Friday, November 22, 2024
More
    હોમપેજદેશસ્વતંત્રતા દિવસ પહેલા દિલ્હી પોલીસે અલ કાયદા અને ખાલિસ્તાન સાથે જોડાયેલા આતંકવાદીઓના...

    સ્વતંત્રતા દિવસ પહેલા દિલ્હી પોલીસે અલ કાયદા અને ખાલિસ્તાન સાથે જોડાયેલા આતંકવાદીઓના પોસ્ટર લગાવ્યા: કહ્યું- બાતમીદારોને અપાશે યોગ્ય પુરસ્કાર

    દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, પોસ્ટરમાં પંદર આતંકવાદીઓનો ઉલ્લેખ છે, જેમાંથી છ અલ-કાયદા સાથે સંકળાયેલા છે.

    - Advertisement -

    રાષ્ટ્રીય રાજધાનીમાં સ્વતંત્રતા દિવસ પર્વની ઉજવણી પહેલા, દિલ્હી પોલીસે સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી છે અને અલ કાયદા અને ખાલિસ્તાન સાથે જોડાયેલા વિવિધ આતંકવાદીઓના પોસ્ટરો લગાવ્યા છે.

    પોલીસે શહેરભરમાં પોસ્ટર લગાવ્યા છે અને લોકોને આતંકવાદીઓને પકડવામાં મદદ કરવા પ્રોત્સાહિત કર્યા છે. દિલ્હી પોલીસે કહ્યું કે જે લોકો આતંકવાદીઓ વિશે કોઈપણ માહિતી સાથે આગળ આવશે તેમને ‘યોગ્ય’ પુરસ્કાર આપવામાં આવશે. જોકે, માહિતી આપનારના નામ છુપાવવામાં આવશે.

    પોલીસે જણાવ્યું હતું કે લોકોમાં જાગૃતિ લાવવા અને આતંકવાદીઓને શોધવામાં પોલીસને મદદ કરવા માટે સુરક્ષા પગલાં લેવામાં આવે છે.

    - Advertisement -

    સબ-ઇન્સ્પેક્ટર કોમલ શાક્ય, જેઓ ખાન માર્કેટ મહિલા પોલીસ બૂથના ઇન્ચાર્જ અધિકારી છે, જણાવ્યું હતું કે નાગરિકોમાં જાગૃતિ લાવવા માટે આ કરવામાં આવી રહ્યું છે.

    દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, પોસ્ટરમાં પંદર આતંકવાદીઓનો ઉલ્લેખ છે, જેમાંથી છ અલ-કાયદા સાથે સંકળાયેલા છે.

    રાષ્ટ્રની સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે, સ્વતંત્રતા દિવસ પહેલા, પંજાબ પોલીસે મંગળવારથી રાજ્યભરના તમામ બસ સ્ટેન્ડ પર સ્પોટ સર્ચ કરીને સુરક્ષાના કડક પગલાં લીધા છે.

    પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) પંજાબ ગૌરવ યાદવના નિર્દેશો પર હાથ ધરવામાં આવેલ સીએએસઓ (CASO), તમામ 28 પોલીસ જિલ્લાઓમાં એકસાથે બપોરે 1 વાગ્યાથી 3 વાગ્યા સુધી હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં પોલીસની ટીમો, સ્નિફર ડોગ્સની મદદ લેવાય હતી. આ જોઈને બસ સ્ટેન્ડ પર આવતા જતા લોકોમાં કુતૂહલ જોવા મળ્યુ હતુ.

    વિશેષ પોલીસ મહાનિર્દેશક (વિશેષ ડીજીપી) કાયદો અને વ્યવસ્થા અર્પિત શુક્લા, જેઓ વ્યક્તિગત રીતે આ રાજ્ય-સ્તરની કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા હતા, તેમણે જણાવ્યું હતું કે તમામ પોલીસ કમિશનર/વરિષ્ઠ પોલીસ અધિક્ષકને (CPs/SSPs) યોગ્ય કોર્ડન-ઓફ સુનિશ્ચિત કરવા કહેવામાં આવ્યું હતું. તેઓને આ કામગીરીને સફળ બનાવવા માટે એસપી રેન્કના અધિકારીઓની દેખરેખ હેઠળ મહત્તમ સંખ્યામાં પોલીસ ટીમો વચ્ચે પોતપોતાના જિલ્લાના તમામ બસ સ્ટેન્ડની સંપૂર્ણ તપાસ કરવા માટે કહેવામાં આવ્યું હતું.

    દિલ્હી પોલીસે સ્વતંત્રતા દિવસ પહેલા રાષ્ટ્રીય રાજધાનીમાં ચાઈનીઝ માંઝાના ગેરકાયદે વેચાણનો પર્દાફાશ કર્યો છે. સોમવારે પોલીસે આઝાદ માર્કેટ વિસ્તારના ફયાઝ ગંજ ખાતેના એક ઘરમાંથી ચાઈનીઝ માંઝાનો જંગી જથ્થો જપ્ત કર્યો હતો. દરોડા દરમિયાન એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.

    (આ સમાચાર અહેવાલ સિન્ડિકેટ ફીડમાંથી પ્રકાશિત કરવામાં આવ્યો છે. હેડલાઇન સિવાય, સામગ્રી OpIndia સ્ટાફ દ્વારા લખવામાં કે સંપાદિત કરવામાં આવી નથી)

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં