Friday, September 20, 2024
More
    હોમપેજદેશ'તમામ સહયોગ આપી રહી છે સરકાર': વિનેશ ફોગાટ ઓલમ્પિક્સમાંથી બહાર થયા બાદ...

    ‘તમામ સહયોગ આપી રહી છે સરકાર’: વિનેશ ફોગાટ ઓલમ્પિક્સમાંથી બહાર થયા બાદ સંસદમાં ખેલમંત્રીનું નિવેદન; PT ઉષાએ કહ્યું- UWW સમક્ષ ઉઠાવાયો મુદ્દો

    અમે વિનેશ સાથે છીએ અને તેને તબીબી અને ભાવનાત્મક સહયોગ આપી રહ્યા છીએ. રેસલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયાએ UWW (યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગ) સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો છે અને અપીલ દાખલ કરી છે. આ મામલાને અત્યંત ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે: PT ઉષા

    - Advertisement -

    પેરિસ ઓલમ્પિક્સ 2024માં (Paris Olympics 2024) કુશ્તીની ફાઇનલમાં પહોંચનારાં મહિલા પહેલવાન વિનેશ ફોગાટને (Vinesh Phogat) તેમના વજનના કારણે અયોગ્ય જાહેર આવ્યાં. 50 કિલો વજન ફ્રીસ્ટાઈલ રેસલિંગ કેટેગરીમાં તેમનું વજન નિયમો કરતાં 100 ગ્રામ વધુ હોવાના કારણે તેમને ફાઇનલ મેચ પહેલાં જ ડિસ્કવોલિફાય કરી દેવામાં આવ્યાં હતાં. વિપક્ષે એક તરફ આ મામલે રાજકારણ શરૂ કરી દીધુ હતું ત્યાં આ મામલે ખેલમંત્રી મનસુખ માંડવિયાએ (Mansukh Mandaviya) સંસદમાં નિવેદન આપીને સરકાર દ્વારા વિનેશ માટે થઈ રહેલા પ્રયાસો વિશે સ્પષ્ટતા આપી છે. સાથે જ IOA (Indian Olympic Association) અધ્યક્ષ પી. ટી. ઉષાએ પણ આ અંગે નિવેદન આપ્યું છે.

    મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે, “ભારતીય પહેલવાન વિનેશ ફોગાટને કેટેગરી અનુસાર વજન 50 કિલોથી 100 ગ્રામ વધુ હોવાના કારણે બહાર કરવામાં આવ્યાં છે. નિયમો અનુસાર બધી પ્રતિયોગિતાઓ માટે સબંધિત શ્રેણી માટે રોજ સવારે વજન કરવામાં આવે છે. ઓલમ્પિક્સ નિયમોના અનુછેદ 11 અનુસાર જો કોઈ એથલીટ વજન પ્રક્રિયામાં ભાગ નહીં લે અથવા અસફળ થઈ જાય છે, તો તેને સ્પર્ધામાંથી બહાર કરવામાં આવે છે અને કોઈ રેન્કિંગ વગર અંતિમ સ્થાન પર ખસેડી દેવામાં આવે છે.”

    સંસદમાં ખેલમંત્રી માંડવિયાએ વધુમાં કહ્યું કે, “7 ઑગસ્ટે 50 કિલો મહિલા કુશ્તી માટે વજન પ્રક્રિયાનું આયોજન પેરિસના સમય અનુસાર 7:20-7:30 વચ્ચે રેપો ચેન્જ અને ફાઈનલમાં ભાગ લેનારા સ્પર્ધકો માટે કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વિનેશ ફોગાટનું વજન 50 કિલો 100 ગ્રામ થયું હતું. તેથી તેઓ સ્પર્ધા માટે અયોગ્ય ઘોષિત થયાં. આ માટે ભારતીય ઓલમ્પિક્સ સંઘે આંતરરાષ્ટ્રીય ઓલમ્પિક કમિટી સામે કડક વિરોધ નોંધાવ્યો છે. IOA અધ્યક્ષ પી.ટી ઉષા વર્તમાનમાં પેરિસમાં જ છે. PM મોદીએ તેમની સાથે ટેલિફોનિક વાત કરીને દરેક પ્રકારની સંભવ કાર્યવાહી કરવા માટે પણ જણાવ્યું છે.”

    - Advertisement -

    ખેલમંત્રીએ એ પણ જણાવ્યું હતું કે, સરકારે વિનેશ ફોગાટને તમામ રીતે સહયોગ આપ્યો છે અને હજુ પણ આપી રહી છે. તેમણે કહ્યું કે, વિનેશને તેમને જરૂરી સપોર્ટ સ્ટાફથી માંડીને પર્સનલ સ્ટાફ અને સારામાં સારી તાલીમની સુવિધા પણ પૂરી પાડવામાં આવી છે.

    ખેલમંત્રી બાદ IOAએ પણ આ અંગે તેનું પ્રથમ નિવેદન બહાર પાડ્યું છે. IOA અધ્યક્ષ પી.ટી ઉષાએ કહ્યું હતું કે, “વિનેશનું અયોગ્ય જાહેર થવું એ ખૂબ આંચકાજનક હતું. હું ઓલમ્પિક્સ વિલેજ ખાતે વિનેશ મળી અને ભારત સરકાર, IOA અને સમગ્ર ભારત તરફથી પૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી છે.” વધુમાં તેમણે કહ્યું હતું કે IOA વિનેશ ફોગાટને દરેક પ્રકારનો સહયોગ આપવા તૈયાર છે.

    તેમણે આગળ કહ્યું કે, “અમે વિનેશ સાથે છીએ અને તેને તબીબી અને ભાવનાત્મક સહયોગ આપી રહ્યા છીએ. રેસલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયાએ UWW (યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગ) સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો છે અને અપીલ દાખલ કરી છે. આ મામલાને અત્યંત ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે.” 

    ઉલ્લેખનીય છે કે વિપક્ષે આ મુદ્દાને પણ રાજકારણથી બાકાત રાખ્યો નહોતો. એક તરફ આખો દેશ વિનેશના અયોગ્ય ઘોષિત થવા પર દુઃખી હતો ત્યારે વિપક્ષના નેતાઓ આ બાબતને વારંવાર સંસદમાં મુદ્દો બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. વિપક્ષ એવા દાવા કરી રહ્યો છે કે સરકારે વિનેશ સાથે આ ષડયંત્ર કર્યું છે. વિપક્ષના નેતાઓએ સંસદ ભવનની બહાર “વિનેશ ફોગાટ કે સાથ સાજિશ બંધ કરો”ના નારા લગાવ્યા હતા. જ્યારે હકીકતે સરકાર પક્ષે તમામ સહયોગ અપાય રહ્યો છે અને જે કંઈ પણ બન્યું તે નિયમોના ઉલ્લંઘનના કારણે બન્યું છે. તેમાં ઓલમ્પિક્સના નિયમો સામે વિરોધ નોંધાવી શકાય, પણ સરકારને દોષ આપવાનો કોઈ અર્થ નથી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં