Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણ'ન્યાય કોર્ટમાં મળશે, યાત્રામાં નહીં': TRP ગેમઝોનના પીડિત પરિવારો પણ નહીં જોડાય...

    ‘ન્યાય કોર્ટમાં મળશે, યાત્રામાં નહીં’: TRP ગેમઝોનના પીડિત પરિવારો પણ નહીં જોડાય કોંગ્રેસની ‘ન્યાય યાત્રા’માં, કહ્યું- ગુજરાત સરકાર કરી રહી છે તમામ મદદ

    દુર્ઘટનામાં પોતાની બે પુત્રી અને જમાઈને ગુમાવનારા અનિતાબેને આ અંગે કહ્યું છે કે, તેમને રાજકારણમાં કોઈ રસ નથી. તેમણે કહ્યું કે, "અમે માત્ર તે સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે, જે થયું, તેવું બીજીવાર ન થાય. અમારી કોઈ માંગણી નથી. સરકાર અમને ન્યાય અપાવવા માટે યોગ્ય રીતે તપાસ કરી રહી છે. અમને આશા છે કે, ન્યાય અમને મળશે."

    - Advertisement -

    છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ દેશભરમાં અલગ-અલગ યાત્રાઓ કાઢી રહી છે. ‘ભારત જોડો યાત્રા’ અને ‘ભારત જોડો ન્યાય યાત્રા’ બાદ હવે કોંગ્રેસનું ધ્યાન ગુજરાત તરફ આવ્યું છે અને 9 ઑગસ્ટથી તેણે ગુજરાતમાં ‘ન્યાય યાત્રા’ કાઢી છે. યાત્રાનો એજન્ડા ગુજરાતમાં તાજેતરમાં અને ભૂતકાળમાં બનેલી દુર્ઘટનાઓના પીડિતોને ‘ન્યાય’ અપાવવાનો નક્કી થયો છે. પરંતુ યાત્રા પહેલાં જ સુરતના તક્ષશિલા કાંડના પીડિત પરિવારો અને હવે રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડના પીડિત પરિવારોએ આ યાત્રામાં જોડાવવા માટે ઇનકાર કરી દીધો છે. મીડિયા સામે આવીને પીડિત પરિવારના લોકોએ જણાવ્યું છે કે, તેઓ કોંગ્રેસની ‘ન્યાય યાત્રા’માં ભાગ નહીં લે.

    તાજેતરમાં જ સુરતના તક્ષશિલા કાંડના પીડિત પરિવારોએ કોંગ્રેસની ‘ન્યાય યાત્રા’માં ભાગ લેવાનો ઇનકાર કરી દીધો હતો. તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે, તેમને રાજકીય હાથો બનવામાં કોઈ રસ નથી. ત્યારબાદ હવે રાજકોટ TRP ગેમઝોનના પીડિત પરિવારોએ પણ ‘ન્યાય યાત્રા’માં ન જોડાવવાની વાત કહી છે. પીડિતોનું કહેવું છે કે, ગુજરાત સરકાર તેમની તમામ માંગો પર વિચાર કરી રહી છે, તેથી તેમને આમતેમ ભાગવામાં કોઈ રસ નથી.

    ‘ન્યાય કોર્ટમાં મળશે, યાત્રામાં નહીં’- પીડિત પરિવારો

    મીડિયા સાથે વાત કરતી વખતે પીડિત પરિવારના પ્રદીપસિંહે કહ્યું છે કે, “ન્યાય યાત્રા દ્વારા અમને કોઈ ન્યાય નહીં અપાવી શકે. જો અમને તેનાથી ન્યાય મળવાનો હોત, તો અમે બે-ત્રણ મહિના તેમાં જ લાગી રહેત, પરંતુ તે યોગ્ય રસ્તો નથી. સરકાર અમારી માંગણીઓ પર ધ્યાન આપી રહી છે, તેથી આમતેમ ભાગવું પણ યોગ્ય નથી. તે લોકો (કોંગ્રેસ) બસમાં કે ગાડીમાં લઈ જશે અને મૂકી જશે, તે તેના રાજકીય રોટલા શેકવાની વાત છે. ન્યાય યાત્રા હોય કે બીજું કઈ, તેમાં અમારો કોઈ રસ નથી. અત્યારે જે કોઈપણ માંગણી છે, તે સ્વીકારવામાં આવી રહી છે. અમારી હાઈકોર્ટમાં સ્પેશ્યલ વકીલની માંગણી છે અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવાની માંગણી છે.”

    - Advertisement -

    તેમણે વધુમાં કહ્યું કે, “ન્યાય આપશે એ કોર્ટ આપશે. જજ આપશે અને તે વકીલ અપાવશે. તેના માટે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ઘણી વધારે ફી જોઈશે. બસ તેમાં સરકાર સપોર્ટ કરે છે, તો તે જ ખૂબ મોટી વાત છે.” દુર્ઘટનામાં પોતાની બે પુત્રી અને જમાઈને ગુમાવનારા અનિતાબેને આ અંગે કહ્યું છે કે, તેમને રાજકારણમાં કોઈ રસ નથી. તેમણે વધુમાં કહ્યું કે, “અમે માત્ર તે સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે, જે થયું, તેવું બીજીવાર ન થાય. અમારી કોઈ માંગણી નથી.”

    તેમણે વધુમાં કહ્યું કે, “સરકાર અમને ન્યાય અપાવવા માટે યોગ્ય રીતે તપાસ કરી રહી છે. અમને આશા છે કે, ન્યાય અમને મળશે. કારણ કે, સરકાર અમારી મદદ કરી રહી છે.” તે સિવાય અશોકભાઈ નામના એક પીડિત પરિવારના સભ્યએ જણાવ્યું છે કે, તેમને ન્યાય યાત્રામાં સામેલ થવાનો કોઈ ઇરાદો નથી. પરંતુ તેઓ તીરંગા યાત્રામાં જરૂરથી ભાગ લેશે, કારણ કે તે દેશનો મામલો છે. તે કોઈ રાજકારણનો મુદ્દો નથી.

    નોંધનીય છે કે, આ પહેલાં સુરતના તક્ષશિલા કાંડના પીડિત પરિવારોએ પણ કોંગ્રેસની આ યાત્રામાં જોડાવવા માટેનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. કોંગ્રેસી નેતાઓના ઘણા પ્રયાસો છતાં તેઓ યાત્રામાં જોડાવા માટે માન્યા નહોતા. ઑપઇન્ડિયા સાથે વાત કરીને ઘણા પરિવારોએ પોતાની હૈયાવરાળ ઠાલવી હતી અને કહ્યું હતું કે, છેલ્લા 5 વર્ષથી કોઈપણ કોંગ્રેસી નેતા ફરક્યો નહોતો, હવે અચાનક તેઓ આવી ગયા છે. પીડિત પરિવારોએ સ્પષ્ટ રીતે રાજકીય હાથો બનવાનો ઇનકાર કરી દીધો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં