Friday, September 27, 2024
More
    હોમપેજરાજકારણ‘રાહુલ ગાંધી જ નહીં, તેમની ત્રણ પેઢીઓમાં તાકાત નથી કે આર્ટિકલ 370...

    ‘રાહુલ ગાંધી જ નહીં, તેમની ત્રણ પેઢીઓમાં તાકાત નથી કે આર્ટિકલ 370 પરત લાવે’: કાશ્મીરમાં ગર્જ્યા ગૃહમંત્રી શાહ

    દેશની સંસદમાં કહેવામાં આવ્યું છે કે ચૂંટણી પછી અમે જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપીશું. જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો ચોક્કસ મળશે, પંરતુ તે નરેન્દ્ર મોદી આપશે: ગૃહમંત્રી

    - Advertisement -

    જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીનું (Jammu-Kashmir Legislative Elections) 2 તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ચૂક્યું છે. ત્રીજા તબક્કાનું મતદાન હજુ બાકી છે. દરમ્યાન ગુરુવારે (26 સપ્ટેમ્બર) ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) ઉધમપુરમાં એક જાહેર સંબોધી. આ સભામાં તેમણે કલમ 370 મામલે રાહુલ ગાંધીને (Rahul Gandhi) ફરી એકવાર આડેહાથ લીધા હતા. નોંધવું જોઈએ કે આ આગાઉ પણ ગૃહમંત્રી કલમ 370 (Article 370) ફરીથી લાગુ કરવાના રાહુલ ગાંધી અને કોંગ્રેસના દાવાઓને ફગાવી ચૂક્યા છે.

    ગૃહમંત્રી અમિત શાહે ધરમપુરમ સભા સંબોધતા રાહુલ ગાંધી અને નેશનલ કોન્ફરસ પર આકરા પ્રહારો કર્યા હતા. વિધાનસભા ચૂંટણી માટે બંને પાર્ટીઓ એવો દાવો કરી રહી હતી કે તે કાશ્મીરને તેનો રાજ્ય તરીકેનો દરજ્જો પરત અપાવશે તથા જમ્મુ-કાશ્મીરમાં ફરીથી કલમ 370 લાગુ કરશે. ઉલ્લેખનીય છે કે આ મામલે પાકિસ્તાને પણ કોંગ્રેસનું સમર્થન કરતા વિવાદ સર્જાયો હતો.

    ‘રાહુલ બાબા તમારી 3 પેઢીઓ પાસે પણ 370 પરત લાવવાની તાકાત નથી’

    ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, “રાહુલ ગાંધી કહે છે કે કલમ 370 પાછી લાવીશું. તો હું રાહુલ ગાંધીને કહેવા માંગું છું કે તમારી 3 પેઢીઓ પાસે પણ એટલી તાકાત નથી કે તે કલમ 370 ફરીથી લાગુ કરી શકે.” તેમણે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદના મામલે કહ્યું હતું કે “મોદીજીની સરકારમાં ન તો પથ્થરમારો થાય છે ના તો આતંકવાદ છે.”  

    - Advertisement -

    આ ઉપરાંત તેમણે જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવા માટે રાહુલ ગાંધી અને નેશનલ કોન્ફરન્સ દ્વારા કરાતા દવાઓને પણ નકારી કાઢ્યા હતા અને જનતાને યાદ અપાવતાં કહ્યું હતું કે, “રાહુલ બાબાએ ગઈકાલે કહ્યું હતું કે અમે રાજ્યનો દરજ્જો આપીશું. પરંતુ દેશની સંસદમાં કહેવામાં આવ્યું છે કે ચૂંટણી પછી અમે જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપીશું. જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો ચોક્કસ મળશે, પંરતુ તે નરેન્દ્ર મોદી આપશે.”

    આ સિવાય શાહે કાશ્મીરમાં થયેલા વિકાસનો હવાલો પણ આપ્યો હતો, તેમણે કહ્યું હતું કે, “હેલિકોપ્ટર અહીં લેન્ડ થવાનું હતું, પરંતુ લેન્ડ થઈ શક્યું નહીં. હું હેલિકોપ્ટરમાંથી ઉતરીને ઉધમપુર આવ્યો. મેં ડ્રાઈવરને પૂછ્યું કે અહીં પહોંચવામાં 1 કલાક લાગશે, પરંતુ ડ્રાઈવરે કહ્યું કે રસ્તો સારો હોવાથી 25 મિનિટ લાગશે. આ રોડ બનાવવાનું કામ મોદીજીએ કર્યું છે.”

    જે આતંકવાદ ફેલાવશે એને ફાંસી

    તેમણે આતંકવાદ મામલે જનતાને પૂછ્યું કે “શું અફઝલ ગુરુને ફાંસી આપવી જોઈતી હતી કે નહીં? જે પણ આતંક ફેલાવશે તેનો જવાબ ફાંસી દ્વારા જ આપવામાં આવશે. શિંદે સાહેબે થોડા દિવસ પહેલાં કહ્યું હતું કે હું મંત્રી હતો પણ લાલચોક આવતા ડરતો હતો, પણ આજે શિંદે સાહેબ, બુલેટપ્રુફ વાહનની પણ જરૂર નથી, તમે તમારા પરિવાર સાથે આવી શકો છો.”

    આ ઉપરાંત ગૃહમંત્રી શાહે નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લા પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, “ઓમર અબ્દુલ્લા અને રાહુલ બાબા કહે છે કે અમે કાશ્મીરમાં લોકશાહી લાવીશું, આ પરિવારોએ જમ્મુ-કાશ્મીરને 70 વર્ષ સુધી વિભાજિત કરી રાખ્યું. શું અહીં અગાઉ ચૂંટણી યોજાતી હતી? આપણા નેતા મોદીજીએ આ કામ કર્યું છે. આ લોકોએ માત્ર તેમના જ માણસોને ટિકિટો આપીને મોટા બનાવ્યા છે.”

    જમ્મુમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ બનશે- અમિત શાહ

    આ ઉપરાંત શાહે જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી જીત્ય બાદ કરવાના વિકાસ કાર્યક્રમોની ઘોષણા પણ કરી હતી. તેમણે કહ્યું હતું, “જયારે ભાજપની સરકાર આવશે ત્યારે અમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો વાર્ષિક હપ્તો 6 હજારથી વધારીને 10 હજાર કરીશું. જમ્મુમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ બનશે, જમ્મુમાં મેટ્રો આવશે. અમે દર વર્ષે આતંકવાદીઓ દ્વારા નાશ પામેલા 100 મંદિરોનો જીર્ણોદ્ધાર કરીશું. અમે અગ્નિવીરોને 100% નોકરીઓ આપવા માટે કામ કરીશું.”

    ઉલ્લેખનીય છે કે આ આગાઉ પણ ગૃહમંત્રી અમિત શાહે હરિયાણામાં પ્રચાર દરમિયાન હરિયાણા અગ્નિવીરોને તે સેનામાંથી પરત આવે એટલે નોકરી આપવાની ખાતરી આપી હતી. આ સિવાય જમ્મુ-કાશ્મીર ચૂંટણી માટે પ્રચારનો શુભારંભ કર્યો ત્યારે જ કલમ 370 અંગે કહ્યું હતું કે કામ 370 અને 35A હવે ઈતિહાસ બની ચૂકી છે. તેને ફરીથી ક્યારેય લાગુ કરી શકાશે નહીં.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં