Thursday, October 3, 2024
More
    હોમપેજદેશશ્વાસ ચડ્યો છતાં અટકી નહીં સનાતન પ્રત્યેની શ્રદ્ધા: અત્યંત પીડા સાથે પણ...

    શ્વાસ ચડ્યો છતાં અટકી નહીં સનાતન પ્રત્યેની શ્રદ્ધા: અત્યંત પીડા સાથે પણ આંધ્રપ્રદેશના ડેપ્યુટી CM પવન કલ્યાણ દીકરીઓ સાથે પહોંચ્યા તિરુપતિ, પ્રાયશ્ચિય યાત્રાનો વિડીયો વાયરલ

    પ્રાયશ્ચિત તપને લઈને પવન કલ્યાણે તિરુમાલાની પદયાત્રા કરી. તેમણે અલીપીરીના 3500 પગથીયા ઉઘાડા પગે ચઢ્યા હતા. વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

    - Advertisement -

    જ્યારથી આંધ્રપ્રદેશમાં તિરુપતિ (Tirupati Andhrapradesh) મંદિર પ્રસાદમાં વપરાતા ઘીમાં જાનવરોની ચરબીની ભેળસેળનો મામલો સામે આવ્યો છે, ત્યારથી રાજ્યના નાયબ મુખ્યમંત્રી પવન (Dy CM Pavan Kalyan) કલ્યાણ વ્યથિત છે. તેમણે 11 દિવસ સુધી પ્રાયશ્ચિત દીક્ષા લીધી છે અને તેને લઈને તેઓ અલગ-અલગ ધાર્મિક સ્થળો પર જઈને પૂજા-અર્ચના કરી રહ્યા છે. તેઓ આ દરમિયાન આકરા અનુષ્ઠાન પણ કરી રહ્યા છે. આ પ્રાયશ્ચિત તપને (Prayaschitha Diksha) લઈને પવન કલ્યાણે તિરુમાલાની પદયાત્રા કરી. તેમણે અલીપીરીના 3500 પગથીયા ઉઘાડા પગે ચઢ્યા હતા.

    પ્રાપ્ત માહિતી અનુસાર, પવન કલ્યાણ મંગળવારે મોડી સાંજે તિરુમાલા (Tirumala) પહોંચ્યા હતા. અહીંથી તેઓ અલીપીરીના રસ્તે થઈને લગભગ 3500 પગથીયા ખુલ્લા પગે ચઢ્યા હતા. ત્યારબાદ તેઓ ગાયત્રી ગેસ્ટહાઉસમાં રાત રોકાયા હતા. તેમણે બુધવારે શ્રીવારામાં તપસ્યા દીક્ષા લીધી હતી. 3 ઓક્ટોબરના રોજ તેમની દીક્ષા પૂર્ણ થયા બાદ તેઓ વેંકટેશ્વર સ્વામીના દર્શન કરશે. તેઓ ગોવિંદા-ગોવિંદાના જયઘોષ સાથે યાત્રા કરશે.

    પવન કલ્યાણનો વિડીયો વાયરલ

    બીજી તરફ પવન કલ્યાણે પદયાત્રા કરી તેનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. ભગવા રંગના વસ્ત્રમાં પવન કલ્યાણ ખૂબ જ થાકેલા અને પીડાથી કણસતા નજરે પડી રહ્યા છે. તેઓ વચ્ચે પગથીયા પર બેસીને વિશ્રામ કરી રહ્યા છે. પરસેવાથી લથપથ પવન કલ્યાણ સાથે તેમની ટીમ પણ છે. તેઓ પાણી પીને વિશ્રામ કરી રહ્યા હતા ત્યારે આ વિડીયો લેવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, તેમને ખૂબ જ શ્વાસ ચડી રહ્યો હતો અને પીઠમાં દુખાવો પણ થઈ રહ્યો હતો.

    - Advertisement -

    પવન કલ્યાણ સાથે તેમની દીકરીઓ પણ

    બુધવારે પવન કલ્યાણ સાથે તેમની દીકરીઓ પણ હાજર હતી. તેમની નાની દીકરી પોલીના કોનીડેલાએ મંદિર જતા પહેલાં ભગવાન વેંકટેશ્વર પ્રત્યે પોતાની શ્રદ્ધા દર્શાવવા ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા હતા. મંદિરના નિયમ અનુસાર, બિન હિંદુઓએ અને વિદેશી નાગરિકોએ મંદિર આવતા પહેલાં ભગવાન પ્રત્યેની આસ્થા ધરાવતા હોવાના ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કરવાનો નિયમ છે. નોંધનીય છે કે, પોલીના પવનના ત્રીજા લગ્નથી જનમ્યા છે અને તે ભારતીય ઓવરસીઝ નાગરિક છે. તે પોતાના ભાઈ માર્ક સાથે રહે છે. હાલ તેઓ સગીર હોવાથી પવને પણ ઘોષણાપત્ર પર સહી કરી છે.

    રેણુ દેસાઈ અને પવનના દીકરી આધ્યા પણ તેમની સાથે મંદિરે પહોંચ્યા હતા. બીજી તરફ જન સેના પાર્ટીએ (Jan Sena Party) આ વિષે X પોસ્ટ કરીને આ ઘોષણાપત્ર પર સહી કરતા ફોટા શેર કર્યા છે. નોંધનીય છે કે, તિરુપતિ મંદિરના પ્રસાદમાં પ્રાણીઓની ચરબીની ભેળસેળ હોવાનું સામે આવ્યા બાદથી પવન કલ્યાણ 11 દિવસના તપમાં હતા. આ સમગ્ર મામલે પ્રાયશ્ચિત એટલા માટે કરી રહ્યા છે કે, તેમને એ વાતનો પસ્તાવો છે કે, તેઓ આ વિશે પહેલાં ન જાણી શક્યા. તેમણે આ ઘટનાને સનાતન ધર્મ પર હુમલો ગણાવ્યો હતો. સાથે જ તેમણે હિંદુઓ માટે ‘સનાતન ધર્મ રક્ષા બોર્ડ’ની રચના માટે પણ આહ્વાન કર્યું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં