દક્ષિણ જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં મંગળવારે ઈદની નમાજ પછી એક મસ્જિદની બહાર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પ્રદર્શનકારીઓએ સુરક્ષા દળો પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ઘણા લોકો સુરક્ષાદળો પર પથ્થરમારો કરતા જોવા મળી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈદ-ઉલ-ફિત્રની નમાજ બાદ કેટલાક અસામાજિક તત્વોએ આઝાદ કાશ્મીરના નારા લગાવ્યા હતા. આ પછી, જ્યારે સુરક્ષા દળોએ દરમિયાનગીરી કરી તો તે પ્રદર્શનકારીઓએ તેમના પર પથ્થરમારો કર્યો.
નકાબ પહેરેલા બદમાશોએ સુરક્ષાદળો પર પથ્થરમારો કર્યો હતો
અનંતનાગ જિલ્લામાં એક મસ્જિદની બહાર ઈદની નમાજ બાદ બદમાશોએ પથ્થરમારો કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે માસ્ક પહેરેલા બદમાશોએ કાશ્મીરની આઝાદીના નારા લગાવ્યા અને બાદમાં સુરક્ષાદળો પર પથ્થરમારો કર્યો, ત્યારબાદ પોલીસે મામલો શાંત પાડ્યો. હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે અને વિસ્તારમાં સુરક્ષા દળોની હાજરી વધારી દેવામાં આવી છે.
In #Kashmir, Ruckus & Stone pelting reported in #Anantnag after #Eid congregational prayer. pic.twitter.com/Zj6Wzp5CAV
— Nikhil Choudhary (@NikhilCh_) May 3, 2022
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ઘટના કોઈ ગેરસમજને કારણે થઈ છે અને આ વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. અધિકારીઓએ તેને ‘નાની ટસલ’ ગણાવી છે.
હાલમાં સ્થિતિ કાબુમાં હોવાનું કહેવાય છે. સ્થાનિક પોલીસની સાથે વરિષ્ઠ વહીવટી અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. જણાવી દઈએ કે મંગળવારે (3 મે, 2022) મુસ્લિમો ઈદનો તહેવાર મનાવી રહ્યા છે. બીજી તરફ મધ્યપ્રદેશના ખરગોનમાં પણ આ અવસર પર કર્ફ્યુમાં રાહત નહીં આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. થોડા દિવસો પહેલા પણ ઈસ્લામિક ટોળા દ્વારા હિંસા થઈ હતી. જોધપુરની ઘટનામાં હાલ 3 લોકોની અટકાયત કરવામાં આવી છે.
અત્રે એ નોંધનીય છે કે કોંગ્રેસ શાસિત રાજસ્થાનના જોધપુરમાં પણ આવી જ એક ઘટના બની છે. તે મુખ્ય પ્રધાન અશોક ગેહલોતનો ગૃહ જિલ્લો પણ છે. ઘટના જલૌરી ગેટની છે જ્યાં આખા જોધપુરની સૌથી મોટી મસ્જિદ છે. મળતી માહિતી મુજબ, મોડી રાત્રે કેટલાક મુસ્લિમ યુવકો ચોકડી પર પોતાનો ઝંડો લગાવી રહ્યા હતા, ત્યારે બીજી બાજુથી વિરોધ થયો, મારામારી શરૂ થઈ, પથ્થરમારો શરૂ થયો. પરિસ્થિતિને જોતા આ વિસ્તારમાંથી ઈન્ટરનેટ સેવા સ્થગિત કરી દેવામાં આવી છે અને લગભગ 10 પોલીસ સ્ટેશનના પોલીસ સહિત RACના જવાનો ત્યાં તૈનાત છે.