મેધા પાટકર- એક એવું નામ જેને ગુજરાતની જનતા ક્યારેય નહીં ભૂલે. દોઢ દશકા સુધી ગુજરાતની ભોળી પ્રજાને નર્મદાના નીર માટે વલખા મારવા મજબૂર કરનાર મેધા પાટકરને દિલ્હીની એક કોર્ટે જેલની સજા ફટકારી છે. આ સજા દિલ્હીના વર્તમાન ઉપરાજ્યપાલ વીકે સક્સેનાએ વર્ષ 2001માં કરેલા અપરાધિક માનહાનીના કેસમાં ફટકારવામાં આવી છે. લાંબી લડત બાદ સક્સેના કેસ જીત્યા છે અને મેધા પાટકર દોષી જાહેર થયા છે. જોકે કોર્ટે તેમની ઉમર અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને માત્ર 5 મહિનાની જ સજા ફટકારી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કેસ વર્ષ 2001નો છે, તે સમયે વીકે સક્સેના અમદાવાદના ‘નેશનલ કાઉન્સિલ ફોર સિવિલ લિબર્ટીઝ’ના અધ્યક્ષ હતા. તેમણે મેધા વિરુદ્ધ માનહાનીનો દાવો કર્યો હતો. આટલા વર્ષો કેસ ચાલ્યા બાદ દિલ્હીની સાકેત કોર્ટના જસ્ટીસ રાઘવ શર્માએ સુનાવણીઓ પૂર્ણ કરીને મેધા પાટકરને 5 મહિનાની જેલની સજા ફટકારી છે.
Delhi's Saket court sentenced Narmada Bachao Andolan activist Medha Patkar to 5 months simple imprisonment, in a defamation case filed by then KVIC Chairman V K Saxena (now Delhi LG).
— ANI (@ANI) July 1, 2024
The court has also directed Medha Patkar to pay a compensation of Rs. 10 lakh to V K Saxena
આટલું જ નહીં, જસ્ટીસ શર્માએ મેધાને વીકે સક્સેનાની છબી ખરડાય તેવી હરકત બદલ 10 લાખનો આર્થિક દંડ પણ ફટકાર્યો છે. તેમણે આ રકમ સક્સેનાને ચુકવવાની રહેશે. જોકે મેધા પાટકરને ફટકારવામાં આવેલી સજા આગામી 1 મહિના બાદ અમલમાં મુકવામાં આવશે. બીજી તરફ મેધા પાટકરે આ આદેશને ઉપલી કોર્ટમાં પડકારવાનું નક્કી કર્યું છે.
શું છે આખો મામલો?
ઉલ્લેખનીય છે કે વર્ષ 2000માં નવેમ્બર મહિનાની 25 તારીખે જાહેર કરવામાં આવેલી એક અખબારી યાદીમાં મેધા પાટકરે વીકે સક્સેના વિરુદ્ધ લખાણ લખ્યા હતા. ‘રાષ્ટ્ર ભક્ત કા અસલી ચહેરા’ના મથાળા સાથે લખવામાં આવેલી આ યાદીમાં મેધાએ લખ્યું હત કે, “હવાલા લેણદેણથી દુઃખી વીકે સક્સેના માલેગાંવ આવ્યા અને NBAના વખાણ કરતા 40,000નો ચેક આપ્યો. લોક સમિતિએ ઉતાવળે તેની રસીદ પણ મોકલી આપી. જે ઈમાનદારી અને બાબતોને રેકોર્ડમાં રાખવાની નીતિને દર્શાવે છે. પરંતુ, ચેકને કેશમાં પરિવર્તિત ન કરી શકાયો અને તે બાઉન્સ થઈ ગયો. તપાસમાં સામે આવ્યું કે આવું કોઈ બેંક એકાઉન્ટ છે જ નહીં.”
પાટકરનું કૃત્ય દુર્ભાવનાપૂર્ણ અને જાણીજોઈને કરવામાં આવ્યું હતું: કોર્ટ
પાટકરે આ અખબારી યાદીમાં વીકે સક્સેનાને ડરપોક કહ્યા હતા અને લખ્યું હતું કે તેઓ રાષ્ટ્રભક્ત નથી. તમામ બાબતોને ધ્યાનમાં રાખીને કોર્ટે મેધા પાટકરને દોષી માની નોંધ્યું હતું કે તેમનું આ કૃત્ય દુર્ભાવનાપૂર્ણ અને જાણીજોઈને કરવામાં આવ્યું હતું. જજે કહ્યું કે વીકે સક્સેનાની છબી ખરડાય તે હેતુથી આમ કરવામાં આવ્યું હતું, આનાથી તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું છે.
#WATCH | Delhi: Narmada Bachao Andolan activist Medha Patkar says, "The truth can never be defeated…We have not tried to defame anyone, we only do our work…We will challenge the court's judgement…" https://t.co/8KDuq5ufK8 pic.twitter.com/hDelxBLe4G
— ANI (@ANI) July 1, 2024
બીજી તરફ મેધા પાટકર તરફે અનેક દલીલો આપવામાં આવી હતી, પરંતુ તેઓ પોતાના દાવાને લઈને એક પણ પુરાવો રજૂ કરી શક્યા નહતા. આદેશ પર પ્રતિક્રિયા આપતા તેમણે જણાવ્યું હતું કે, તેઓ માત્ર પોતાનું કામ કરી રહ્યા હતા, કોઈને બદનામ નહીં. તેમણે કહ્યું કે સત્યને પરાજિત નથી કરી શકાતું અને તેઓ ઉપલી કોર્ટમાં આ નિર્ણયને પડકારશે.