Tuesday, October 1, 2024
More
    હોમપેજક્રાઈમ189 મુસ્લિમોને મક્કા-મદીના મોકલવાના નામે છેતરપિંડી, દિલ્હી, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં ફેલાયેલી જાળ:...

    189 મુસ્લિમોને મક્કા-મદીના મોકલવાના નામે છેતરપિંડી, દિલ્હી, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં ફેલાયેલી જાળ: ઓડિશા પોલીસે 1 કરોડની ઠગાઈ કરનાર નબીલ શેખને ઝડપ્યો

    પહેલા તો નબીલ શેખે આ પૈસા પાછા આપવા આનાકાની કરી પરંતુ બાદમાં તેણે મોટાભાગના લોકોને ચેક આપ્યા હતા. બેંકમાં ગયા બાદ આ તમામ ચેક બાઉન્સ થયા હતા.

    - Advertisement -

    ઓડિશા પોલીસે (Odisha Police) હજ યાત્રાના (Haj Yatra) નામે છેતરપિંડી (Duping) કરનાર ટ્રાવેલ એજન્ટની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીનું નામ નબીલ અબ્દુલ મુબીન શેખ છે. શુક્રવારે (27 સપ્ટેમ્બર 2024), પોલીસે મુંબઈથી (Mumbai) તેની ધરપકડ કરી હતી. અત્યાર સુધીમાં તેણે 189 લોકો સાથે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું હતું. છેતરપિંડી અને બનાવટનો ભોગ બનેલા આ તમામ લોકો મુસ્લિમ સમુદાયના છે અને ભારતના વિવિધ ભાગોમાં રહે છે. ધરપકડ કરાયેલા નબીલ શેખની પૂછપરછ કરવામાં આવી રહી છે અને તેના બાકીના નેટવર્કને શોધી કાઢવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

    અહેવાલો અનુસાર, આ મામલો ઓડિશા ખાતે આવેલ બાલાસોર જિલ્લાનો છે. અહીં ઓડિશા પોલીસની ઇકોનોમિક ઓફેન્સ વિંગને (EOW) નબીલ અબ્દુલ મુબીન શેખ નામના વ્યક્તિ દ્વારા છેતરપિંડીની ઘણી ફરિયાદો મળી હતી. આ ફરિયાદો ભદ્રક, બારીપાડા અને બાલાસોર જેવા જિલ્લાના તે મુસ્લિમોની હતી, જેમને હજ અને ઉમરાહ કરાવવાના નામે ઠગવામાં આવ્યા હતા. 2019થી 2023ની વચ્ચે દરેક પેસેન્જર પાસેથી અંદાજે ₹96,000 લેવામાં આવ્યા હતા. ફરિયાદમાં કુલ ₹1 કરોડ 20 લાખની આસપાસની રકમની છેતરપિંડી થઈ હોવાનું જણાવાયુ હતું.

    પોલીસના જણાવ્યા અનુસાર નબીલ શેખ ‘અલ એડમ ટૂર એન્ડ ટ્રાવેલ્સ’ નામની કંપની ચલાવે છે. તેના પિતા ફિરદૌસ બી અને બહેન સાયમા અંજુમ પણ આ ટ્રાવેલ બિઝનેસ સાથે સંકળાયેલા છે. ઓડિશાનો નબીલ શેખ મુંબઈના કુર્લા વિસ્તારના ‘અલ ઈજમા ટૂર એન્ડ ટ્રાવેલ્સ’ની મદદથી લોકોને હજ યાત્રા કરાવવા માટે છેતરતો હતો. મુંબઈની કંપનીના માલિકનું નામ મોહમ્મદ બિસ્મિલ્લા શેખ છે. આ બંને કંપનીઓએ મળીને કુલ 189 લોકો પાસેથી હજ કરાવવા માટે પૈસા લીધા પરંતુ તેમને હજ પર લઇ ગયા નહીં.

    - Advertisement -

    હજ યાત્રા પર ન જઈ શકવાથી નારાજ મુસ્લિમોએ નબીલ પાસે તેમના પૈસા પાછા માંગ્યા હતા. પહેલા તો નબીલ શેખે આ પૈસા પાછા આપવા આનાકાની કરી પરંતુ બાદમાં તેણે મોટાભાગના લોકોને ચેક આપ્યા હતા. બેંકમાં ગયા બાદ આ તમામ ચેક બાઉન્સ થયા હતા. આખરે, પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા પીડિતોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. કેસ નોંધ્યા પછી, પોલીસે તપાસ શરૂ કરી અને જાણવા મળ્યું કે નબીલ શેખ દ્વારા પીડિત લોકો માત્ર ઓડિશામાં જ નહીં પરંતુ મહારાષ્ટ્ર, દિલ્હી અને અન્ય રાજ્યોમાં પણ હતા.

    નબીલ શેખને તેની સામે કેસ નોંધવામાં આવ્યો હોવાની માહિતી મળતા જ તે ઓડિશા છોડીને ભાગી ગયો હતો. પોલીસે તેની શોધખોળ શરૂ કરી તો તેનું લોકેશન મુંબઈમાં મળી આવ્યું. શુક્રવારે (27 સપ્ટેમ્બર) ઓડિશા પોલીસે મુંબઈમાં દરોડા પાડ્યા હતા, જેમાં નબીલ શેખની ધરપકડ કરવામાં આવી હતી. બનાવટ અને છેતરપિંડી સહિત અન્ય વિવિધ કલમો હેઠળ નબીલ શેખ સામે કાર્યવાહી કરવામાં આવી છે. તપાસ દરમિયાન પોલીસ તેના બાકીના નેટવર્કની પણ તપાસ કરી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં