Saturday, October 5, 2024
More
    હોમપેજરાજકારણત્રીજી વાર મોદી સરકાર નક્કી, પ્રદર્શન 2019 કરતાં પણ સુધરશે: એક્ઝિટ પોલ્સમાં...

    ત્રીજી વાર મોદી સરકાર નક્કી, પ્રદર્શન 2019 કરતાં પણ સુધરશે: એક્ઝિટ પોલ્સમાં NDAને 360થી વધુ બેઠકો મળવાનું અનુમાન, INDIની આશાઓ પર પાણી ફરી વળ્યું

    તમામ પોલનું સરેરાશ ગણવામાં આવે તો NDA 360થી 370 પર પહોંચી શકે છે, જ્યારે INDI ગઠબંધન 135 બેઠકોમાં સમેટાઈ શકે. બહુમતી માટે 272ના આંકડાની જરૂર છે. આ સંજોગોમાં તમામ એક્ઝિટ પોલ્સ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં NDAની જીતનું અનુમાન લગાવી રહ્યા છે.

    - Advertisement -

    લોકસભા ચૂંટણી માટે તમામ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયા બાદ હવે એક્ઝિટ પોલ્સ આવવાના શરૂ થયા છે. તમામનો સાર એ જ નીકળે છે કે ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ બહુમતી સાથે ત્રીજી વખત સરકાર બનાવશે. આંકડાઓમાં માત્ર થોડોઘણો ફેરફાર જોવા મળી રહ્યો છે. NDAની વાત કરવામાં આવે તો 370 આસપાસ બેઠકો રહે તેવું અનુમાન છે. 

    ઑપઇન્ડિયાનું અનુમાન છે કે લોકસભા ચૂંટણી 2024માં ભારતીય જનતા પાર્ટી 345થી 355 બેઠકો મેળવી શકે છે. જ્યારે NDA 380-90 કે 400 પાર પણ જઈ શકે છે. 2019માં જે-જે રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીએ સારું પ્રદર્શન કર્યું હતું ત્યાં બહુ નુકસાન થવાનાં એંધાણ દેખાતાં નથી. જ્યારે દક્ષિણનાં અમુક રાજ્યો અને પૂર્વનાં રાજ્યો ખાસ કરીને બંગાળ અને ઓડિશામાં ભાજપને ફાયદો થતો જોવા મળી રહ્યો છે. તમિલનાડુ અને કેરળમાં પણ ખાતું ખૂલતું જોવા મળી રહ્યું છે, જ્યારે પશ્ચિમ બંગાળમાં પાર્ટી આજ સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન કરે તોપણ નવાઈ નહીં. 

    તમિલનાડુમાં 2019ની લોકસભા ચૂંટણી કરતાં ભાજપનો વૉટશેર પણ વધતો જોવા મળી રહ્યો છે. જેથી 2થી 4 બેઠકો મેળવે તે પણ મોતી ઉપલબ્ધિ કહેવાશે. આ જ રીતે પશ્ચિમ બંગાળમાં પણ આ વખતે ભાજપના સમર્થનમાં લહેર દેખાઇ રહી છે, જેનો ફાયદો થશે અને બેઠકો વધતી જોવા મળી રહી છે. 

    - Advertisement -

    અન્ય એક્ઝિટ પોલ્સની વાત કરવામાં આવે તો રિપબ્લિક-PMARQના અનુમાન મુજબ NDAને 359 બેઠકો મળશે, જ્યારે INDI ગઠબંધનને 154 બેઠકો મળી શકે છે. MATRIZE અનુસાર, NDA 368 સુધી પહોંચી શકે, જ્યારે INDIને માત્ર 125 બેઠક મળશે. 

    (અમુક એજન્સીઓએ આ લખાય રહ્યું છે ત્યાં સુધીમાં પોલ્સ જાહેર કર્યા નથી, જેથી સ્થાન ખાલી રાખવામાં આવ્યું છે.)

    CNXના એક્ઝિટ પોલ અનુસાર, NDA 371થી 401 જેટલી બેઠકો મેળવે તેવી સંભાવના છે. INDI ગઠબંધન જ્યારે 109થી 139 બેઠકો જીતી શકે. ‘જન કી બાત’ના સરવેની વાત કરવામાં આવે તો NDAને 362થી 392 બેઠકો મળી શકે. જ્યારે INDI ગઠબંધન 141-161 બેઠકોમાં સમેટાઈ શકે છે. ડી ડાયનેમિક્સ અનુસાર, NDA 371 બેઠકો જીતી શકે અને INDI 125. 

    ન્યૂઝનેશનના પોલ અનુસાર, NDA 360 બેઠકો મેળવી શકે છે. જ્યારે INDI ગઠબંધનને 161 બેઠકો મળશે. સુદર્શન ન્યૂઝના એક્ઝિટ પોલ અનુસાર, NDA 380 સુધી પહોંચી શકે છે, જ્યારે INDI ગઠબંધન 100ની અંદર માત્ર 98 બેઠકોમાં સમેટાઈ જશે. TV9ના પોલ અનુસાર, ભાજપ ગઠબંધનને 359 બેઠકો મળી શકે છે. 

    તમામ પોલનું સરેરાશ ગણવામાં આવે તો NDA 370 પર પહોંચી શકે છે, જ્યારે INDI ગઠબંધન 135 બેઠકોમાં સમેટાઈ શકે. બહુમતી માટે 272ના આંકડાની જરૂર છે. આ સંજોગોમાં તમામ એક્ઝિટ પોલ્સ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં NDAની જીતનું અનુમાન લગાવી રહ્યા છે. આ જીત બહુમતી સાથે જ નહીં પરંતુ જંગી બહુમતી સાથે આવશે તેવું આ પોલ્સ પરથી જણાય રહ્યું છે. INDI ગઠબંધન મહામહેનતે પણ ભાજપનો વિજયરથ રોકી શકશે નહીં તેમ જણાય રહ્યું છે. 

    ગુજરાતની વાત કરવામાં આવે તો મોટાભાગના એક્ઝિટ પોલ્સમાં ભાજપનો વૉટશૅર વધતો જોવા મળી રહ્યો છે. અમુકમાં તમામ 26 બેઠકો ભાજપને મળવાનું અનુમાન છે તો અમુક પોલ્સ પ્રમાણે એકાદ બેઠકનું નુકસાન થઈ શકે છે. 

    આ એક્ઝિટ પોલ્સ છે, જેનાથી ઘણુખરું ચિત્ર સ્પષ્ટ થઈ જાય છે. હવે 4 જૂનના રોજ પરિણામો ઘોષિત થશે અને ત્યારે જ જાણવા મળશે કે કોનું અનુમાન કેટલું સાચું પડ્યું. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં