Friday, November 22, 2024
More
    હોમપેજક્રાઈમગંગાજળ લઈને આવતા કાવડયાત્રીઓ સાથે મારપીટ, UPના બિજનૌરની ઘટના: સોહેલ, અદનાન સહિત...

    ગંગાજળ લઈને આવતા કાવડયાત્રીઓ સાથે મારપીટ, UPના બિજનૌરની ઘટના: સોહેલ, અદનાન સહિત ત્રણની ધરપકડ, ત્રણ ફરાર

    આખી ઘટના બિજનૌરના નગીના પોલીસ સ્ટેશન વિસ્તારનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પોલીસ સ્ટેશન નજીક આવેલા પેટ્રોલ પંપ પાસે જ કાવડિયાઓ પર મુસ્લિમ યુવકોએ હુમલો કર્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. શિવભકતો કાવડ મેળાને લઈને હરિદ્વારથી ગંગાજળ ભરીને આવી રહ્યા હતા.

    - Advertisement -

    શ્રાવણ મહિનો શરૂ થવાની તૈયારીમાં છે અને ઉત્તર ભારતમાં પ્રચલિત કાવડ યાત્રાની પણ શરૂઆતની તૈયારીઓ થઈ ચૂકી છે. તેવામાં બિજનૌરમાં કાવડ મેળો શરૂ થાય તે પહેલાં જ હરિદ્વારથી આવી રહેલા કાવડિયાઓ પર કેટલાક મુસ્લિમ યુવકોએ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. તેમણે કાવડ યાત્રીઓ સાથે મારપીટ કરી અને તેમને પ્રતાડિત પણ કર્યા. હુમલો કરનારા લોકોમાં સગીર સહિત 6 લોકો વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. હાલ એક સગીર સહિત 3ની ધરપકડ કરી લેવામાં આવી છે, જ્યારે ત્રણ હજુ પણ ફરાર છે.

    અહેવાલો અનુસાર, આ આખી ઘટના બિજનૌરના નગીના પોલીસ સ્ટેશન વિસ્તારની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પોલીસ સ્ટેશન નજીક આવેલા પેટ્રોલ પંપ પાસે જ કાવડિયાઓ પર મુસ્લિમ યુવકોએ હુમલો કર્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. શિવભકતો કાવડ મેળાને લઈને હરિદ્વારથી ગંગાજળ ભરીને આવી રહ્યા હતા, તે દરમિયાન બાઈક પર આવેલા સોહેલ, અદનાન અને સગીર આરોપી સહિતના 6 લોકોએ હુમલો કરી દીધો હતો. તેમણે ભક્તો સાથે મારપીટ કરી હતી અને તેમને ઈજાઓ પહોંચાડી હતી.

    યાત્રીઓ બાઈક પર ગંગાજળ લઈને લખીમપુર ખીરી તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમની સાથે આ ઘટના ઘટી. પીડિતની ઓળખ આકાશ, રાહુલ અને અંશુ તરીકે થઇ છે. તેમનું કહેવું છે કે તેમને આંતરીને તેમને માર મારવામાં આવ્યો અને અભદ્ર ભાષામાં ગાળો આપવામાં આવી. હુમલાખોરો તેમને મારીને ત્યાંથી ફરાર થઇ ગયા હતા. બીજી તરફ પીડિત યાત્રીઓએ નગીના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

    - Advertisement -

    ત્રણ પૈકી આકાશ નામના યાત્રીએ નગીના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતાં જ પોલીસ હરકતમાં આવી હતી. ફરિયાદ મળતાંની સાથે જ પોલીસે તપાસ શરૂ કરીને કાર્યવાહી શરૂ કરી દીધી. એક ટીમ બનાવીને પોલીસે આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી. CCTV ફૂટેજ અને લોકલ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે સુલેહ અને અદનાનની ધરપકડ કરી લેવામાં આવી. દરમિયાન સગીર આરોપી પણ પકડાઈ ગયો. હાલ આ ત્રણેયની પૂછપરછ ચાલી રહી છે. પોલીસે કલમ 115, 352, 191 (2) BNS અંતર્ગત ગુનો નોંધ્યો છે.

    કાવડિયાઓ પર મુસ્લિમ યુવકોએ હુમલો કર્યો તે મામલે માહિતી આપતાં સ્થાનિક પોલીસે જણાવ્યું હતું કે હાલ સુલેહ ખલીલ અહેમદ, અદનાન દિલશાદ અહેમદ અને એક સગીર વયના આરોપીની ધરપકડ કરીને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઘટનામાં અન્ય ત્રણ જણા પણ સામેલ હતા. બાકીના ત્રણ આરોપીઓ હાલ ફરાર છે અને પોલીસની અલગ અલગ ટીમ તેમને પકડવા માટે કાર્યરત છે અને ઝડપથી તેમને પકડીને જેલના સળિયા ગણતા કરી દેવામાં આવશે. પોલીસે ઘટનામાં વપરાયેલા બાઈકને પણ જપ્ત કર્યું છે. આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા બાદ તેમના રિમાન્ડની માંગણી કરવામાં આવશે અને બાદમાં તેમને જેલમાં મોકલી દેવામાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં