Friday, September 20, 2024
More
    હોમપેજદુનિયાઅયોધ્યાના ભવ્ય રામમંદિર માટે રામલલાની મૂર્તિ બનાવનારને અમેરિકાએ વિઝા આપવાનો કર્યો ઇનકાર:...

    અયોધ્યાના ભવ્ય રામમંદિર માટે રામલલાની મૂર્તિ બનાવનારને અમેરિકાએ વિઝા આપવાનો કર્યો ઇનકાર: મૂર્તિકાર અરુણ યોગીરાજ વિશ્વ કન્નડ સમ્મેલનમાં લેવાના હતા ભાગ

    અરુણ યોગીરાજના વિઝા અરજી રદ થયા બાદ તેમના પરિવારજનોએ નારાજગી વ્યક્ત કરી છે. પરિવારના સભ્યોએ આ અંગે કહ્યું હતું કે, "તેમની આંતરરાષ્ટ્રીય માન્યતા અને તાજેતરમાં તેઓ વૈશ્વિક સંપર્કમાં હોવા છતાં આવી ઘટના બની હતી."

    - Advertisement -

    અયોધ્યામાં (Ayodhya) ભગવાન રામના જન્મસ્થળ પર બનેલા ભવ્ય મંદિરમાં સ્થાપિત રામલલાની (Ram Lala) મૂર્તિ બનાવીને સમગ્ર વિશ્વને આશ્ચર્યચકિત કરનારા અરુણ યોગીરાજને (Arun Yogiraj) અમેરિકાએ વિઝા આપવાનો ઇનકાર કરી દીધો છે. તેઓ એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે અમેરિકા જવાના હતા, પરંતુ અમેરિકાએ તેમની વિઝા અરજી ફગાવી દીધી છે. અરુણ યોગીરાજ વિશ્વ કન્નડ કોન્ફરન્સમાં હાજરી આપવાના હતા.

    રિપબ્લિકના રિપોર્ટ અનુસાર અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરમાં રામલલાની મૂર્તિ બનાવનાર શિલ્પકાર અરુણ યોગીરાજને અમેરિકાએ વિઝા આપવાનો ઇનકાર કર્યો છે. અરુણ યોગીરાજના પરિવારના સભ્યોએ રિપબ્લિક કન્નડ સાથે આ બાબતની પુષ્ટિ કરી આપી હતી. યોગીરાજ 30 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર, 2024 દરમિયાન વર્જિનિયાના રિચમન્ડમાં ગ્રેટર રિચમન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાનારી 12મી AKKA વર્લ્ડ કન્નડ કોન્ફરન્સમાં ભાગ લેવાના હતા. જો કે, USAએ યોગીરાજને વિઝા આપવાનો ઇનકાર કર્યા પછી ઇવેન્ટના આયોજકોને પણ ઝટકો લાગ્યો હતો.

    અરુણ યોગીરાજના વિઝા અરજી રદ થયા બાદ તેમના પરિવારજનોએ નારાજગી વ્યક્ત કરી છે. પરિવારના સભ્યોએ આ અંગે કહ્યું હતું કે, “તેમની આંતરરાષ્ટ્રીય માન્યતા અને તાજેતરમાં તેઓ વૈશ્વિક સંપર્કમાં હોવા છતાં આવી ઘટના બની હતી.” શિલ્પકાર અરુણ યોગીરાજના પરિવારનું કહેવું છે કે, “તેમના પત્ની પહેલાથી જ અમેરિકા જઈ આવ્યા છે, તેથી આ વિઝા માટે ઇનકાર કરવો એ અનપેક્ષિત છે. કારણ કે તમામ વ્યવસ્થાઓ અગાઉથી જ થઈ ગયેલી હતી. તેમનો એકમાત્ર ઉદ્દેશ્ય કાર્યક્રમમાં હાજરી આપવાનો અને તરત જ પરત ફરવાનો હતો.”

    - Advertisement -

    પરિવારના સભ્યોનું કહેવું છે કે, “અરુણ યોગીરાજ આ મુલાકાતની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, કારણ કે અયોધ્યા કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ તેઓ પ્રથમ વખત રજા માણવા જઈ રહ્યા હતા.” ત્યારે અમેરિકાએ અરુણ યોગીરાજની વિઝા અરજી રદ કરી દીધી છે.

    એવું કહેવામાં આવી રહ્યું છે કે રામલલાની મૂર્તિ બનાવવાર પ્રખ્યાત શિલ્પકાર અરુણ યોગીરાજની વિઝા અરજી નકારવા માટે અમેરિકાએ કોઈ સત્તાવાર કારણ આપ્યું નથી. વર્જિનિયાના રિચમન્ડમાં એસોસિએશન ઑફ કન્નડ કુટાસ ઑફ અમેરિકા દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપવા યોગીરાજે લગભગ બે મહિના પહેલાં વિઝા માટે અરજી કરી હતી. જો કે, 10 ઓગસ્ટે તેમની વિઝા અંગેની અરજી કોઈપણ કારણ દર્શાવ્યા વિના અમેરિકા દ્વારા રદ કરવામાં આવી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં