Friday, November 22, 2024
More
    હોમપેજક્રાઈમસુરત બાદ હવે વડોદરામાં ગણપતિ પંડાલ પર ઇસ્લામીઓની કાળી નજર: ભાયલીના પ્રધાનમંત્રી...

    સુરત બાદ હવે વડોદરામાં ગણપતિ પંડાલ પર ઇસ્લામીઓની કાળી નજર: ભાયલીના પ્રધાનમંત્રી આવાસમાં ગણેશોત્સવ વિરુદ્ધ ફરકાવાયા અરબી ઝંડા, કટ્ટરપંથીઓની દાદાગીરી હોવાની સ્થાનિકોની રાવ

    ઘટના વાસણા-ભાયલી સ્થિત બનાવવામાં આવેલા પ્રધાનમંત્રી આવાસ યુજના હેઠળ બનાવવામાં આવેલા અર્બન 7 ટાવરની છે. આ સ્કિમમાં કૂલ 10 ટાવર બનાવવામાં આવ્યા છે. જે પૈકી 450 જેટલા મકાનો બનાવવામાં આવ્યા છે. સ્થાનિક તંત્ર દ્વારા 48 મકાનો મુસ્લિમ સમુદાયના પરિવારોને અને બાકીના 450 જેટલા મકાનો હિંદુ પરિવારોને ફાળવવામાં આવ્યા છે.

    - Advertisement -

    સુરતમાં ગણપતિ પંડાલ પર હુમલો થયો તેને હજુ ગણતરીના કલાકો વીત્યા છે, ત્યાંજ હવે વડોદરામાં ભાયલીના પ્રધાનમંત્રી આવાસના ફ્લેટમાં ગણેશોત્સવમાં અરબી ઝંડા લગાડવાની ઘટના સામે આવી છે. આ ફ્લેટ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ફાળવવામાં આવ્યા છે. દસ ટાવર ધરાવતી આ સોસાયટીમાં 450 જેટલા મકાનો છે, જે પૈકી 48 જેટલા મકાનો મુસ્લિમ સમુદાયના લોકોને ફાળવવામાં આવ્યા છે અને બાકીના હિંદુઓ છે. ઘટનાને લઈને ત્યાં અજંપાભરી સ્થિતિ છે અને હાલ આખા ટાવર પર પોલીસની ચાંપતી નજર છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર ઘટના વાસના-ભાયલી સ્થિત આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનાવવામાં આવેલા અર્બન 7 ટાવરની છે. આ સ્કિમમાં કૂલ 10 ટાવર બનાવવામાં આવ્યા છે. જે પૈકી 450 જેટલા મકાનો બનાવવામાં આવ્યા છે. સ્થાનિક તંત્ર દ્વારા આ મકાનોની ફાળવણી કરી દેવામાં આવી છે અને અહીં લોકો રહેવા પણ આવી ગયા છે. પણ વાત એમ છે કે ફાળવવામાં આવેલા મકાનો પૈકી 48 મકાનો મુસ્લિમ સમુદાયના પરિવારોને અને બાકીના 450 જેટલા મકાનો હિંદુ પરિવારોને ફાળવવામાં આવ્યા છે.

    ફ્લેટ બન્યા બાદ મોટા ભાગના પરિવારો અહીં રહેવા આવી ગયા છે. તેવામાં ગણેશોત્સવ શરૂ થતા જ અહીંના હિંદુ સમાજના લોકોએ પણ દસ ટાવર પૈકીના F ટાવરમાં સાર્વજનિક ગણપતિ પંડાલ લગાવ્યો છે. લોકોએ હોંશે-હોંશે ભગવાન ગણપતિની પ્રતિમાની સ્થાપના કરી છે. દરમિયાન રવિવારે (9 સપ્ટેમ્બર 2024) એક મુસ્લિમ વ્યક્તિએ ગણપતિ પંડાલવાળા ટાવર પર જ એક અરબી ઝંડો ફરકાવી દીધો હતો. સ્થાનિક રહેવાસીઓને ઘટના ધ્યાને આવતા જ તેમણે તેનો વિરોધ કર્યો હતો અને ગણપતિ પંડાલવાળા ટાવર પરથી અરબી ઝંડો ઉતારી દેવા જણાવ્યું હતું. પરંતુ સ્થાનિક મુસ્લિમ સમુદાયના લોકો ઘર્ષણ પર ઉતરી આવ્યા હતા અને ઝંડો નહીં ઉતરે, થાય તે કરી લેવાની ધમકી આપી હતી.

    - Advertisement -

    ઝંડો લગાવનાર વ્યક્તિ પાદરા રહે છે, સ્પેશ્યલ મઝહબી ઝંડો લગાવવા અહીં આવ્યો: સ્થાનિક રહેવાસી

    આ મામલે વધુ માહિતી લેવા ઑપઇન્ડિયાએ અહીં જ રહેતા અને ગણેશ ઉત્સવ કમિટીના સભ્ય નીતિન રાજપૂતનો સંપર્ક કર્યો હતો. નીતિન રાજપૂતે ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે, “તે લોકોએ જાણીજોઈને ગણેશ પંડાલવાળા ફ્લેટ પર જ તેમનો અરબી ઝંડો લગાવ્યો. જે વ્યક્તિએ ઝંડો લગાવ્યો, તે વ્યક્તિને અહીં ફ્લેટ ફાળવવામાં આવ્યો તો છે પણ તે અહીં નથી રહેતો. તેણે અન્ય કોઈ પરિવારને ફ્લેટ રહેવા આપી દીધો છે અને તે પોતે પાદરા રહે છે. અહીં જેટલા પણ મુસ્લિમ પરિવારો વસે છે, તેમાંથી મોટા ભાગના લોકોના ફ્લેટ અહીં નથી. મૂળ માલિકોએ અન્ય લોકોને ફ્લેટ રહેવા માટે આપી દીધા છે.”

    એક ઝંડો ઉતારી રાત્રે 11 ઝંડા લગાવ્યા

    ઘટના વિશે વધુ માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે, “અહીં જે મુસ્લિમ સમુદાયના લોકો રહે છે, તેમણે ઝંડો ઉતારવાનો વિરોધ કર્યો હતો. પરંતુ અમે સ્થાનિક કોર્પોરેટરને બોલાવતા તેમણે ઝંડો ઉતરાવી લીધો હતો. અમને એમ થયું હતું કે માથાકૂટ પૂરી થઇ ગઈ છે, પરંતુ રાત્રે 11 વાગ્યે અચાનક જ અમારી સોસાયટીમાં મુસ્લિમ લોકોના ટોળા ભેગા થઇ ગયા. જેટલા લોકો ટોળામાં હતા એટલાતો અમારી સોસાયટીમાં મુસ્લિમો રહેતા પણ નથી. તે લોકોએ દાદાગીરી કરીને ધમકીઓ આપીન દસે-દસ ટાવરમાં અરબી ઝંડા લગાવી દીધા. આટલું જ નહીં, આ વખતે એમણે સોસાયટીના ગેટ પર પણ તેમનો મઝહબી ઝંડો લગાવ્યો અને કહ્યું કે અમારા ઝંડા નહીં જ ઉતરે થાય તે કરી લો. તેમના ટોળામાં મહિલાઓ પણ હતી અને તેઓ પણ અભદ્ર ભાષાનો પ્રયોગ કરી રહી હતી.”

    ફરીથી ઝંડા લાગતાની સાથે જ સ્થાનિક રહેવાસીએ ફરી કોર્પોરેટર નીતિન દોંગાને ફરિયાદ કર હતી. તેઓ તરત જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેવામાં કોઈએ પોલીસને ઘટનાની જાણ કરતા સ્થાનિક પોલીસ પણ અહીં મોટા કાફલા સાથે દોડી આવી હતી. નીતિન દોંગાએ આવીને ફરી એક વાર પોલીસની હાજરીમાં અરબી ઝંડા ઉતરાવી દીધા હતા.

    સ્થાનિક રહેવાસીઓ આ ઘટના બાદ આક્રોશમાં જોવા મળી રહ્યા છે. સાથે જ તેમણે ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે તેમને તેવી ભીતિ છે બકે આગામી ભવિષ્યમાં પણ તેમની સોસાયટીમાં રહેતા મુસ્લિમ સમુદાયના લોકો તેમની સાથે સંઘર્ષમાં ઉતરશે જ. તેમણે કહ્યું હતું કે, “અમને તાજેતરમાં જ આ મકાનો ફાળવવામાં આવ્યા છે. આ અમારો પહેલો જ હિંદુ તહેવાર છે. સનાતન ધર્મમાં અઢળક તહેવારો આવે છે અને અમને ડર છે કે તેઓ અમારી સાથે સંઘર્ષમાં ઉતરશે જ. અમારી પ્રશાસનને માંગ છે કે હિંદુઓના વિસ્તારમાં બિનહિંદુઓને રહેઠાણ ન ફાળવે. અમારા ત્યાં જેમને મકાનો આપવામાં આવ્યા છે તેમને અન્ય સ્થળ પર ખસેડીને ઘર્ષણ ન થાય તે દિશામાં કામ કરે.”

    આવી ઘટના જરા પણ નહીં ચલાવી લેવામાં આવે: ભાજપના કોર્પોરેટર નીતિન દોંગા

    વધારાની માહિતી લેવા ઑપઇન્ડિયાએ સ્થાનિક કોર્પોરેટર નીતિન દોંગાનો સંપર્ક કરતા તેમણે પણ ઘટનાની જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે, “સવારે જયારે સ્થાનિક લોકોએ મને ફોન કર્યો, તો હું તરત જ ત્યાં દોડી ગયો અને ઘર્ષણ ન થાય તે હેતુથી ઝંડો ઉતરાવીને શાંતિ જાળવવા અપીલ કરી હતી. ત્યારે તો બધું થાળે પડી ગયું, પરંતુ મને રાત્રે ફરી ફોન આવ્યો કે ત્યાના સ્થાનિક મુસ્લિમ રહેવાસીઓએ એક ઝંડો ઉતારીને રાત્રે તમામ ટાવર્સમાં અને ગેટ પર તેમના મઝહબી અરબી ઝંડા લગાવી દીધા. આ સ્પષ્ટ પને સંઘર્ષમાં ઉતરવાની વાત થઈ, તેને જરા પણ નહીં ચલાવી લેવામાં આવે. અમે પોલીસની હાજરીમાં જ આ ઝંડા ઉતરાવી લીધા છે અને ફરી આવું ન થાય તેનું ધ્યાન રાખવા જણાવ્યું છે.”

    આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે સ્થાનિક પોલીસે આખા ટાવરને પોલીસ છાવણીમાં ફેરવી દીધું હતું. હાલ ત્યાં કોઈ જ માથાકૂટ ન હોવાનું તેમણે જણવ્યું છે.

    આ પ્રકારની કટ્ટરપંથી માનસિકતા વિરુદ્ધ હિંદુઓ એક જૂથ છે: વિશ્વ હિંદુ પરિષદ

    બીજી તરફ વડોદરામાં ગણેશોત્સવમાં અરબી ઝંડા લગાવવાની ઘટનાને લઈને વડોદરા જિલ્લા વિશ્વ હિંદુ પરિષદ સહિતના હિંદુ સંગઠનોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે. આ મામલે VHPના શહેર મંત્રી વિષ્ણુ પ્રજાપતિએ ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે, “છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં કટ્ટરપંથી માનસિકતા વધી રહી છે. અમને મુસ્લિમ સમુદાયના લોકો સાથે કોઈ જ વાંધો નથી. અમે બધા હળીમળીને જ રહીએ છીએ. પરંતુ જે લોકો એક્સ્ટ્રીમ લેવલ પર જઈ રહ્યા છે, તેમને ચોક્કસથી જણાવી દઈએ કે 1947માં સ્વતંત્રતા બાદ દેશના ભાગલા ધારણા આધારે જ પડ્યા હતા, જો તેમને અહીં રહેવામાં વાંધો હોય તો સ્વેચ્છાએ તેમનો રસ્તો કરી લે. રહી વાત વર્તમાન ઘટનાની, તો વિશ્વ હિંદુ પરિષદ અને તમામ હિંદુ સંગઠનો હિંદુ સમુદાય સાથે છે. જરૂર પડ્યે અમે સ્થળની મુલાકાત પણ લઈશું. પ્રશાસનને માત્ર એટલું જ કહેવાનું કે, આ રીતે મિશ્ર વસ્તીઓ બનાવવાનું બંધ કરે જેથી ઘર્ષણ ઉભા ન થાય. અમે મુખ્યમંત્રીનું પણ આ દિશામાં ધ્યાન દોરીશું.”

    સુરતમાં ગણપતિ પંડાલ પર હુમલો

    ઉલ્લેખનીય છે કે એક તરફ ગઈ રાત્રે વડોદરાના ગણપતિ પંડાલ પર અરબી મઝહબી ઝંડા લગાવવામાં આવ્યા, તો બીજી તરફ સુરતમાં પણ ગણેશ પંડાલને નિશાન બનાવવામાં આવ્યો. રવિવારે રાતે સુરતના લાલગેટ પાસેના સૈયદપૂરા વિસ્તારના એક ગણેશ મંડપ પર મુસ્લિમ યુવાનોએ પથ્થરમારો કરી દીધો હતો. જે બાદ વિસ્તારમાં ભારે અશાંતિ વ્યાપી હતી. મધરાતે પ્રદેશના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઘટનાસ્થળે પહોંચીને આરતીમાં ભાગ લીધો હતો અને લોકોને વચન આપ્યું હતું કે ‘દિવસની પહેલી કિરણ જમીન પર પડે એ પહેલા આરોપીઓની ધરપકડ કરશે’. તાજી જાણકારી મુજબ સંઘવીએ પોતાનું વચન પાળીને આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને તેમનો વિડીયો પણ વાઇરલ થઈ રહ્યો છે.

    ઘટના સુરત લાલગેટના વરિયાળી બજાર વિસ્તારના ગણેશ મંડપમાં બની હતી. અહીં અમુક સગીરોએ પથ્થરમારો કર્યો હતો. જે મુસ્લિમ સમુદાયના હોવાનું જાણવા મળ્યું હતું. ગણેશજી પર પથ્થરો ફેંકાયા બાદ હિંદુઓએ પોલીસ ફરિયાદ કરી હતી અને સમાચાર શહેરમાં વાયુવેગે પ્રસરી જતાં ટોળાં એકઠાં થઈ ગયાં હતાં. બીજી તરફ, પોલીસને જાણ થતાં જ કાર્યવાહી શરૂ કરી હતી. ત્યારે હવે વડોદરામાં ગણેશોત્સવમાં અરબી ઝંડા લગાવવાની ઘટના સામે આવતા હિંદુઓમાં રોશની લાગણી જોવા મળી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં