Friday, September 20, 2024
More
    હોમપેજદુનિયા‘મોં બાંધીને રેપ કર્યો, કાપવા માંગતા હતા ગળું’: બાંગ્લાદેશની હિંદુ મહિલાઓની આપવીતી,...

    ‘મોં બાંધીને રેપ કર્યો, કાપવા માંગતા હતા ગળું’: બાંગ્લાદેશની હિંદુ મહિલાઓની આપવીતી, કહ્યું- દીકરીઓને બચાવવા બધું જ ગુમાવી દીધું; એક પરિવાર પર 400ના ટોળાનો હુમલો

    શેખ હસીનાની સરકાર પડ્યા બાદ ઈસ્લામિક સંગઠન જમાત-એ-ઈસ્લામીના કટ્ટરપંથીઓ હિંદુ ઘરો અને વેપારી સંસ્થાઓની યાદી બનાવી રહ્યું છે. એક હિંદુએ ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં કહ્યું, "ફક્ત અમુક સ્થાનિકો જ અમને મદદ કરી રહ્યા છે, જ્યારે હજારો લોકોનું હિંસક ટોળું અમારી હત્યા કરવાના પ્રયાસમાં છે."

    - Advertisement -

    બાંગલાદેશમાં સરકારવિરોધી આંદોલન હવે હિંદુવિરોધી હિંસામાં ફેરવાઇ ગયું છે. વડાંપ્રધાન શેખ હસીનાએ દેશ છોડીને ભારતમાં શરણ લીધા બાદ બાંગ્લાદેશમાં હિંદુઓની સ્થિતિ વધુ કફોડી બની રહી છે. ઈસ્લામીઓ હિંદુઓનાં ઘરોને ટાર્ગેટ કરી રહ્યા છે અને તેમનાં ઘરો, મંદિરો વગેરે પર હુમલા કરવામાં આવી રહ્યા છે. હિંદુ મહિલાઓનું અપહરણ, તેમની સાથે બળાત્કાર સહિતની ભયાનક ઘટનાઓ પણ સામે આવી રહી છે.

    બાંગ્લાદેશના કેટલાય વિસ્તારોમાં મંદિરોમાં તોડફોડ, હિંદુ ઘરો પર હુમલા અને લૂંટફાટની ઘટના સામે આવી છે. દિનાજપુરમાં હિંદુઓની 40 દુકાનો તોડવામાં આવી હોવાના સમાચાર પણ હમણાં જ સામે આવ્યા. તાજેતરમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો પણ સામે આવ્યો, જેમાં બાંગ્લાદેશના પિરોજપુર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં રહેતી મહિલાઓ તાજેતરના હુમલાઓ વિશે જણાવીને પોતાની આપવીતી કહેતી જોવા મળે છે.

    વિડિયોમાં એક મહિલાએ જણાવ્યું હતું કે, કટ્ટરપંથીઓએ તલવાર અને ધારદાર હથિયારો સાથે તેમના ઘર પર હુમલો કર્યો હતો. તેમણે પોતાની દીકરીને બચાવવા પોતાની બધી જ વસ્તુઓ આપી દીધી હતી. અન્ય એક મહિલાએ કહ્યું હતું કે, રાતના સમયે તેમના ઘર પર હુમલો થયો હતો. તોડફોડ અને લૂંટફાટ પણ કરવામાં આવી. તેમના પરિવારની એક મહિલાને અન્ય રૂમમાં લઈ જઈ તેના પર બળાત્કાર ગુજાર્યો. તેનું ગળું કાપવાનો પણ પ્રયાસ કર્યો, પરંતુ પરિવારે ટોળાને પોતાનાં ઘરેણાં આપી જીવ બચાવી લીધો.

    - Advertisement -

    આ ઉપરાંત એક મહિલાએ જણાવ્યું હતું કે તેમના ઘરને 50 લોકોએ ઘેરી લીધું હતું. ઘર પર હુમલો કર્યો અને તેમના પર બળાત્કાર ગુજારવાનો પ્રયત્ન કર્યો. અનેક વિનંતી બાદ કીમતી ચીજવસ્તુઓ અને ઘરેણાં આપ્યા બાદ તેમને છોડવામાં આવ્યા હતા. આ સિવાય પણ બાંગલાદેશમાં ઘણાં સ્થાનો પર હિંદુ પર હુમલાની ઘટના બની છે.

    માખન સરકારના ઘર પર 400ના ટોળાનો હુમલો

    અન્ય એક ઘટના બાંગ્લાદેશના નારાયણપુર જિલ્લાના રઘુનાથપુરમાંથી સામે આવી છે. અહીં રહેતા માખન સરકારે અમર ઉજાલાને ફોન પર પોતાની આપવીતી જણાવી હતી. તેમણે કહ્યું કે, નારાયણગંજમાં તેમના ઘર પર લગભગ 400 લોકોના ટોળાએ હુમલો કરી ઘરમાં તોડફોડ કરી અને ઘર લૂંટી લીધું હતું. તેઓ જીવ બચાવવા પરિવાર સહિત ભાગી ગયા. હાલમાં સુરક્ષિત સ્થાન પર છુપાયેલા છે.

    શેખ હસીનાની સરકાર પડ્યા બાદ ઈસ્લામિક સંગઠન જમાત-એ-ઈસ્લામીના કટ્ટરપંથીઓ હિંદુ ઘરો અને વેપારી સંસ્થાઓની યાદી બનાવી રહ્યું છે. એક હિંદુએ ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં કહ્યું, “ફક્ત અમુક સ્થાનિકો જ અમને મદદ કરી રહ્યા છે, જ્યારે હજારો લોકોનું હિંસક ટોળું અમારી હત્યા કરવાના પ્રયાસમાં છે.” બાંગ્લાદેશી હિંદુઓનું કહેવું છે કે તેઓ ખૂબ ભયભીત છે. હિંદુઓને ઈરાદાપૂર્વક એકબીજાથી દૂર રાખવામાં આવી રહ્યા છે, જેથી તેઓ એકબીજાની મદદ ન કરી શકે. તેઓ બચીને સુરક્ષિત સ્થળે ભાગી પણ શકતા નથી. કારણ કે જમાત-એ-ઈસ્લામી અને અન્ય ઉગ્રવાદી સંગઠનોના કટ્ટરપંથીઓ બંદૂકો લઈને રસ્તાઓ પર ફરે છે. મોબાઈલ નેટવર્ક અને ઈન્ટરનેટ પણ સમયાંતરે બંધ કરવામાં આવી રહ્યાં છે.

    અગાઉ બાંગ્લાદેશ હિંદુ બૌદ્ધ ખ્રિસ્તી એકતા પરિષદે આ દરમિયાન જ બાંગ્લાદેશમાં હિંદુ મંદિરો, ઘરો અને દુકાનો પર હુમલાની યાદી બહાર પાડી હતી. જે અનુસાર દેશભરમાં 54 સ્થળોએ હિંદુઓને નિશાન બનાવવામાં આવ્યાં હતાં. જેમાં ઢાકામાં રહેતા હિંદુ ગાયક રાહુલ આનંદનું ઘર પણ સામેલ છે, જેને ઇસ્લામી કટ્ટરપંથી ભીડે સળગાવી દીધું હતું. આ લૂંટફાટ અને આગજનીમાં તેમનાં હજારો સંગીતનાં સાધનો અને વાદ્યો પણ બળીને ખાખ થઈ ગયાં.

    નોંધનીય છે કે બાંગ્લાદેશમાં જુલાઈથી અનામત નાબૂદ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યાં હતાં. આ પ્રદર્શનને જમાત જેવાં કટ્ટરપંથી સંગઠનો દ્વારા હાઇજેક કરી લેવામાં આવ્યાં અને ત્યારબાદ ભારે હિંસા શરૂ થઈ ગઈ હતી. અત્યાર સુધી આ હિંસામાં કેટલા લોકો હોમાયા તેનો કોઈ ચોક્કસ આંકડો સામે આવ્યો નથી. હિંસા દરમિયાન જ વડાપ્રધાન શેખ હસીના રાજીનામું આપી ઢાકા છોડીને સોમવારે (5 ઓગસ્ટ, 2024) ભારત આવ્યાં હતાં. હાલ તેઓ અહીં જ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં