Friday, September 20, 2024
More
    હોમપેજરાજકારણઆંધ્ર પ્રદેશ CMOમાં રોજ એક હજાર પફ ઝાપટી જવાતાં હતાં? TDPનો આરોપ-...

    આંધ્ર પ્રદેશ CMOમાં રોજ એક હજાર પફ ઝાપટી જવાતાં હતાં? TDPનો આરોપ- જગન મોહનની સરકારમાં ₹3.62 કરોડ માત્ર ‘એગ પફ’ પાછળ ખર્ચાયા!

    TDPનો આરોપ છે કે વર્ષ 2019-24માં જગન મોહન રેડ્ડીના કાર્યકાળ દરમિયાન મુખ્યમંત્રી કાર્યાલયમાં એક વર્ષમાં સરેરાશ ₹72 લાખનો ખર્ચ માત્ર એગ પફ પાછળ થયો છે. 5 વર્ષનો કાર્યકાળ જોતાં આ કુલ રકમ ₹3.6 કરોડ જેટલી થાય. એક પફની કિંમત 20 રૂપિયા મૂકવામાં આવી છે. આમ પાંચ વર્ષમાં 18 લાખ જેટલાં એગ પફ ખવાય ગયાં હોવાનો આરોપ છે.

    - Advertisement -

    વર્તમાનમાં આંધ્રપ્રદેશમાં તેલુગુ દેશમ પાર્ટીની (TDP) સરકાર છે. તાજેતરમાં જ થયેલી આંધ્રપ્રદેશની (Andhra Pradesh) વિધાનસભાની ચૂંટણીમાં NDA ગઠબંધને સત્તાધારી YSRCPને હરાવીને જીત મેળવી હતી. સત્તામાં આવ્યા બાદથી જ TDP પૂર્વ મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીની (Jagan Mohan Reddy) સરકાર પર ભ્રષ્ટાચાર અને ગેરરીતિના આરોપ લગાવતી રહી છે. તાજેતરમાં એક એવો મામલો સામે આવ્યો છે, જેણે આંધ્ર જ નહીં પણ દેશભરમાં ચર્ચા જગાવી છે. TDPનો આરોપ છે કે જગન મોહનના કાર્યકાળ (2019-2024) દરમિયાન મુખ્યમંત્રી કાર્યાલયે ₹3.6 કરોડ માત્ર એગ પફ (Egg Puff) ખાવામાં ફૂંકી માર્યા હતા.

    અહેવાલ અનુસાર, TDPનો આરોપ છે કે વર્ષ 2019-24માં જગન મોહન રેડ્ડીના કાર્યકાળ દરમિયાન મુખ્યમંત્રી કાર્યાલયમાં એક વર્ષમાં સરેરાશ ₹72 લાખનો ખર્ચ માત્ર એગ પફ પાછળ થયો છે. 5 વર્ષનો કાર્યકાળ જોતાં આ કુલ રકમ ₹3.6 કરોડ જેટલી થાય. એક પફની કિંમત 20 રૂપિયા મૂકવામાં આવી છે. આમ પાંચ વર્ષમાં 18 લાખ જેટલાં એગ પફ ખવાય ગયાં હોવાનો આરોપ છે. એટલે એક દિવસ પ્રમાણે ગણો તો દિવસમાં લગભગ હજારેક પફ થાય. જે પહેલી વખત માનવામાં ન આવે એવી બાબત છે. TDPએ આ કૌભાંડને ‘અંડા પફ સ્કેન્ડલ’ નામ આપ્યું છે.

    ઉલ્લેખનીય છે કે YSRCPએ આ આક્ષેપને નકારી કાઢ્યા છે. તથા આરોપનું ખંડન કરતાં પાર્ટીના X હેન્ડલ પરથી એક પોસ્ટ કરવામાં આવી છે. જેમાં લખ્યું હતું કે TDP જાણીજોઈને જગન મોહન રેડ્ડી પર કાદવ ઉછાળી રહી છે. કથિત અંડા પફ સ્કેન્ડલ બહાર આવ્યા બાદ TDP અને YSRCP વચ્ચે વિવાદો શરૂ થઈ ગયા છે. બંને પાર્ટીઓ એકબીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવી રહી છે.

    - Advertisement -

    YSRCPએ પણ આરોપ લગાવ્યો હતો કે તેમની સરકાર પહેલાં 2014-19 દરમિયાન ચંદ્રબાબુ નાયડુની સરકાર હતી. ચંદ્રબાબુ અને તેમના પુત્ર લોકેશે પણ ચા-નાસ્તામાં 8.5 કરોડ ખર્ચી નાખ્યા હતા. વધુમાં પાર્ટીએ લખ્યું હતું કે TDPએ જે આરોપ લગાવ્યા છે તે તદ્દન ખોટા છે, જો TDP આ આરોપને સાબિત નહીં કરી શકે તો તેના પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

    ઉપરાંત TDPએ આ આરોપની સાથે YSRCP પાસે તેના દ્વારા બનાવાયેલ ₹500 કરોડના મહેલ અને ₹700 કરોડનાં પૂતળાના હિસાબ પણ માંગ્યા હતા. TDPએ અંડા પફ સિવાય અન્ય ઘણી બાબતોમાં નાણાકીય ગેરરીતિ આચારવાના અને પાણીની જેમ પૈસાનો ઉપયોગ કરવાના આરોપ YSRCP પર થોપ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં