વર્તમાન સમયમાં સોશિયલ મીડિયામાં હિંદુ વિરોધી તત્વો બેફામ બન્યા છે. અલગ અલગ પ્લેટફોર્મ પર અનેક એવા એકાઉન્ટ છે જે અવારનવાર હિંદુ ધર્મ અને દેવી-દેવતાઓને લઈને અપમાનજનક અને આપત્તિજનક પોસ્ટ જોવા મળી જાય છે. આવી જ એક ઘટના નવસારીથી સામે આવી છે. નવસારીની હમીદા શેખ નામની યુવતીએ હિંદુઓને ગાળો ભાંડીને અપમાનજનક પોસ્ટ કરી છે. આ પોસ્ટને લઈને સ્થાનિક હિંદુઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે યુવતી સહિત ત્રણ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવતા યુવતીની અટકાયત કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર નવસારીમાં રહેતી હમીદા શેખ નામની યુવતી ઈન્સ્ટાગ્રામ પર hammu___1807 યુઝરનેમ સાથે એકાઉન્ટ ધરાવે છે. આ આઈડી પરથી તેણે ગત 24 જૂન 2024ના રોજ એક સ્ટોરી મૂકી હતી. આ સ્ટોરીમાં તેણે હિંદુ સમાજનું અપમાન થયા તેવી પોસ્ટ મૂકી હતી. આ પોસ્ટમાં તેણે એક પ્રાણીના કપાયેલા માથા સાથે કેટલાક લોકોનો ફોટો મુકીને કેપ્શનમાં હિંદુ સમુદાયને અભદ્ર ભાષામાં ગાળોભાંડી હતી.
આ પોસ્ટમાં તેણે લખ્યું હતું કે, “બસ રહેને દો હમારે સામને શરીફ હોને કા નાટક મત કરો. તુમ લોગ કિતને માદ₹$@ હો માલુમ હૈ. જબ તુમ્હારી ગાય માતા ખુલ્લેઆમ નંગી ઘૂમતી હૈ તબ તુમ લોગો કો દયા નહીં આતી. ઇતની હી દયા આતી હૈ તો અપને ઘરમે બાંધ કે રખ ના. ચુ#%યે જેસી બાત કરતે હો.”
તેની આ પોસ્ટ જોઇને નવસારીના સ્થાનિક હિંદુ સમુદાયમાં રોષ ફાટી નીકળ્યો હતો. સ્થાનિક હિન્દુ અગ્રણીઓએ આ મામલે નવસારી પોલીસમાં હમીદા શેખ અને તેના સહયોગી ઉઝેર મુન્ના શેખ અને સુલતાન ઠીકરીવાલા નામના ઈસમો વિરુદ્ધ ફરિયાદ આપી હતી. ફરિયાદ દાખલ થયા બાદ પોલીસે હમીદાની અટકાયત કરી લીધી હતી. અટકાયત બાદ પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે.
હિંદુઓમાં રોષ, કરી કડક કાર્યવાહીની માંગ
બીજી તરફ આ સમગ્ર મામલે ઑપઇન્ડિયાએ ફરિયાદ કરનાર હિંદુ સમાજના અગ્રણી કબીર ગીરી ગોસ્વામી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, “હમીદા શેખ કટ્ટરપંથી માનસિકતા ધરાવે છે. અગાઉ પણ તેણે પવિત્ર રામ જન્મભૂમિને લઈને હિંદુ સમાજની લાગણીઓ દુભાય તેવી પોસ્ટ કરી હતી. તે સમયે સમજાવીને કાર્યવાહી નહોતી કરવામાં આવી. આ વખતે તેણે હદ કરી નાંખી અને ગૌમાતા તેમજ હિંદુ સમુદાયને અભદ્ર ભાષામાં ગાળો ભાંડી છે. આ મામલે અમે સ્થાનિક લોકોએ ફરિયાદ કરતા પોલીસે અરજી લીધી છે. અમે FIR થાય તે માટે કાર્યવાહી કરી રહ્યા છીએ.”
તેમણે આગળ જણાવ્યું કે, “અમે લગભગ 250 લોકોએ માંગ કરી છે કે આરોપી વિરુદ્ધ માત્ર IPCની કલમ 155 મુજમ કાર્યવાહી ન કરતા હેટ સ્પીચ તેમજ બે સમુદાય વચ્ચે વૈમનસ્ય ફેલાવન પ્રયત્ન કરવા બદલ પણ કાર્યવાહી થવી જોઈએ. આ યુવતી આ પહેલા પણ આ પ્રકારના કૃત્ય કરી ચુકી છે. જો આ વખતે દાખલો બેસે તેવી કાર્યવાહી નહીં થાય તો પછી સ્થાનિક હિંદુ ચુપ નહીં બેસી રહે અને રસ્તા પર આવીને તેનો વિરોધ કરશે.”
બીજી તરફ આ મામલે ઑપઇન્ડિયાએ સ્થાનિક હિંદુ સંગઠન સાથે સંકળાયેલા કિરણ પટેલ સાથે પણ વાત કરી હતી. કિરણે ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે, “હમીદા શેખ નામની યુવતી આ પહેલા પણ ‘બાબરી ઝીંદા હૈ’ અને ‘સર તન સે જૂદા’ જેવી આપત્તિજનક પોસ્ટ પોતાના સોશિયલ મીડિયામાં મૂકી ચુકી છે. તે અને તેના સહયોગીઓ કટ્ટરપંથી માનસિકતા ધરાવે છે. હાલ તેણે જે પોસ્ટ મૂકી છે, તેમાં તેણે હિંદુ સમાજને અભદ્ર ભાષામાં ગાળો ભાંડી છે. હાલ માત્ર કાચી અરજી પર તેની અટકાયત કરવામાં આવી છે પરંતુ અમારી માંગ છે કે 295A જેવી કલમો હેઠળ FIR નોંધીને યુવતી અને તેના સહયોગીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે.” હાલ પોલીસે આ મામલે કાર્યવાહી શરૂ કરી દીધી છે, ઑપઇન્ડિયા પાસે ફરિયાદની નકલ ઉપલબ્ધ છે.