવી અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે. એક ઘટનામાં એક વ્યક્તિ લગ્નના સમારોહમાં બનાવવામાં આવી રહેલી રોટલીઓ પર થૂંકી રહ્યો હતો. અન્ય એક વ્યક્તિ જ્યુસમાં પેશાબ કરતા પકડાયો હતો. એકાદી હોટેલમાં પણ એક વ્યક્તિ રોટલી બનાવતી વખતે તેના પર થૂંકી રહ્યો હતો. આ મોટાભાગની ઘટનાઓમાં તમામ આરોપી મુસ્લિમ સમુદાયના હોવાથી આશ્ચર્ય ઉભું કરી રહ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં