Friday, November 22, 2024
More
    હોમપેજવગેરે...સ્પોર્ટ્સ‘તમામ વિકલ્પો તપાસીને કડક વિરોધ નોંધાવવામાં આવે’: વિનેશ ફોગાટ ઓલમ્પિક્સમાંથી ડિસ્કવોલિફાય થયા...

    ‘તમામ વિકલ્પો તપાસીને કડક વિરોધ નોંધાવવામાં આવે’: વિનેશ ફોગાટ ઓલમ્પિક્સમાંથી ડિસ્કવોલિફાય થયા બાદ PM મોદીએ IOA અધ્યક્ષ પી. ટી ઉષા સાથે કરી વાત

    PM મોદીએ ઇન્ડિયન ઓલમ્પિક્સ એસોશિએશનનાં અધ્યક્ષ પી. ટી ઉષા સાથે પણ ટેલિફોનિક વાતચીત કરી હતી. દરમ્યાન, તેમણે તમામ બાબતોની જાણકારી મેળવી અને એ પણ જાણ્યું કે વિનેશના કિસ્સામાં ભારત પાસે શું વિકલ્પો છે.

    - Advertisement -

    પેરિસ ઓલમ્પિક્સમાં (Paris Olympics 2024) વિમેન્સ રેસલિંગની ફાઇનલમાં પહોંચેલાં ભારતના પહેલવાન વિનેશ ફોગટ (Vinesh Phogat) ગોલ્ડ મેડલ મેચ રમે તે પહેલાં જ ડિસ્કવોલિફાય થઈ ગયાં છે. તેમણે 50 કિલો ફ્રીસ્ટાઇલ રેસલિંગ કેટેગરીમાં ભાગ લીધો હતો અને ફાઇનલ સુધી પહોંચનારાં પ્રથમ ભારતીય મહિલા પહેલવાન બન્યાં હતાં. પરંતુ નિયમો અનુસાર માન્ય કરતાં થોડા ગ્રામ વજન વધુ હોવાને કારણે તેમને ડિસ્કવોલિફાય કરવામાં આવ્યાં છે. આ બાબતે PM મોદીએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. બીજી તરફ તેમણે IOA (Indian Olympic Association) અધ્યક્ષ પી. ટી ઉષા સાથે પણ આ અંગે વાત કરી હતી અને ભારત તરફથી કડક વિરોધ નોંધાવવા માટે કહ્યું હતું.

    મોદીએ X પર પોસ્ટ કરતાં લખ્યું હતું કે “વિનેશ, તમે ચેમ્પિયનોના ચેમ્પિયન છો! તમે ભારતનું ગૌરવ છો અને દરેક ભારતીય માટે પ્રેરણા છો. આજે જે આંચકો મળ્યો છે તે પીડાદાયક છે, કદાચ મારા શબ્દો એ લાગણી વર્ણવી શકે જે હું અનુભવી રહ્યો છું.” આગળ કહ્યું કે, “આપ હંમેશા પડકારોને ઝીલતાં રહ્યાં છો. મજબૂત થઈને પરત ફરશો તેવો વિશ્વાસ છે. અમે બધા તમારી સાથે છીએ.”

    બીજી તરફ, PM મોદીએ ઇન્ડિયન ઓલમ્પિક્સ એસોશિએશનનાં અધ્યક્ષ પી. ટી ઉષા સાથે પણ ટેલિફોનિક વાતચીત કરી હતી. દરમ્યાન, તેમણે તમામ બાબતોની જાણકારી મેળવી અને એ પણ જાણ્યું કે વિનેશના કિસ્સામાં ભારત પાસે શું વિકલ્પો છે. તેમણે IOA અધ્યક્ષને આ બાબતમાં વિનેશને મદદ કરવા માટે તમામ વિકલ્પો તપાસવા કહ્યું અને સાથે એમ પણ જણાવ્યું કે જો વિનેશને તેનાથી મદદ થઈ શકે તેમ હોય તો તેઓ ભારત તરફથી કડકમાં કડક વિરોધ નોંધાવે. હાલ ભારતીય ટીમ આ બાબતે વિચારવિમર્શ કરી રહી છે.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે વિનેશ ફોગાટ ઓલમ્પિક્સ 2024માં 50 કિલો ફ્રીસ્ટાઇલ રેસલિંગમાં મેડલ માટે લડત આપી રહ્યાં હતાં. 6 ઓગસ્ટે જ તેમણે ઓલમ્પિક્સ ગેમ્સમાં કુશ્તીની ફાઇનલમાં પહોંચનારાં પ્રથમ ભારતીય મહિલા બનીને ઇતિહાસ સર્જ્યો હતો. પરંતુ 7 ઑગસ્ટની સવારે સમાચાર આવ્યા કે વજન વધુ હોવાના કારણે તેમને ઓલમ્પિક્સમાંથી ડિસ્કવોલિફાય કરી દેવામાં આવ્યાં છે. જેથી તેઓ હવે મેડલ પણ જીતી શકશે નહીં.

    ભારતીય ઓલિમ્પિક એસોસિએશને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ભારે દુઃખ સાથે વિમેન્સ રેસલિંગ 50 કિલો ક્લાસમાંથી વિનેશ ફોગાટના ડિસ્કવોલિફિકેશનના સમાચાર આપવા પડી રહ્યા છે. ટીમ દ્વારા શ્રેષ્ઠ પ્રયાસો બાદ પણ આજે સવારે તેમનું વજન 50 કિલોથી થોડા ગ્રામ વધી ગયું હતું. આ સમયે કોઇ વધુ ટિપ્પણી કરવામાં આવશે નહીં. ભારતીય ટીમ વિનંતી કરે છે કે વિનેશની ગોપનીયતા જાળવી રાખવામાં આવે. બીજી તરફ, ટીમ બાકીની સ્પર્ધાઓ ઉપર હાલ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં