Friday, November 22, 2024
More
    હોમપેજદેશજેમના કાકા અને પિતાએ ગુમાવ્યો હતો આતંકી હુમલામાં જીવ, તે શગુન પરિહારે...

    જેમના કાકા અને પિતાએ ગુમાવ્યો હતો આતંકી હુમલામાં જીવ, તે શગુન પરિહારે કિશ્તવાડમાં ફરકાવ્યો ભગવો: ભાજપમાંથી લડ્યા હતા ચૂંટણી

    શગુન ભાજપના દિગ્ગજ નેતા અનિલ પરિહારની ભત્રીજી છે. હિઝબુલ મુજાહિદ્દીને કરેલા આતંકવાદી હુમલામાં અનિલ પરિહારની હત્યા થઈ હતી. આ જ હુમલામાં શગુનના પિતા અજિત પરિહારની પણ હત્યા કરવામાં આવી હતી.

    - Advertisement -

    જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં (Jammu-Kashmir Legislative Election) ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર શગુન પરિહાર (Shagun Parihar) કિશ્તવાડ (Kishtwar) મતવિસ્તારમાંથી 521 મતોથી જીત્યા હતા. 8 ઑક્ટોબરે ચૂંટણીનું પરિણામ આવ્યું હતું. શગુન પરિહારના પિતા અને કાકાએ આતંકી હુમલામાં જીવ ગુમાવ્યો હતો. તેમના પિતા અને કાકા પણ ભાજપના નેતા હતા. ત્યારે ભાજપે શગુન પરિહારનને નેશનલ કૉન્ફરન્સ ના સજ્જાદ અહેમદ વિરુદ્ધ ટિકિટ આપી હતી. જોકે, તેમણે સજ્જાદને હરાવીને ભગવો ફરકાવી દીધો છે.

    ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીર ખાતે 10 વર્ષ બાદ વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. જમ્મુ-કાશ્મીરની ચૂંટણીમાં આ વખતે ઘણી સીટોની ખૂબ ચર્ચા થઈ હતી. તેમાંની એક સીટ કિશ્તવાડ પણ હતી, આ જ બેઠક પરથી ભાજપે શગુન પરિહારને મેદાને ઉતાર્યા હતા અને પ્રથમ વખત ચૂંટણી લડનાર શગુનનો વિજય પણ થયો હતો. તેમણે નેશનલ કૉન્ફરન્સના ઉમેદવાર સજ્જાદ અહેમદને 521 મતોથી હરાવ્યા હતા.

    કિશ્તવાડ બેઠક પર ભાજપે શગુન પરિહારને, નેશનલ કૉન્ફરન્સે સજ્જાદ અહેમદ કિચલુને અને પીડીપીએ ફિરદૌસ અહેમદ ટાકને ઉમેદવાર બનાવ્યા હતા. શગુનને 29,053 વોટ મળ્યા જ્યારે સજ્જાદ અહેમદને 28,532 વોટ મળ્યા હતા. ત્રીજા ક્રમે રહેલા ફિરદૌસ અહેમદને માત્ર 997 વોટ મળ્યા હતા. આ રીતે, આ મુસ્લિમ પ્રભુત્વવાળી બેઠક પર શગુન પરિહારે 521 મતોથી જીત મેળવી હતી.

    - Advertisement -

    જીત મેળવ્યા બાદ શગુને મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, “અહીં ઘણા લોકોએ સુરક્ષા સમસ્યાઓના કારણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે. મોટી સંખ્યામાં અમારા સૈનિકો ગુમાવ્યા છે. મેં મારા પિતાને ગુમાવ્યા છે, તો ઘણા લોકોએ તેમના પુત્રો અને ભાઈઓને ગુમાવ્યા છે. મારો પ્રથમ પ્રયાસ એ સુનિશ્ચિત કરવાનો રહેશે કે અહીં રહેતું દરેક બાળક તેના પિતાની છાયામાં રહે, વિસ્તારમાં શાંતિ અને સમૃદ્ધિ રહે.”

    ઉલ્લેખનીય છે કે, આ પહેલાં વર્ષ 2014માં યોજાયેલી ચૂંટણીમાં પણ કિશ્તવાડથી ભાજપના ઉમેદવાર જ જીત્યા હતા. 2014ની ચૂંટણીમાં પણ ભાજપના સુનીલ કુમાર શર્માએ NC ઉમેદવાર સજ્જાદ અહમદ કિચલુને 2852 મતોથી હરાવ્યા હતા. જયારે આ વખતે શગુને ફરીથી કિચલુને હરાવ્યા છે.

    શગુન ભાજપના દિગ્ગજ નેતા અનિલ પરિહારની ભત્રીજી છે. હિઝબુલ મુજાહિદ્દીને કરેલા આતંકવાદી હુમલામાં અનિલ પરિહારની હત્યા થઈ હતી. આ જ હુમલામાં શગુનના પિતા અજિત પરિહારની પણ હત્યા કરવામાં આવી હતી. નોંધનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ પહેલીવાર વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપે તેમના દિગ્ગજ નેતાની ભત્રીજી શગુન પરિહારને ટિકિટ આપી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં