Friday, November 22, 2024
More
    હોમપેજક્રાઈમફરી ટાર્ગેટ પર સાબરમતી એક્સપ્રેસ, ટ્રેક પર ફેંકી દેવાઈ સાઇકલ: પાતાલકોટ એક્સપ્રેસને...

    ફરી ટાર્ગેટ પર સાબરમતી એક્સપ્રેસ, ટ્રેક પર ફેંકી દેવાઈ સાઇકલ: પાતાલકોટ એક્સપ્રેસને પણ ઉથલાવવાનો પ્રયાસ

    વધુ બે ટ્રેનો પાટા પરથી ઉથલાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. એક છે સાબરમતી એક્સપ્રેસ અને બીજી છે પાતાલકોટ એક્સપ્રેસ.

    - Advertisement -

    તાજેતરમાં એવી અનેક ઘટનાઓ સામે આવી છે કે જેમાં ટ્રેનને પાટા પરથી ઉથલાવી દેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોય. આ પ્રકારની ઘટનાઓએ સુરક્ષા એજન્સીઓને ચિંતિત કરી દીધી છે. રેલવેના પાટા પર જાણી જોઈને સળિયા, લાકડા, સિલિન્ડર, સાઇકલ મૂકવા જેવી ઘટનાઓ એક મોટા ષડ્યંત્ર તરફ ઈશારો કરે છે. તાજા કિસ્સામાં વાત કરીએ તો ટ્રેનની સામે સાયકલ ફેંકીને ટ્રેનને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, અન્ય એક કિસ્સામાં ટ્રેનના પાટા પર એક લોખંડનો સળીયો મૂકીને તેને ઉથલાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો. મતલબ કે વધુ બે ટ્રેનો પાટા પરથી ઉથલાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. એક છે સાબરમતી એક્સપ્રેસ અને બીજી છે પાતાલકોટ એક્સપ્રેસ.

    સંતકબીર નગર: સાબરમતી એક્સપ્રેસને બનાવવામાં આવી

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સંતકબીર નગર ખાતે સાબરમતી એક્સપ્રેસની સામે એક સાઈકલ ફેંકવામાં આવી હતી, જેના કારણે ટ્રેનના એન્જિનને નુકસાન પહોંચ્યું હતું. લોકો પાયલોટે તાત્કાલિક ઇમરજન્સી બ્રેક લગાવીને ટ્રેન રોકી દીધી, પરંતુ સાઇકલ એન્જિનમાં ફસાઇ ગઈ હતી. રેલવે પોલીસના જણાવ્યા અનુસાર, ગોરખપુરથી લખનૌ જઈ રહેલી સાબરમતી એક્સપ્રેસ શનિવારે સવારે લગભગ 6:30 વાગ્યે ખલીલાબાદની જૂની આરટીઓ ઓફિસ નજીકથી પસાર થઇ રહી હતી. આ દરમિયાન અજાણ્યો શખ્સ સાઇકલ ટ્રેનની સામે ફેંકીને ફરાર થઈ ગયો હતો. સાઇકલને ટ્રેનમાં ફસાયેલી જોઈ પાયલોટે સાતસો મીટર આગળ ટ્રેન રોકી અને ક્ષતિગ્રસ્ત સાઇકલ હટાવી લીધી હતી. આ પછી, ટ્રેન આગળ રવાના થઈ.

    એસપી સત્યજીત ગુપ્તા સહિત અનેક પોલીસ સ્ટેશનના એસએચઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમજ ઘટના સ્થળની આસપાસ જીઆરપી એસઓ, સીઓ, આરપીએફના અધિકારીઓ સાઇકલ ફેંકનારની શોધખોળ કરી રહ્યા છે. જોકે, આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી, પરંતુ આ ઘટના રેલવેની સુરક્ષા પર સવાલો ઉભા કરે છે. આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે રેલવેની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવાની જરૂર છે. પોલીસે તેની તપાસ બાળકોની કરતૂત ગણીને કરી હતી, પરંતુ મોટા ષડ્યંત્રની શક્યતા નકારી શકાય નહીં.

    - Advertisement -

    લલિતપુર: પાતાલકોટ એક્સપ્રેસ સામે લોખંડનો સળીયો આવ્યો

    બીજી તરફ ઉત્તર પ્રદેશના જ લલિતપુરમાં પાતાલકોટ એક્સપ્રેસ સાથે પણ એક ગંભીર ઘટના બની હતી. એકાએક ટ્રેક પર રાખેલો લોખંડનો સળિયો ટ્રેનના એન્જિનમાં ફસાઈ ગયો હતો. ટ્રેન નંબર 14624 પાતાલકોટ એક્સપ્રેસના એન્જિનમાં લોખંડનો સળીયો ફસાઈ ગયા બાદ ઘર્ષણથી તણખા ઝરવા લાગ્યા હતા. ગેટમેનની જાણકારી પર ટ્રેનના લોકો પાયલોટે ઇમરજન્સી બ્રેક લગાવીને એક મોટો અકસ્માત થતા ટાળી દીધો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, સત્યમ યાદવ નામના યુવકે રેલવે કન્સ્ટ્રક્શન સાઈટ પરથી સળિયો ચોરવાનો પ્રયાસ કર્યો હતો અને ટ્રેનના ડરથી ભાગતી વખતે ટ્રેક પર જ સળિયો મૂકી નીકળી ગયો હતો. આવી બધી ઘટનાઓ સૂચવે છે કે, આ તમામ નાના-નાના બનાવો એક મોટા ષડ્યંત્રનો ભાગ હોય શકે છે.

    ઘટનાઓ પાછળ શું હોઈ શકે કારણ?

    રેલવેને નિશાન બનાવતી આ ઘટનાઓ પાછળનો હેતુ માત્ર છોકરમત ન હોય શકે. આ ઘટનાઓ ભારતને મોટું નુકસાન પહોંચાડવાના હેતુથી આતંકવાદી કાવતરાનો પણ એક ભાગ હોય શકે છે. આવી સ્થિતિમાં સુરક્ષા એજન્સીઓ અને ભારતીય રેલવે આ ઘટનાઓ પાછળનો સાચો હેતુ સમજે અને તે મુજબ કાર્યવાહી કરે તે ખૂબ જરૂરી બની રહે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં