Friday, November 22, 2024
More
    હોમપેજદેશગાંધીવાદી ‘અહિંસા’ના ઝંડા લહેરાવતી કોંગ્રેસ સરકારે ગાંધી જયંતિએ જ વિદ્યાર્થીઓ પર ગુજાર્યું...

    ગાંધીવાદી ‘અહિંસા’ના ઝંડા લહેરાવતી કોંગ્રેસ સરકારે ગાંધી જયંતિએ જ વિદ્યાર્થીઓ પર ગુજાર્યું હતું દમન: વાત ઘૂસણખોરીના વિરોધમાં ABVPએ ચલાવેલા અભિયાનની

    જો આજથી 40 વર્ષ પહેલાં કોંગી સરકારે તેની સત્તાની લાલચ અને મુસ્લિમો પ્રત્યેનો 'અથાગ પ્રેમ' છોડીને ઘૂસણખોરી સહિતની સમસ્યાઓ પર ધ્યાન આપીને નિર્ણય લીધા હોત તો કદાચ આજે દેશના ઉત્તર-પૂર્વ સહિતના દરેક રાજ્યો બાંગ્લાદેશી ઘૂસણખોરીનો શિકાર ના બન્યા હોત.

    - Advertisement -

    બાંગ્લાદેશી ઘૂસણખોરીની (Bangladesh Intrusion) ઘટનાઓ વર્તમાનમાં ખુલીને સામે આવી રહી છે. પંરતુ આ ષડ્યંત્ર દાયકાઓથી ચાલી રહ્યું છે. ક્યારેક વોટબેંકના નામે, તો ક્યારેક તુષ્ટિકરણના નામે આ ઘૂસણખોરી કરનારાઓને ભારતીય નાગરિકોનો દરજ્જો મળતો રહ્યો છે. આ ષડ્યંત્રના ભોગ બનનાર રાજ્યોમાં પશ્ચિમ બંગાળ, બિહાર અને ઉત્તર-પૂર્વના (North-East) રાજ્યોનો સમાવેશ થાય છે. આ જ ઘૂસણખોરીના વિરોધમાં દેશમાં કેટલાય આંદોલનો થયા છે. આવા જ એક દેશવ્યાપી આંદોલનની ચર્ચા આજે આપણે કરવાના છીએ, જેણે આજથી લગભગ 40 વર્ષ પહેલાં આ જ દિવસે દેશમાં પડઘા પાડ્યા હતા. આ આંદોલન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (Akhil Bhartiya Vidyarthi Parishad) એટલે ABVP દ્વારા કરવામાં આવ્યું હતું. આ ‘ગુવાહાટી સત્યાગ્રહ’માં (Guwahati Satyagrah) જ ગાંધીના (M K Gandhi) ‘અહિંસાના’ વિચારોના પરચમ લહેરાવતી કોંગ્રેસ સરકારે રાષ્ટ્રવ્યાપી સમસ્યાનો વિરોધ કરવા પહોંચેલા વિદ્યાર્થીઓ પર લાઠીઓ ઉગામીને તેમને ઘાયલ કર્યા હતા.

    આ આંદોલન અંગે જાણતા પહેલાં આ આંદોલનના બીજ ક્યાં અને કેવી પરિસ્થિતિમાં રોપાયા હતા, તથા આંદોલનનું આટલું વિશાળ સ્વરૂપ ધારણ કરવા પાછળના કારણો અને તત્કાલીન સ્થિતિની માહિતી મેળવવી આવશ્યક છે. ABVP દ્વારા 1983માં બાંગ્લાદેશી ઘુસણખોરીના વિરોધમાં કરવામાં આવેલ આ પ્રથમ આંદોલન નહોતું. આ આંદોલનના બીજ તત્કાલીન સમયમાં ચાલી રહેલ ‘આસામ આંદોલન’માં રોપાયેલા છે. આસામમાં 28 માર્ચ, 1979માં મંગલદે લોકસભા સીટના સાંસદ હીરાલાલ પટવારીની હત્યા બાદ પેટાચૂંટણી યોજાવાની હતી. આ દરમિયાન જ મતદાતા સુચિ તપાસતા 70,000માંથી 26,900 બાંગ્લાદેશી ઘૂસણખોરો નીકળ્યા.

    ‘આસામ આંદોલન’ને પૂર્ણ સમર્થન

    આ મામલે 1979માં જયપુરમાં થયેલા ABVPના 25માં રાષ્ટ્રીય અધિવેશનમાં રાષ્ટ્રીય કાર્યકારીણી બેઠકમાં ‘આસામ આંદોલન’ને સંપૂર્ણ સહયોગ આપવાનો પ્રસ્તાવ પારિત થયો, તથા ABVP પ્રતિનિધિ મંડળે તત્કાલીન ચૂંટણી કમિશનર એસ.એલ. શકધરને મળીને મતદાતા સુચિમાંથી બાંગ્લાદેશીઓના નામ કાઢવા માટે અને આ પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી ચૂંટણી સ્થગિત કરવા માંગ કરી. આ બાદ 1980માં ‘આસામ આંદોલન’ના સમર્થનમાં એક રાષ્ટ્રવ્યાપી આંદોલન શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો. 9 જૂન 1980ના દિવસે ABVPના 40 કાર્યકર્તાઓએ આસામના અગ્રીમ નેતાઓ સાથે મળીને સંસદ ભવનની બહાર 24 કલાકની ભૂખ હડતાલ કરી હતી.

    - Advertisement -

    ઘુસણખોરી અટકાવવા ઇન્દિરા ગાંધી સમક્ષ માંગ

    આ હડતાલ દરમિયાન તત્કાલીન વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીને આસામની ઘૂસણખોરીની સમસ્યાને દેશની એકતા, સુરક્ષા તથા અખંડિતતાની સમસ્યા ઘોષિત કરવાની માંગ સાથે આવેદન સોંપાયું.. આ બાદ સમગ્ર રાષ્ટ્રમાં વિવિધ સ્થાનો પર ‘આસામ આંદોલન’ના સમર્થનમાં પ્રદર્શનો થવા લાગ્યા. કર્ણાટકના બેંગ્લોર, શિમોગા તથા મહારાષ્ટ્રના પુણેમાં સાર્વજનિક સભાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આંધ્ર પ્રદેશના 2 શહેરોમાં 500 વિદ્યાર્થીઓએ ‘સાયકલ રેલી’નું આયોજન પણ કર્યું હતું.

    ઘૂસણખોરી મામલે વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓ સાથે યોજ્યું સંમેલન

    4 જાન્યુઆરી 1981ના રોજ નવી દિલ્હીના કોન્સ્ટીટ્યુશન ક્લબમાં આસામમાં ચાલી રહેલ તણાવ અંગે એક રાષ્ટ્રીય સંમેલનનું આયોજન થયું, જેમાં કોંગ્રેસ, લોકદળ, માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી, ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી જેવા રાજકીય પક્ષો તથા અખિલ અસમ સ્ટુડન્ટ યુનિયન (AASU), આસામ સાહિત્ય સભા, આસામ ટીચર્સ કોલેજ અસોસિએશન, ગુવાહાટી યુનીવર્સીટી ટીચર્સ એસોસિયેશન સહિતના 12 સંગઠનોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા. આ બાદ એક સમિતિ બનાવાયી જેમાં મુખ્ય માંગો તરીકે ઘૂસણખોરોની ઓળખ કરો (Detection), મતદાતા સુચિમાંથી તેમનું નામ કાઢો (Deletion) અને તેમને દેશની બહાર કાઢો (Deportation)નો સમાવેશ કરવામાં આવ્યો હતો.

    અન્ય રાજ્યોમાં ફેલાયું હતું ઘૂસણખોરીનું દુષણ

    આ કાર્ય કરવા માટે નેશનલ રજીસ્ટર ઓફ સીટીઝન (NRC)ની માંગ થવા લાગી. 25, એપ્રિલ 1982માં ગેરકાયદે ઘૂસણખોરીના વિરોધમાં કિશનગંજમાં વિશાળ હિંદુ યુવા સંમેલનનું આયોજન થયું, જેમાં તે વિસ્તારના લગભગ 5,000થી વધુ યુવાનો અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો. 1983માં રાજકોટમાં યોજાયેલ ABVPના 29મા રાષ્ટ્રીય અધિવેશનમાં એક પ્રસ્તાવ પારિત કરવામાં આવ્યો હતો. જે અનુસાર, ઘૂસણખોરીની સમસ્યા માત્ર આસામ પૂરતી મર્યાદિત નહોતી. ઉત્તર-પૂર્વના રાજ્યો સહિત પંજાબ, ગુજરાત, જમ્મુ-કાશ્મીર, બિહાર, પશ્ચિમ બંગાળ સહિતના અંતરિયાળ જિલ્લાઓમાં ઘૂસણખોરીના પગલે ભયાવહ પરિસ્થિતિ ઉભી થઇ હતી.

    બિહારમાં મળી સફળતા

    આ પરિસ્થિતિના પગલે ABVP દ્વારા રાષ્ટ્રીય સ્તર પર જનગણના, તથા દરેક વર્ષે જન્મ-મૃત્યુ પંજીકરણ પર ભાર મુકવામાં આવ્યો. 1983માં ઘૂસણખોરીના મુદ્દે સતત વિરોધ કરવાથી ABVPએ બિહારમાં ઘૂસણખોરીને રાજ્યવ્યાપી સમસ્યા ઘોષિત કરવામાં સફળતા મેળવી. બિહાર સરકારે ABVPની માંગ સ્વીકારતા ઘૂસણખોરોની ઓળખ કરવાનો આદેશ આપ્યો તથા સ્વીકાર કર્યો કે, બિહારમાં ઘૂસણખોરી પશ્ચિમ બંગાળના (વર્તમાનમાં ઝારખંડ) કેટલાક વિસ્તારોમાંથી થઇ છે. જોકે, બિહાર સરકારના આ આદેશનો મુસ્લિમ સંગઠનો અને રાજકીય દળો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જેના પગલે 3,00,000માંથી માત્ર 18,000 લોકોને જ નાગરિકતા સિદ્ધ કરવા માટે નોટિસ મોકલવામાં આવી.

    ઇન્દિરા ગાંધીની સરકારે દમન ગુજારીને પણ પૂર્ણ કરાવી ચૂંટણી

    માર્ચ 1983માં આસામની જનતાના ભારે વિરોધ બાદ પણ ઇન્દિરા ગાંધીની દમનકારી સરકારે ચૂંટણી પૂર્ણ કરાવી. આ દરમિયાન આસામમાં ભારે હિંસા ફેલાઈ, ત્યારે ABVPએ આ પીડિતોને સાંત્વના આપવા માટે ‘સદભાવ યાત્રા’ કરવાનું આયોજન કર્યું. તત્કાલીન ABVP અધ્યક્ષ ઓમ પ્રકાશ કોહલી તથા મહામંત્રી દત્તાત્રેય હોસબાલેના નેતૃત્વમાં 8 પ્રતિનિધિઓએ આસામની યાત્રા કરી. આ બાદ પરિસ્થિતિ વધુ ગંભીર બનતા ‘આસામ આંદોલન’ સાથે જોડાયેલા પ્રમુખ નેતાઓને સાથે લઈને દેશભરમાં કાર્યક્રમો આયોજિત કર્યા, સભાઓ, છાત્ર સંમેલન અને પત્રકાર વાર્તાઓ કરી.

    ‘શહીદ જ્યોતિ યાત્રા’નું આયોજન

    સપ્ટેમ્બર 1983માં આસામમાં ચાલી રહેલ ઘૂસણખોરી અને જનતાના સંઘર્ષની ગાથા સમગ્ર દેશમાં પહોંચાડવા માટે એક વિશાળ આયોજન કરવામાં આવ્યું. અહીં નોંધનીય છે કે, છેલ્લા 4 વર્ષોના સંઘર્ષો અને પ્રયાસો બાદ પણ કોંગ્રેસની સત્તારૂઢ સરકારની સામાન્ય નાગરિકો પ્રત્યે દમનકારી નીતિ અને ઘૂસણખોરો પ્રત્યેના ઢીલા વલણ અને તુષ્ટિકરણની રાજનીતિને દેશ સામે લાવવા એક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આસામ આંદોલનના સમર્થનમાં જનમત એકત્રિત કરવા અને સમગ્ર દેશના લોકોને આ પરિસ્થિતિથી સજાગ કરવા 6 હજાર કિલોમીટર લાંબી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું.

    ABVPના તત્કાલીન મહામંત્રી સુશીલ મોદીના નેતૃત્વ હેઠળ દિલ્હી રાજઘાટથી શરૂ કરીને ગુવાહાટી સુધીની 6,118 કિલોમીટર લાંબી ‘શહીદ જ્યોતિ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું. 23 ઑગસ્ટથી શરૂ થયેલી આ યાત્રાનું સમાપન ગાંધી જયંતિના એક દિવસ પૂર્વ, એટલે કે 1 ઓક્ટોબરે થયું. 40 દિવસ ચાલેલી આ યાત્રા દરમિયાન 300 સભાઓ આયોજિત થઈ, જેમાં લગભગ 1 લાખથી વધુ લોકોએ ભાગ લીધો. આ બાદ બીજા જ દિવસે એટલે કે ગાંધી જયંતિના દિવસે ABVP દ્વારા ‘ગુવાહાટી સત્યાગ્રહ’નું આયોજન કરવામાં આવ્યું જેમાં દેશભરમાંથી આવેલા છાત્રો ભાગ લેવાના હતા.

    ‘ગુવાહાટી સત્યાગ્રહ’ અને કોંગ્રેસ સરકારનું દમન

    ‘ગુવાહાટી સત્યાગ્રહ’ એ ખુબ મહત્વપૂર્ણ ઘટના છે, કેમ કે આ દરમિયાન જ કોંગ્રેસની હિંદુવિરોધી અને દમનકારી વૃત્તિઓના દર્શન થયા હતા. 2 ઓક્ટોબર 1983ના રોજ દેશભરમાંથી આવેલા 1,000થી વધુ વિદ્યાર્થીઓએ ગુવાહાટીના ‘જજેસ ફિલ્ડ’માં સત્યાગ્રહ કર્યો. જોકે, ત્યાં આવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 1,000 કરતા વધારે હતી. પરતું છાત્ર શક્તિથી કોંગી સરકારને એટલો ભય ઉત્પન્ન થઇ ગયો હતો કે, દેશભરમાંથી આવી રહેલ ABVPના હજારો વિદ્યાર્થી સત્યાગ્રહીઓને ગુવાહાટી સુધી પહોંચવા દેવામાં જ ન આવ્યા.

    ટ્રેન અને બસના માધ્યમથી આસામ અને સમગ્ર રાષ્ટ્રની સમસ્યા ગણાતી ઘૂસણખોરીનો વિરોધ કરવા આવી રહેલ વિદ્યાર્થીઓને પોલીસે ગુવાહાટી ના પહોંચવા દીધા. બસ અને ટ્રેનમાં ગુવાહાટી જઈ રહેલ હજારો વિધાર્થીઓને પોલીસે રસ્તામાં જ બળપૂર્વક ઉતારી દીધા. તેમ છતાં ગમે તેમ કરીને રાષ્ટ્રવ્યાપી આંદોલનમાં ભાગ લેવા હજારો છાત્રો આસામની સરહદ ફકીરા ગ્રામ સ્થાને પહોંચી ગયા. ત્યાં પણ પોલીસે 800 વિદ્યાર્થીઓ સત્યાગ્રહ સ્થાને ન પહોંચી શકે એના માટે તેમની ધરપકડ કરી લીધી.

    તેમ છતાં 1,000 વિદ્યાર્થીઓ આ દમન સહન કરતાં-કરતાં પણ રાષ્ટ્રપ્રત્યે પોતાની કટિબદ્ધતા વ્યક્ત કરવા ગુવાહાટી પહોંચી ગયા. સત્યાગ્રહ દરમિયાન પણ પોલીસે વિદ્યાર્થીઓ પર બર્બરતાથી લાઠીચાર્જ કર્યો હતો. 20 કાર્યકર્તા ગંભીર રીતે ઘાયલ થયા. ABVPના તત્કાલીન રાષ્ટ્રીય અધ્યક્ષ પી.વી. કૃષ્ણભટ્ટ, રાષ્ટ્રીય મહામંત્રી દત્તાત્રેય હોસબાલે, રાષ્ટ્રીય મંત્રી સુશીલ મોદી સહિતના અનેક સત્યાગ્રહીઓની ધરપકડ થઈ હતી. ધરપકડ બાદ તેમને આસામની સરહદ બહાર મેઘાલયમાં લાવીને છોડી મુકાયા હતા. ત્યાં પણ તેમના પર લાઠીઓ વરસાવવામાં આવી હતી.

    આસામમાં અને દેશમાં ચાલતી ઘૂસણખોરી, તથા અન્ય દરેક પ્રકારની રાષ્ટ્રવ્યાપી સમસ્યાઓ માટે ABVP દ્વારા દાયકાઓ સુધી અભિયાન ચલાવવામાં આવ્યું છે, જે અત્યારે પણ ચાલુ જ છે. આ સત્યાગ્રહમાં કોંગ્રેસની દમનકારી નીતિ અને લાઠીચાર્જમાં ઘાયલ થયા બાદ પણ ABVP તેની માંગોથી પરત નથી હટ્યું. આ સત્યાગ્રહ બાદ પણ ABVP દ્વારા ઘણા આંદોલન કરવામાં આવ્યા હતા. જેની ચર્ચા કરવા જઈએ તો કદાચ પુસ્તક લખી શકાય તેમ છે. પરંતુ સમય બદલાયો છે, વર્તમાન સરકાર ઘૂસણખોરી જેવા વિષયો પર કડક પગલાં લઈ રહી છે. જે એક રીતે વિદ્યાર્થી પરિષદની માંગણીઓને પણ સંતોષ આપી રહી છે.

    જોકે, તે સમય અને આજના સમયમાં એક સમાનતા તો છે કે, ‘ગાંધીવાદી’ વિચારધારાના પગલે ચાલતી કોંગ્રેસી સરકારની નીતિઓ ત્યારે પણ હિંદુવિરોધી હતી અને આજે પણ હિંદુવિરોધી જ છે. હા બીજી એક સમાનતા પણ છે કે, વામપંથી-લિબરલ્સે હિંદુઓની બુદ્ધિ અને સંસ્કૃતિ પ્રત્યેની તેમની વૃત્તિ એટલી સંકુચિત કરી દીધી છે કે, ના ત્યારે હિંદુઓ એક હતા ના આજે હિંદુઓ એક છે.

    પરંતુ એમ ચોક્કસ પણે કહી જ શકાય કે, જો આજથી 40 વર્ષ પહેલાં કોંગી સરકારે તેની સત્તાની લાલચ અને મુસ્લિમો પ્રત્યેનો ‘અથાગ પ્રેમ’ છોડીને ઘૂસણખોરી સહિતની સમસ્યાઓ પર ધ્યાન આપીને નિર્ણય લીધા હોત તો કદાચ આજે દેશના ઉત્તર-પૂર્વ સહિતના દરેક રાજ્યો બાંગ્લાદેશી ઘૂસણખોરીનો શિકાર ના બન્યા હોત. પણ કોને પડી હતી? ઇન્દિરાજીએ તો ઈમરજન્સી લાદીને તથા તે સમય દરમિયાન દેશની જનતા પર દમન ગુજારીને જ સ્પષ્ટ કરી દીધું હતું કે, સત્તા માટે કોંગી નેતાઓ ગમે તે હદ સુધી જઈ શકે એમ છે!

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં