Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવડોદરાને પણ મળશે રિંગરોડ, ₹300 કરોડની ગ્રાન્ટને CMની મંજૂરી: શહેરની ફરતે VUDA...

    વડોદરાને પણ મળશે રિંગરોડ, ₹300 કરોડની ગ્રાન્ટને CMની મંજૂરી: શહેરની ફરતે VUDA બનાવશે 66 કિમી લાંબો રોડ

    રિંગરોડનું નિર્માણ VUDA (Vadodara Urban Development Authority) દ્વારા કરવામાં આવશે. કારણકે, રિંગરોડનો 66.80 કિલોમીટરનો 84% વિસ્તાર વુડા અંતર્ગત આવે છે, જ્યારે બાકીનો 10.80 કિલોમીટરનો વિસ્તાર વડોદરા કોર્પોરેશન અંતર્ગત આવે છે.

    - Advertisement -

    વડોદરા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીએ (VUDA) વડોદરા મહાનગર (Vadodara) અને તેની આસપાસના ઔદ્યોગિક વિસ્તારોમાં સુઆયોજિત વિકાસ અને ટ્રાફિકને સરળ બનાવવા માટે રિંગરોડની જરૂરિયાતની દરખાસ્ત કરી હતી. આ દરખાસ્તને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) ‘સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’ હેઠળ રિંગરોડ (Ring Road) નિર્માણ માટે ₹316.78 કરોડની ગ્રાન્ટ મંજૂર કરી છે. ગુજરાત સરકારે વર્ષ 2012માં આ પ્રોજેકટને મંજૂરી આપી હતી.

    વડોદરા શહેરમાં જે રિંગરોડ બનવાનો છે તે 66 કિલોમીટર લાંબો અને 75 મીટર પહોળો હશે. જે સમગ્ર વડોદરા શહેરની ફરતે બનાવવામાં આવશે. પ્રથમ તબક્કામાં 27.58 કિલોમીટર લાંબો અન 45 મીટર પહોળાઈ ધરાવતો રોડ તૈયાર કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પહેલા તબક્કાનો રોડ બનાવવા માટે ₹316.78 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જે અંતર્ગત વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં 10.70 કિલોમીટર અને પશ્ચિમ વિસ્તારમાં 16.84 કિલોમીટરના રોડનું નિર્માણ કરવામાં આવશે.

    પશ્ચિમ વિસ્તારનો રિંગરોડ વડોદરા-પાદરા, વડોદરા-સેવાસી-સિંધરોટ અને વડોદરા-ઉંડેરા-કોયલી રોડ એ ત્રણ સ્ટેટ હાઇવે સાથે જોડાશે. ઉપરાંત ચાપદ, ચાણસદ, ઇંટોલા થઈને નેશનલ હાઇવે 48 સાથે પણ તે જોડાશે. જ્યારે પૂર્વ વિસ્તારનો રિંગરોડ વડોદરા-આજવા, વડોદરા-વાઘોડિયા, અને વડોદરા-ડભોઈ સ્ટેટ હાઇવેને જોડશે.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે, રિંગરોડનું નિર્માણ VUDA (Vadodara Urban Development Authority) દ્વારા કરવામાં આવશે. કારણકે, રિંગરોડનો 66.80 કિલોમીટરનો 84% વિસ્તાર વુડા અંતર્ગત આવે છે, જ્યારે બાકીનો 10.80 કિલોમીટરનો વિસ્તાર વડોદરા કોર્પોરેશન અંતર્ગત આવે છે. વધુ વિસ્તાર વુડા અંતર્ગત આવતો હોવાથી રોડનું નિર્માણ વુડા દ્વારા કરવામાં આવશે. ₹1500 કરોડના રિંગરોડના પ્રોજેકટ માટે CM ભૂપેન્દ્ર પટેલે પ્રથમ તબક્કાની ₹316.78 કરોડની ગ્રાન્ટ ફાળવી હતી.

    આ રિંગરોડના નિર્માણથી સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એકતા નગર તરફ જતા રસ્તા પર ટ્રાફિકનું ભારણ ઓછું થશે. તથા મુંબઈ-અમદાવાદ નેશનલ હાઇવે-8 પર વાહનોની અવરજવર હળવી થાય એવી સંભાવનાઓ પણ છે. વડોદરા ફરતે રિંગ રોડ બનાવવાનું મુખ્ય કારણ એ છે કે, શહેરની બહારથી આવનારા વાહનોનું પ્રમાણ વધુ છે, જ્યારે રિંગરોડ બની જશે ત્યારે શહેરની બહારથી આવતા વાહનો સીધા રિંગરોડ મારફતે શહેરની બહાર નીકળી જશે. જેથી શહેરની અંદરનો ટ્રાફિક હળવો થશે.

    નોંધનીય છે કે, વડોદરા ફરતે રિંગરોડ બનાવવાનો પ્રોજેકટ વર્ષ 2006માં શરૂ થયો હતો. વર્ષ 2012માં ગુજરાત સરકારે તેને મંજૂરી આપી હતી. પરંતુ રિંગરોડના વિસ્તારમાં આવતા વિસ્તારો મરેઠા, કોયલી, અને દશરથ સુધીના ભાગો એગ્રીકલ્ચર ઝોનમાં આવતા હોવાથી પ્રોજેક્ટની કામગીરી અટકાયેલ હતી. જેને 17 ઑગસ્ટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રાન્ટ ફાળવી લીલી ઝંડી બતાવી દીધી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં