ભારતીય સંસ્કૃતિમાં ગાયને (Cow) માતાનો દરજ્જો આપવામાં આવે છે. ત્યારે ગાયના મહત્વને ધ્યાનમાં રાખીને ભાજપની આગેવાની હેઠળની મહારાષ્ટ્રની એકનાથ શિંદેની (Eknath Shinde) સરકારે ઐતિહાસિક નિર્ણય લીધો હતો. મહારાષ્ટ્ર સરકારે (Maharashtra Government) આદેશ જારી કરીને ગાયને ‘રાજ્યમાતા’ જાહેર કરી છે. સત્તાવાર આદેશમાં, સરકારે જણાવ્યું હતું કે ગાય ભારતીય પરંપરાનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને પ્રાચીન સમયથી આધ્યાત્મિક, વૈજ્ઞાનિક મહત્વ ધરાવે છે.
મહારાષ્ટ્ર સરકારે ગાયને ‘રાજ્યમાતા’ તરીકે જાહેર કરવા માટે 30 સપ્ટેમ્બર સોમવારે એક આદેશ જારી કર્યો હતો. આદેશમાં લખવામાં આવ્યું છે કે “સરકારે નક્કી કર્યું છે કે ભારતીય સંસ્કૃતિમાં વૈદિક કાળથી ગાયનું મહત્વ છે. દેશી ગાયનું દૂધ માનવ વપરાશ માટે ઉત્તમ છે. આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ, પંચગવ્ય ચિકિત્સા પદ્ધતિ, ગૌમૂત્ર અને સજીવ ખેતી પદ્ધતિના મહત્વને ધ્યાનમાં લઈને હવેથી ગાય ‘રાજ્યમાતા’ તરીકે જાહેર કરવામાં આવી રહી છે.”
'Desi cows' have given status of Rajyamaata – Gomata in Maharashtra. The state government made an announcement with this GR.
— Amey Tirodkar (@ameytirodkar) September 30, 2024
(Rajyamaata – state mother.) pic.twitter.com/JGtXfin4GV
સમગ્ર ભારતમાં જોવા મળતી ગાયોની વિવિધ જાતિઓ પર પ્રકાશ પાડતા, મહારાષ્ટ્ર સરકારે પણ દેશી ગાયોની સંખ્યામાં ઘટાડો થવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેના સત્તાવાર આદેશમાં, સરકારે કૃષિમાં ગાયના છાણના ઉપયોગ પર પણ ભાર મૂક્યો હતો, જેના દ્વારા મનુષ્યને મુખ્ય ખોરાકમાં પોષણ મળે છે. ગાય અને તેના ઉત્પાદનો સંબંધિત સામાજિક-આર્થિક પરિબળોની સાથે ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વને ધ્યાનમાં રાખીને, સરકારે પશુપાલકોને દેશી ગાયો પાળવા માટે પ્રોત્સાહિત કર્યા.
ઉલ્લેખનીય છે કે, ભારતમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવે છે અને હિંદુ ધર્મમાં તેની પૂજા કરવામાં આવે છે. આ સિવાય તેનું દૂધ, મૂત્ર અને છાણ પવિત્ર માનવામાં આવે છે. ગાયના છાણનો બળતણ અને ખાતર તરીકે ઉપયોગ થાય છે. આ ઉપરાંત ગાયના દૂધમાંથી બનતી ચીજવસ્તુઓનું ઔષધીય મહત્વ પણ ઉલ્લેખિત છે. ગાયનું દૂધ માનવ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. આ ઉપરાંત ગૌમૂત્રથી ઘણી બીમારીઓ દૂર કરવાનો દાવો કરવામાં આવે છે.