1 જૂન, 2024ના રોજ દેશમાં સાતમા ચરણનું મતદાન પૂર્ણ થયું છે. મતદાન પૂર્ણ થયાની સાથે જ લોકસભા ચૂંટણીના પડઘમ શાંત થઈ ગયા છે અને એક્ઝિટ પોલ આવવાના શરૂ થયા છે. તમામ એક્ઝિટ પોલમાં NDA ફરી એક વખત લીડ મેળવતી જોવા મળી રહી છે. દિલ્હીની વાત કરવામાં આવે તો અહીં ભાજપ ક્લીન સ્વીપ કરી શકે છે. તમામ એક્ઝિટ પોલમાં અનુમાન થયું છે કે, વડાપ્રધાન મોદી ત્રીજી વખત પણ દેશની કમાન સંભાળશે. આ તમામ બાબતો વચ્ચે હવે વિપક્ષી દળો રઘવાયા થતાં નજરે પડી રહ્યા છે. INDI ગઠબંધનને તો ‘ઉપરથી’ કહેવામાં આવ્યું છે કે, એક્ઝિટ પોલ પર કોઈ ચર્ચા કરવાની નથી. તો બીજી તરફ નવી દિલ્હીથી AAP ઉમેદવાર સોમનાથ ભારતીએ દાવો કર્યો છે કે, જો નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનશે તો તેઓ તેમનું માથું મૂંડાવી નાંખશે.
નવી દિલ્હીની AAP ઉમેદવાર સોમનાથ ભારતીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું કે, “હું મારુ માથું મૂંડાવી નાખીશ જો મિસ્ટર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા તો. મારા શબ્દોને લખીને રાખી મૂકો.” તેમણે વધુમાં કહ્યું કે, “દિલ્હીમાં INDIA ગઠબંધન તમામ સાત સીટો પર જીત હાંસલ કરશે. મોદીજીનો ડર એક્ઝિટ પોલોને તેમને હારતા દેખાડવાની મંજૂરી નથી આપતો. તેથી આપણે સૌએ 4 જૂનના રોજ આવનારા પરિણામની રાહ જોવી પડશે. જનતાએ ભાજપ વિરુદ્ધ ભારે વોટ કર્યા છે.”
I will shave off my head if Mr Modi becomes PM for the third time.
— Adv. Somnath Bharti: इंसानियत से बड़ा कुछ नहीं! (@attorneybharti) June 1, 2024
Mark my word!
All exit polls will be proven wrong on 4th June and Modi ji will not become prime minister for the third time.
In Delhi, all seven seats will go to India ALLIANCE.
Fear of Mr Modi does not allow…
તો બીજી તરફ ભાજપ નેતા તજીન્દર બગ્ગાએ પણ સોમનાથ ભારતીને વળતો જવાબ આપ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને સોમનાથ ભારતીને કહ્યું છે કે, “મારા પ્રિય મિત્ર સોમનાથ ભારતીનું કહેવું છે કે, જો મોદી ફરીવાર વડાપ્રધાન બન્યા તો તેઓ પોતાનું માથું મૂંડાવી નાંખશે. હું આ મહાન કાર્યમાં પોતાનું યોગદાન આપવા માંગુ છું. કૃપા કરીને જરૂરી કાર્યવાહી કરો અને વિડીયો પણ અપલોડ કરજો.” AAP નેતાના આવા એલાનના કારણે સોશિયલ મીડિયા પર પણ તેમની ઘણી ફજેતી થતી જોવા મળી રહી છે.
My dear friend @attorneybharti says he will shave off his head if Modi becomes PM again. I want to contribute my part to this great work. please do the needful & upload video. pic.twitter.com/4ahFd58JWH
— Tajinder Bagga (Modi Ka Parivar) (@TajinderBagga) June 1, 2024
નોંધનીય છે કે, સોમનાથ ભારતી નેતાની સાથે વકીલ પણ છે. તેઓ નવી દિલ્હી લોકસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાને ઉતર્યા છે. તેમની સીધી ટક્કર ભાજપ ઉમેદવાર બાંસુરી સ્વરાજ સાથે છે, જેઓ પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના પુત્રી છે. ભાજપે તેમને પ્રથમ વખત ચૂંટણી મેદાને ઉતાર્યા છે. જોકે, AAPનો ગઢ ગણાતા દિલ્હીમાં જ આમ આદમી પાર્ટી માત્ર 4 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. બાકીની ત્રણ બેઠકો પર કોંગ્રેસ ઉમેદવાર જાહેર થયા છે.