Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણ'ઓમ બિરલાની પુત્રીને લગતી પોસ્ટ 24 કલાકમાં હટાવો': 'ગૂગલ' અને 'X'ને દિલ્હી...

    ‘ઓમ બિરલાની પુત્રીને લગતી પોસ્ટ 24 કલાકમાં હટાવો’: ‘ગૂગલ’ અને ‘X’ને દિલ્હી હાઈકોર્ટનો આદેશ, પિતાના કારણે IAS બન્યા હોવાના થયા હતા દાવા

    વરિષ્ઠ વકીલ રાજીવ નાયરે આ મામલે કહ્યું કે, સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા અંજલિ બિરલાની છબીને કલંકિત કરવામાં આવી રહી છે. આ વધુ આગળ વધારી શકાય તેમ નથી. ત્યારબાદ આખરે દિલ્હી હાઈકોર્ટે 'ગૂગલ' અને 'X'ને 24 કલાકની અંદર અંજલિ બિરલાને લગતી પોસ્ટ દૂર કરવા માટેનો આદેશ આપ્યો હતો.

    - Advertisement -

    દિલ્હી હાઈકોર્ટે મંગળવારે (23 જુલાઈ, 2024) ‘ગૂગલ’ (Google) અને ‘X’ને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાની પુત્રી વિશે કરવામાં આવેલી સોશિયલ મીડિયા પોસ્ટને દૂર કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ પોસ્ટ્સમાં ઓમ બિરલાની પુત્રી અંજલિ બિરલા પર તેમના પિતાના પ્રભાવને કારણે પ્રથમ પ્રયાસમાં યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) પરીક્ષા પાસ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તે કેસની સુનાવણી દરમિયાન જ દિલ્હી હાઈકોર્ટે ‘ગૂગલ’ અને ‘X’ને અંજલિ બિરલાને લગતી તમામ પોસ્ટ હટાવવા માટેનો આદેશ આપ્યો હતો.

    જસ્ટિસ નવીન ચાવલાએ પોતાના આદેશમાં ‘ગૂગલ’ અને ‘X’ને 24 કલાકની અંદર ઓમ બિરલાની પુત્રી અંજલિ બિરલાને લગતી પોસ્ટ હટાવવાના નિર્દેશ આપ્યા છે. દિલ્હી હાઈકોર્ટ ઓમ બિરલાની પુત્રી અંજલિ બિરલાની અરજી પર સુનાવણી કરી રહી હતી. આ દરમિયાન કોર્ટમાં અંજલિ બિરલા વિરુદ્ધ સોશિયલ મીડિયા પર સતત શેર કરવામાં આવેલા દાવાઓની વિગતો આપવામાં આવી હતી. અંજલિ વતી કહેવામાં આવ્યું હતું કે, ત્રણ વર્ષ પછી પણ તેમની વિરુદ્ધ સોશિયલ મીડિયા પર ખોટું કેમ્પેઇન ચલાવવામાં આવી રહ્યું છે.

    વરિષ્ઠ વકીલ રાજીવ નાયરે આ મામલે કહ્યું કે, સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા અંજલિ બિરલાની છબીને કલંકિત કરવામાં આવી રહી છે. આ વધુ આગળ વધારી શકાય તેમ નથી. ત્યારબાદ આખરે દિલ્હી હાઈકોર્ટે ‘ગૂગલ’ અને ‘X’ને 24 કલાકની અંદર અંજલિ બિરલાને લગતી પોસ્ટ દૂર કરવા માટેનો આદેશ આપ્યો હતો. તે તમામ પોસ્ટ દૂર કરવા માટેના આદેશ આપવામાં આવ્યા છે, જેમાં અંજલિ બિરલા વિશે ખોટા દાવા કરવામાં આવી રહ્યા હતા.

    - Advertisement -

    અંજલિ બિરલા વતી નાયરે કોર્ટમાં જણાવ્યું હતું કે, “હું વર્ષ 2021માં એક અધિકારી બની ગઈ હતી, પરંતુ છેક હવે આ બધી વસ્તુઓ ફરીથી સામે આવી રહી છે., કારણ કે, NEET અને UPSC પરીક્ષાનો વિવાદ ચાલી રહ્યો છે. તેનાથી (સોશિયલ મીડિયા પોસ્ટ) એવું લાગે છે કે, આપણે સૌ તેનો જ એક ભાગ છીએ. મારા વ્યક્તિગત ફોટો ઓનલાઈન પોસ્ટ કરવામાં આવી રહ્યા છે અને કહેવામાં આવી રહ્યું છે કે, હું એક મોડેલ છું.”

    સોશિયલ મીડિયા પોસ્ટ વિરુદ્ધ અંજલિ બિરલાએ કરી હતી હાઈકોર્ટમાં અરજી

    વાસ્તવમાં, ઘણી મીડિયા પોસ્ટ્સ પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે, અંજલિ બિરલા વ્યવસાયે એક મોડેલ છે અને તેમના પિતાના ‘શક્તિશાળી પદ’ના કારણે તેમણે પ્રથમ પ્રયાસમાં UPSC પરીક્ષા પાસ કરી હતી. જોકે, અંજલિ બિરલાએ આ દાવાઓને ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે, આ સોશિયલ મીડિયા હેન્ડલ્સ તેમના પિતાને બદનામ કરવા માટે સંચાલિત કરવામાં આવી રહ્યા છે.

    આ સોશિયલ મીડિયા પોસ્ટ સામે અંજલિ બિરલાએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી. પોતાની અરજીમાં અંજલિ બિરલાએ X (અગાઉ ટ્વિટર), ગૂગલ અને અજાણ્યા લોકોને પક્ષકાર બનાવ્યા અને તેમની પોસ્ટ હટાવવાની માંગ કરી. તેમણે 16 ‘X’ એકાઉન્ટની વિગતો આપી જેની સામે રાહત માંગવામાં આવી હતી. તેમાં યુ-ટ્યુબર ધ્રુવ રાઠીનું પેરોડી એકાઉન્ટ પણ સામેલ છે.

    સોશિયલ મીડિયા પોસ્ટમાં કરવામાં આવેલા દાવાથી વિપરીત, અંજલિ બિરલા IAS નથી પરંતુ IRPS ઓફિસર છે. તેમણે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ની પરીક્ષા વર્ષ 2019માં આપી હતી. આ પછી તેઓ એપ્રિલ 2021માં કમિશનમાં જોડાયા હતા. તેમણે ગયા વર્ષે તેમની ફરજિયાત તાલીમ પૂર્ણ કરી લીધી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં