YouTube ભારતમાં રાષ્ટ્રવાદી કન્ટેન્ટને સેન્સર કરવામાં લાગી પડ્યું છે. જે વિડીયોમાં કોંગ્રેસની આલોચના કરવામાં આવે છે, તેને Demonetise કરી દેવામાં આવે છે. મતલબ કે જે-તે વિડીયો બનાવવા બદલ કન્ટેન્ટ ક્રિએટરને રૂપિયા ન મળે. અનેક યુટ્યુબર્સે આ મામલે કેન્દ્ર સરકારનું ધ્યાન દોર્યું હતું. આશંકા જતાવવામાં આવી રહી છે કે YouTube INDIAના કેટલાક કર્મચારીઓ ગેરરીતી આચરી રહ્યા છે. YouTubeના 17 કર્મચારીઓ વિરુદ્ધ કેન્દ્રીય તપાસ એજન્સીઓએ તપાસ શરૂ કરી છે.
કહેવામાં આવી રહ્યું છે કે YouTubeના આ 17 કર્મચારીઓ વચ્ચે થયેલી વાતચીત પણ કેન્દ્ર સકરારને સોંપવામાં આવી છે. આ લોકોએ કાવતરું ઘડીને ન્યુટ્રલ કવરેજને રોકવાની અને તે પ્રકારના હેન્ડલ્સને શેડો બેન કરવા જેવી પ્રવુત્તિ કરી હતી. શેડો બેન એટલે કોઈ પણ સોશિયલ મીડિયા એકાઉન્ટની પોસ્ટને તેના ફોલોવર્સ કે સબસ્ક્રાઈબર્સ સુધી ન પહોંચવા દેવું. એક રીતે કન્ટેન્ટ બનાવનાર વ્યક્તિની રીચ ઘટાડી દેવી કે તેને સીમિત કરી દેવાની પ્રક્રિયાને શેડો બેન (Shadow Ban) કહેવામાં આવે છે. આ બધા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધના પ્રપંચોને પણ જોર લગાવીને હવા દેવામાં આવી. મશીનરીના ઉપયોગથી વિદેશી સંસ્થાઓએ ભારતની લોકસભા ચૂંટણી પ્રભાવિત કરવાનું અપરાધિક કૃત્ય છે.
BEWARE| I’m hearing India’s intelligence agencies have been supplied with recorded conversations of 17 @YouTubeIndia employees in India who explicitly wrote & spoke instructions on how to shadow ban any neutral coverage & promote anti @narendramodi trash.
— Rohan Dua (@rohanduaT02) June 2, 2024
Its a criminal offence…
આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારની તપાસ એજન્સીઓએ પોતાનું કામ શરૂ કરી દીધું છે. જણાવવામાં આવી રહ્યું છે કે યૂટ્યૂબના આ આરોપી કર્મચારીઓમાંથી 12 પુરુષો અને 5 મહિલાઓ છે. તેઓ મુંબઈ, કેરળ અને પશ્ચિમ બંગાળના છે. જણાવવામાં આવી રહ્યું છે કે તેમણે યૂટ્યૂબના અલ્ગોરિધમ સાથે છેડછાડ કરી હતી. વળી, આ ચૂંટણીમાં તટસ્થ રહેલા અને કોંગ્રેસની તરફેણ ન કરી રહેલા 93 પત્રકારો અને 42 ચેનલોને શેડો બેન કરી દેવામાં આવ્યા હતા. આ અંગે ‘The New Indian’એ દિલ્હી હાઇકોર્ટમાં પુરાવા પણ રજૂ કર્યા છે.
કન્ટેન્ટ ક્રિએટર્સે માગણી કરી છે કે ભારતીય લોકશાહીના સૌથી મોટા પર્વ દરમિયાન ગરબડ કરનારા યુ-ટયુબના અધિકારીઓને આ માટે સજા થવી જોઇએ તેવી . આ ક્રિએટર્સએ જનતાના મૂડને સમજીને ભાજપની જીતની ભવિષ્યવાણી કરી હતી તેમને પણ શેડો બેનનો સામનો કરવો પડ્યો હતો. આરોપ છે કે વીડિયોમાં રાહુલ ગાંધી કે અન્ય વિપક્ષી નેતાઓના નામનો ઉલ્લેખ થતા જ તેમની રીચ ઘટાડી દેવામાં આવતી હતી. યુટ્યુબ ‘સ્ટ્રિંગ’ અને ‘સબ ડેમોક્રેસી’ નામની મોટી રાઈટ વિંગ ચેનલો ચેનલો પહેલેથી જ દૂર કરી ચુક્યું છે.