Sunday, November 24, 2024
More
    હોમપેજક્રાઈમTMC સાંસદ સાકેત ગોખલે સામે અમદાવાદની કોર્ટે ઘડ્યા આરોપ, મની લોન્ડરિંગનો મામલો:...

    TMC સાંસદ સાકેત ગોખલે સામે અમદાવાદની કોર્ટે ઘડ્યા આરોપ, મની લોન્ડરિંગનો મામલો: 2022માં ગુજરાત પોલીસે કરી હતી ધરપકડ

    EDએ માહિતી આપી હતી કે ગોખલેએ ઓનલાઈન પ્લેટફોર્મ 'અવરડેમોક્રેસીડોટઇન' પર ચાલવાયેલા અભિયાન અંતર્ગત લોકો પાસેથી રૂપિયા લીધા હતા. જેનો ઉપયોગ વ્યક્તિગત ખર્ચાઓ માટે કર્યો.

    - Advertisement -

    તૃણમૂલ કોંગ્રેસનાં (Trinamool Congress) સાંસદ અને તથાકથિત એક્ટિવિસ્ટ સાકેત ગોખલે વિરુદ્ધમાં મની લોન્ડરિંગના અપરાધિક આરોપ ઘડાયા છે. અમદવાદની (Ahmedabad) વિશેષ અદાલતે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ 2002 (PMLA) અંતર્ગત આ આરોપ ઘડયા હતા. અદાલતે ED દ્વારા કરાયેલી ફરિયાદના આધારે આ કાર્યવાહી હાથ ધરી છે.

    EDએ આ અંગે જણાવ્યુ હતું કે, “અમદાવાદ ગ્રામીણના માનનીય પ્રધાન જિલ્લા અને સત્ર ન્યાયાધીશ અને વિશેષ અદાલતે 13 ઓગસ્ટના રોજ TMC સાંસદ સાકેત ગોખલે (Saket Gokhale) વિરુદ્ધમાં PMLA અંતર્ગત આરોપ ઘડયા છે અને પોલીસ કેસમાં પણ આ આરોપ ઘડવામાં આવ્યા છે.” ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ED એ મની લોન્ડરિંગ (Money Laundering) એક્ટ અંતર્ગત 31 વર્ષના TMC સાંસદ અને પ્રવક્તા તથા કથિત એક્ટિવિસ્ટ સાકેત ગોખલે પર ચાર્જશીટ ફાઇલ કરી હતી.

    EDએ અદાલતમાં જણાવ્યુ હતું કે સાકેત ગોખલેએ ક્રાઉડ ફાંડિંગ દ્વારા એકઠી થયેલી મોટી રકમ પોતાના વ્યક્તિગત ખર્ચાઓ, ભોજન, સટ્ટા શેયર અને ટ્રેડિંગમા વેડફી નાખી છે. જે બિનજરૂરી અને ફાલતુ ખર્ચાઓ જણાઈ રહ્યા છે. EDએ જણાવ્યુ હતું કે વિશેષ અદાલત જ્યાં સુધી આ મામલે કોઈ નિર્ણયના લેય ત્યાં સુધી અદાલતે CrPCની કલમ 309 અંતર્ગત ગોખલેની PMLAની કાર્યવાહીને નિલંબિત કરવાની અરજી પણ ફગાવી દીધી હતી.

    - Advertisement -

    2022માં અમદાવાદના વ્યક્તિએ કરી હતી ફરિયાદ

    ઉલ્લેખનીય છે કે 28 ડિસેમ્બર 2022ના રોજ અમદાવાદના એક વ્યક્તિએ સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવીને આરોપ લગાવ્યો હતો કે સાકેત ગોખલેએ શરૂ કરેલ ક્રાઉડ ફંડિંગની રકમનો ઉપયોગ ગરીબોના કલ્યાણ માટે કરવાનો હતો પરંતુ આ રકમ સાકેત ગોખલેએ પોતે જ વાપરી નાખી હતી. આ બાદ અમદાવાદ પોલીસે સાકેત ગોખલે સામે IPCની કલમો 420 (છેતરપિંડી), 406 (વિશ્વાસનું અપરાધિક હનન) અને 467 (ફોર્જરી) હેઠળ કેસ દાખલ કર્યો હતો.

    આ બાદ ગોખલેની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી હતી. EDએ માહિતી આપી હતી કે ગોખલેએ ઓનલાઈન પ્લેટફોર્મ ‘અવરડેમોક્રેસીડોટઇન’ પર ચાલવાયેલા અભિયાન અંતર્ગત લોકો પાસેથી રૂપિયા લીધા હતા. જેનો ઉપયોગ વ્યક્તિગત ખર્ચાઓ માટે કર્યો. ED અનુસાર ગોખલેએ ₹1.70 કરોડની રકમનો દુરુપયોગ કર્યો હતો. જેના કારણે PMLA અંતર્ગત તેમની ધરપકડ કરવામાં આવી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં