કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે સંસદમાં વક્ફ સુધારા બિલ રજૂ કર્યું તે પહેલાંથી જ્યારથી તેની ચર્ચા શરૂ થઈ ત્યારથી AIMIM ચીફ અને હૈદરાબાદથી સાંસદ અસદુદ્દીન ઓવૈસી તેનો વિરોધ કરી રહ્યા છે. તાજેતરમાં તેમણે એક સભા સંબોધતાં ફરી આ મુદ્દો ઉપાડ્યો પણ વક્ફનો વિરોધ કરવા જતાં ‘સેલ્ફગોળ’ કરી બેઠા. તેમણે કહ્યું કે, વક્ફ સુધારાથી 90% મસ્જિદો મુસ્લિમો ગુમાવી દેશે, કારણ કે તેના તેમની પાસે દસ્તાવેજો નથી.
ન્યૂઝ એજન્સી પીટીઆઈએ પોસ્ટ કરેલા એક વિડીયોમાં ઓવૈસીને બોલતા સાંભળવા મળે છે. તેઓ કહે છે, “જો આ કાયદો બની જશે… ઉત્તર પ્રદેશમાં 1 લાખ 21 હજાર વક્ફની સંપત્તિ છે. 1 લાખ 12 હજાર પાસે કાગળો જ નથી. વક્ફ જો ખતમ થઈ ગયો તો આ સંપત્તિ કોણ લેશે? તમારી પાસે કાયદેસર હક જ નહીં રહે, કોઈ પણ ઘૂસી જશે.”
VIDEO | "If this (Waqf) law is approved… out of one lakh and twenty-one thousand Waqf properties in Uttar Pradesh, one lakh and twelve thousand don't have documents. If Waqf by user is removed, who will take the land? If you don't have legal right to the land, anyone can claim… pic.twitter.com/p9ewY5CT52
— Press Trust of India (@PTI_News) September 21, 2024
આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે અને લોકો કહી રહ્યા છે કે મોટાભાગની મસ્જિદો પાસે કોઈ દસ્તાવેજો ન હોવાનું સ્વયં ઓવૈસી સ્વીકારી રહ્યા છે.
તેમણે સંબોધનમાં આગળ કહ્યું હતું કે, “તેલંગાણામાં 33,000 વક્ફ સંપત્તિઓ છે, તેમાંથી 90% પાસે રજિસ્ટર્ડ ડીડ નથી. તો શું તેઓ વક્ફ નહીં રહે? તમને કોઈ કહે કે જેણે મક્કા-મદીનાની ડીડ લઈને લઈ આવો. તે તો 400 વર્ષ જૂની છે, તો ત્યારે રજિસ્ટ્રેશન થતું હતું? તો આપણી અનેક મસ્જિદ જતી રહેશે.” આગળ ‘બાબરી’નો ઉલ્લેખ કરીને કહ્યું કે, કાલે ઉઠીને RSSવાળાઓ આવીને કહેશે કે અહીં મસ્જિદમાં ખોદી જુઓ.
તેમણે આગળ વક્ફ સંપત્તિઓની સરખામણી હિંદુ મંદિરો અને મઠો સાથે કરી હતી અને કહ્યું હતું કે, તેમની પાસે ઘણી વધુ સંપત્તિ છે. તેમણે કહ્યું કે, હિંદુ મંદિરો પાસે તમામ થઈને જેટલી સંપત્તિ હશે તેના કરતાં વક્ફ સંપત્તિ ઓછી છે. સાથે તમિલનાડુ, આંધ્ર પ્રદેશ અને ઓડિશાનો ઉલ્લેખ કરીને કહ્યું કે, ત્રણ રાજ્યોમાં જે મંદિરોની સંપત્તિ વક્ફ સંપત્તિ કરતાં વધી જશે.
જોકે, હકીકત એ પણ છે કે ભારતમાં સેના અને રેલવે બાદ સૌથી વધુ જમીન વક્ફ પાસે જ છે.